Ukado 1

જામનગરની રોટરી કલબ દ્વારા વિનામૂલ્યે ઉકાળા વિતરણ શરૂ કરાયું

કોરોના સામે કવચ રૂપ ઉકાળા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારે વિતરણ કરવામાં આવે છે

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૦ સપ્ટેમ્બર:જામનગરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ અને કોવિડ વોર્ડમાં દર્દીઓની સંખ્યાને લઇને શહેરની અનેક સામાજિક સંસ્થાઓ ચિંતિતિ છે ત્યારે કોરોનામાં લોકડાઉનમાં ફૂડ વિતરણ બાદ રોટરી કલબ ઓફ જામનગર દ્વારા કોરોનામાં કવચ રૂપ સાબિત થતા આર્યુવેદિક ઉકાળાનું શહેરના વિવિધ છ સ્થળો પર વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

Ukado 1 3
loading…

રોટરીકલબ ઓફ જામનગર દ્વારા નગરના રણમલ તળાવ ગેટ-1, ઓશવાળ કોલોની જૈન મંદિર, હરિયા સ્કુલ જૈન મંદિર, એમ્યુઝમેન્ટ પાર્ક, શ્રી કચ્છી રાજગોર સમાજવાડી કામદાર કોલોની, હોટલ જશ પેલેસ વીગેરે વિસ્તારોમાં આર્યુવેદિક ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે જે આગામી તા.15 સુધી રોજ સવારે 6:30 થી 9 વાગ્યા સુધી કાર્યરત રહેશે આ પ્રોજેકટને સફળ બનાવવા પ્રમુખ નિશિથ શાહ, સેક્રેટરી કમલેશ સાવલા સહિતના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

Banner City