Vadodara collector 1

Covid treatment: ખાનગી હોસ્પિટલોને કોવિડ સારવારમાં સધન રીતે જોડવામાં આવ્યા: જિલ્લા કલેકટર

Vadodara collector 1

Covid treatment: જિલ્લા કલેકટરએ લીધી સાવલીની મુલાકાત: ખાનગી હોસ્પિટલોને કોવિડ સારવારમાં સધન રીતે જોડવામાં આવ્યા

  • પાંચ ખાનગી હોસ્પિટલ અને એક સરકારી હોસ્પિટલ ફેસિલિટીમાં વધારાના ૨૦૦ બેડની વ્યવસ્થા અને આગળ જતા ૩૦૦ બેડ સુધી વધારવા માટે આયોજન
  • પ્રાઇવેટ ડોકટરો અને તેમનો પેરા-મેડિકલ સ્ટાફ ધ્વારા કોવિડમાં સારવાર માટે આપી સહમતિ

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા, ૦૯ એપ્રિલ:
Covid treatment: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે સાવલી ની મુલાકાત લીધી હતી તથા કોવિડ સારવારની સુવિધાઓ વધે અને પાળવા યોગ્ય માસ્ક સહિતની તકેદારીઓનું લોકો ચુસ્ત રીતે પાલન કરે તે માટે વિવિધ લોકો સાથે પરામર્શ કર્યો હતો. તેમણે ધારાસભ્ય કેતન ઇનામદાર, ખાનગી હોસ્પિટલો ના સંચાલક તબીબો, નગર પાલિકા અને તાલુકાના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

ADVT Dental Titanium

તેમણે નવા બનાવવામાં આવી રહેલા કોવિડ કેર સેન્ટરની (Covid treatment)મુલાકાત લઈને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સાવલી અને તાલુકાના તબીબોને કોવિડ સારવારના સેગમેંટ એક અને બે માં જોડાઈને લોકોને સ્થાનિક સ્તરે સારવારની સુવિધા મળી રહે તે માટે વિગતવાર પરામર્શ કર્યો હતો. આ ઉપરાંત આ દવાખાનાઓ ના તબીબો, સ્ટાફ અને સાધન સુવિધાનો પુલ બનાવી કોવિડ કેર સેન્ટર, હોસ્પિટલની સેવાઓ માટે તેનો વિનિયોગ કરવા અનુરોધ કર્યો હતો.

Whatsapp Join Banner Guj

નગર પાલિકા અને તાલુકા વહીવટી તંત્ર તેમજ પોલીસની સંયુક્ત એન્ફોર્સમેન્ટ ટીમો બનાવી સાવલી નગર અને ગામમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા અને લોક જાગૃતિ કરવા જણાવ્યું હતું.વેપારીઓ સાથે બેઠક યોજીને દુકાન ધંધાના સ્થળે આ નિયમો પાળી પળાવી સહયોગ આપવા જણાવ્યું હતું.

તેમણે સાવલી નગર અને તાલુકાના લોકો કોવિડની રસી મૂકવાની વ્યવસ્થાઓનો વ્યાપક લાભ લે અને લાયક લોકો સત્વરે રસી મુકાવી લે તેવો ખાસ અનુરોધ કર્યો હતો. કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત વિવિધ કામગીરીઓ તમામ વિભાગોના સંકલનથી થાય તેના પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો…Covid patient: અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફે મારી માતાને પોતાની માતાની જેમ સાચવ્યો : દર્દીના પુત્ર