10 એપ્રિલ થી ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ (Demu Special) દોડશે

whatsapp image 2020 05 18 at 187529139386999455871. edited

10 એપ્રિલ થી ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ (Demu Special) દોડશે

અમદાવાદ , ૦૮ એપ્રિલ: રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ (Demu Special) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

●  ટ્રેનનંબર 04876/04875 ભીલડી – જોધપુર – ભીલડી ડેમુ સ્પેશિયલ (Demu Special)

ટ્રેન નંબર 04876 ભીલડી-જોધપુર ડેમુ સ્પેશિયલ (Demu Special)10 એપ્રિલ, 2021 થી આગામી સૂચના સુધી ભીલડીથી દરરોજ 14.35 વાગ્યે દોડશે અને તે જ દિવસે 21.55 વાગ્યે જોધપુર પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 04875 જોધપુર – ભીલડી ડેમુ સ્પેશિયલ 10 એપ્રિલ, 2021 થી આગામી સૂચના સુધી દરરોજ જોધપુરથી સવારે 06.30 વાગ્યે દોડશે અને તે જ દિવસે બપોરે 13.45 વાગ્યે ભીલડી પહોંચશે.

Whatsapp Join Banner Guj

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં જેનાલ, રામસન, ધનેરા, જરી, ડુગડોલ, મારવાડ રતનપુર, રાનીવાડા, મારવાડ, મારવાડ કોરી, મારવાડ ભીનમાલ, લેદરમેર, ભીમપુરા, મોદરન, બકરારોડ, મારવાડ બાગરા, જગન્નાથજી રોડ, જાલોર, બિશેનગઢ, બલવારા, મોકલસર, રાખી, બામસીન, સમદડી, અજિત, મિયો કા બાડા, દુંધાડા, દુદીયા, સુતલાના, લુણી, હનવંત, સલવાસ, બાસની, અને ભગત કી કોઠી સ્ટેશનો પર રોકાશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે(Yogesh patel) લીધી હોસ્પિટલની મુલાકાત: મેટ્રો હોસ્પિટલ કેમ્પસમાં પ્રાથમિક તબક્કે ૪૦ પથારીની કોવિડ સારવાર સુવિધા ઊભી કરાશે, સાથે આપી મહત્વની સુચના