Oxygen tank

Global warming: ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા પર્યાવરણનું જતન જરૂરી: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

global warming: વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં પવિત્ર તુલસીના એક લાખ રોપાઓનું વિતરણ કરી વન વિભાગ દ્વારા લોકજાગૃતિ કેળવાશે: મંત્રીના હસ્તે વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ

  • સેવ ટ્રી,સેવ અર્થ અને સેવ લાઈફના સૂત્રને અપનાવવા નાગરિકોને અનુરોધ

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૦૫ જૂન:
global warming: સમગ્ર વિશ્વમાં ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે ત્યારે પર્યાવરણ જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા સધન કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે. સંયુકત રાષ્ટ્રસંઘ યુ.એન. દ્વારા “ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન” આ વર્ષને જાહેર કરવામાં આવ્યુ છે એ સંદર્ભે પણ રાજ્ય સરકાર દ્વારા અસરકારક આયોજન કરાઇ રહ્યુ છે.

Whatsapp Join Banner Guj

global warming: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વનવિભાગના સહયોગથી મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં રાજીવનગર અર્બન ફોરેસ્ટ,ખોડીયાર નગર, સમા તળાવ તેમજ મહાનગર પાલિકાના એસ.ટી.પી.ટેરેસ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.શિક્ષણ મંત્રીશ્રીએ સુમનદીપ વિદ્યાપીઠ ખાતેથી ઓક્સિજન ટેન્કરને તેલંગણા જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા પર્યાવરણનું જતન જરૂરી છે.ગ્લોબલ વોર્મિંગને કારણે આજે ઋતુચક્ર અનિયમિત થયું છે.મહત્તમ વૃક્ષોના વાવેતરથી જ ઋતુઓમાં નિયમિતતા જળવાશે.

સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં ક્લાઈમેંટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.તેમણે સેવ ટ્રી,સેવ અર્થ અને સેવ લાઈફનું સૂત્ર અપનાવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આપણા ઋષિ મુનિઓ અને વડવાઓએ પણ માનવ જીવનમાં વૃક્ષનો મહિમા અને મહત્વ સમજાવ્યું છે એવી લાગણી વ્યક્ત કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે છોડમાં રણછોડની ભાવના ઉજાગર થશે તો (global warming) ચોક્કસ પર્યાવરણનું જતન થશે.

Global warning, Tree plantation Bhupendra chunashma

global warming: માનવ જાત સ્વાર્થી છે,ત્યારે સામાજિક,ધાર્મિક અને આર્યુવેદિક સાથે વૃક્ષોના મહત્વને જોડીને આપના પૂર્વજોએ પ્રકૃતિ પૂજનનો અનેરો સંદેશો આપ્યો છે જેને પરિણામે પર્યાવરણનું સંવર્ધન અને જતન થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે પર્યાવરણવાદીઓના કારણે નર્મદા યોજનાનું કામ ખોરંભે પડ્યું હતું.એ સમયે હું સરદાર સરોવર નર્મદા નિગમનો ચેરમેન હતો.ગુજરાતની ધરતીને અને લોકોને પીવાનું અને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે તે સમયે સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ કરીને એક વૃક્ષ સામે ૧૦૦ વૃક્ષ વાવવાનો નિર્ધાર કરી એ કામ હકીકતમાં કરી બતાવ્યું અને નર્મદા યોજનાને આગળ વધારી.જેને કારણે આજે મા નર્મદાનું પાણી ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રમાં પ્રદક્ષિણા કરી રહ્યું છે.

આ પણ વાંચો…જીયુવીએનએલની ચારેય વીજ કંપનીઓ દ્વારા ૨૫૦૦ મેગાવોટ ક્ષમતાના પીપીએ કરાયા: સૌરભ પટેલ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વન વિભાગ દ્વારા વડોદરા મહાનગર પાલિકા વિસ્તારમાં એક લાખ જેટલા તુલસીના રોપાઓનું વિતરણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાર્થક કરવામાં આવી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે. જિલ્લા અને તાલુકા સ્તરે તમામ કચેરીઓમાં જગ્યાની ઉ૫લબ્ઘી પ્રમાણે તુલસી રો૫ણ કરવામાં આવશે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર ખાતેથી મુખ્ય મંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન કર્યું હતું.

પ્રારંભમાં મેયર કેયુર રોકડિયાએ સૌનો આવકાર કર્યો હતો.અંતમાં મ્યુનિ.કમિશનર સ્વરૂપ પી. એ આભારવિધિ કરી હતી. આ વેળાએ ડેપ્યુટી મેયર નંદા જોશી , ધારાસભ્યો, પદાધિકારીઓ, સહિત નગર સેવકો હાજર રહ્યા હતા.

ADVT Dental Titanium