Gandagimukt Bharat

ગંદકીમુક્ત ભારત અભિયાનસુરત જિલ્લાના તમામ ગામોમાંથી ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ એકત્રિત કરાયું

Gandagimukt Bharat

ગંદકીમુક્ત ભારત અભિયાન’ની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લાના તમામ ગામોમાંથી ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ એકત્રિત કરાયું

તા.૦૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘ગંદકીમુક્ત ભારત અભિયાન’ની ઉજવણી: જિલ્લા વિકાસ અધિકારીએ ઈ-સભા યોજી અભિયાનની રૂપરેખા ઘડી

Gandagimukt Bharat 2

સુરત:રવિવાર: કેન્દ્ર સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય તેમજ જળશક્તિ મંત્રાલય દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલા ‘ગંદકીમુક્ત ભારત’ના આહ્વાન અંતર્ગત તા.૦૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ભારતના તમામ ગામોમાં ‘ગંદકીમુક્ત ભારત અભિયાન’નો પ્રારંભ કરાયો છે. જેમાં સપ્તાહ દરમિયાન વિવિધ જનજાગૃત્તિના કાર્યક્રમોની રોજેરોજ ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનની ઉજવણીના આયોજનના ભાગરૂપે આજે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના અધિકારીઓ અને ગ્રામજનોએ સાથે મળી સુરત જિલ્લાના તમામ ગામોના ફળિયાઓ, શેરીઓ અને જાહેર જગ્યાએથી ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ એકત્રિત કર્યું હતું. જેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાયો હતો. ગ્રામજનોએ આવનારા દિવસોમાં પોતાના ગામને ગંદકીમુક્ત બનાવવામાં તંત્રને હરહંમેશ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

Gandagimukt Bharat 3

તા.૧૫મી ઓગસ્ટ સુધી આ પ્રકારના સ્વચ્છતા જાગૃત્તિના કાર્યક્રમો સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયાની અધ્યક્ષતામાં ઈ-સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈ.નિયામકશ્રી એન.આર.પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ગામના સરપંચ અને તલાટીઓ ઈ- પ્લેટફોર્મથી ડિજીટલ સભામાં જોડાયાં હતા.

Gandagimukt Bharat 3 1

શ્રી હિતેશ કોયાએ ‘ગંદકીમુક્ત ભારત અભિયાન’ની રૂપરેખાની ચર્ચા કરી હતી. તેમણે સપ્તાહ દરમિયાન સ્વચ્છતા જાગૃત્તિના વિવિધ કાર્યક્રમોમાં ફરજિયાતપણે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.