Pregnant women

Covid patient Maternity: મોટા ફોફ્લિયાના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કોરોના પોઝિટિવ સગર્ભાને ઉપડી પ્રસુતિની પીડા

સમય વર્તે સાવધાન: (Covid patient Maternity)સી.એ. પટેલ હોસ્પિટલમાં તાત્કાલિક વિશેષ વોર્ડ બનાવી કરાવી કુદરતી અને સલામત પ્રસૂતિ

ગુજરાતીમાં કહેવત છે કે સમય વર્તે સાવધાન.આ કહેવતને શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના અભિગમ હેઠળ સંચાલિત રાજ્યના પ્રથમ સામુદાયિક આરોગ્ય કેન્દ્રના સતર્ક તબીબોએ પોતાની સમયસૂચકતાથી સાચી ઠેરવી છે. ઘટના કૈક આ પ્રકારની છે.

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૨૫ મે:
Covid patient Maternity: શિનોર તાલુકાના મોટા ફોફળીયામાં જિલ્લા પ્રશાસન અને ના સહયોગથી ૧૦૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટરમાં બે દિવસ પહેલા મીઢોળ ગામની ૨૫ વર્ષીય સગર્ભા માતાનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. સગર્ભા માતાને પ્રસુતીની વેદના થતાં કોવિડ કેર સેન્ટરમાંથી મોટા ફોફળિયાની સી.એ.પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાસ વોર્ડમાં ખસેડાતા સ્ત્રીરોગ નિષ્ણાત અને સ્ટાફ દ્વારા કોરોના પોઝિટિવ સગર્ભા માતાની સફળ પ્રસુતિ કરવી છે. હાલમાં માતા અને બાળકનું સ્વાથ્ય સારૂ છે. સંક્રમિત સગર્ભા માતાના પરિવારમાં ખુશી છવાઈ છે.

Whatsapp Join Banner Guj

શિનોર તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ સંપૂર્ણ વ્યવસ્થા સાથેની આ હોસ્પિટલમાં કોવિડ-૧૯ સંક્રમિત સગર્ભા માતાની સંભવતઃ કદાચ સમગ્ર ગુજરાતમાં આ સૌ પ્રથમ ઘટના હશે કે જ્યાં તબીબો અને સ્ટાફ દ્વારા કોરોનાથી ડર્યા (Covid patient Maternity)વગર સગર્ભા માતાની સફળ પ્રસુતિ કરાવી હોય. શિનોર તાલુકાના મોટા ફોફળીયાના કોવિડ કેર સેન્ટરમાં બે દિવસ પહેલા કોવિડથી સંક્રમિત મીઢોળ ગામના પાટણવાડીયા અર્ચનાબેન જયેશભાઈ ઉ.વ ૨૫ ને દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલાને નવ માસનો ગર્ભ હતો.

શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સી.એ.પટેલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ રીંકુબેન ચોવટીયા ની સલાહ અનુસાર સગર્ભા માતાના વાઇરલ નોર્મલ હોય તેઓની નિગરાણીમાં દાખલ કરી શનિવારના રોજ સવારે સગર્ભા માતાને પ્રસુતીની વેદના થતા તુરત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ – ૧૯ માટે ખાસ તૈયાર કરેલ વોર્ડમાં ખસેડી સગર્ભા માતાની કોવિડ – ૧૯ ના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા સંપૂર્ણ કાળજી સાથે અર્ચનાબેનની નોર્મલ સુવાવડ કરાવી સગર્ભા માતાએ બાળકીને જન્મ આપ્યો છે. માતા અને બાળકનું સ્વાથ્ય તંદુરસ્ત છે અને હાલ કોવિડ- ૧૯ ની કાળજી સાથે ખાસ વાર્ડમાં વાઇરલ અને તબીબી સેવાઓનું મોનીટરીંગ કરી કાઉન્સેલિંગ સાથે સારવાર લઈ રહ્યા છે.

કોરોના કાળમાં મોટા શહેરી દવાખાનાઓ કોરોના પોઝિટિવ સગર્ભાની પ્રસૂતિ (Covid patient Maternity)કરવાની ના પાડતા હતા.માત્ર વડોદરાના સરકારી દવાખાનાઓમાં તેની વિશેષ વ્યવસ્થા હતી.તેવા સમયે એક ગ્રામીણ આરોગ્ય કેન્દ્ર દ્વારા પરિસ્થિતિની બારીકાઇ ધ્યાનમાં લઈ માતા અને બાળકની જીવન રક્ષાની જે કામગીરી થઇ એની સાથે સંકળાયેલા તબીબ સહિત સહુ ધન્યવાદને પાત્ર છે.

આ પણ વાંચો…Foreign investment: ગુજરાત કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં પ્રથમ ક્રમે

ADVT Dental Titanium