Covid bed Vadodara 2 edited

Covid Hospital: વડોદરાવાસીઓ માટે સારા સમાચાર : વાંચો આ પાંચ મહત્વની ખબરો

Covid Hospital: અટલાદરાના યજ્ઞપુરૂષ સભા સ્થળ ખાતે ૫૦૦ પથારી ની સમર્પિત કોવિડ હોસ્પિટલનું નિર્માણ

Covid Hospital: વડોદરામાં યજ્ઞ પુરુષ સભાસ્થળ ખાતે સ્થાપિત કોવિડ હોસ્પિટલ નો પ્રથમ તબક્કો કાર્યરત: નર્મદા વિકાસ મંત્રી અને પદાધિકારીઓએ સંતો સાથે લીધી મુલાકાત

વડોદરા, ૧૩ એપ્રિલ: Covid Hospital: વડોદરા તંત્ર દ્વારા બાપ્સ,અટલાદરાના યજ્ઞપુરૂષ સભા સ્થળ ખાતે ૫૦૦ પથારી ની સમર્પિત કોવિડ હોસ્પિટલનું નિર્માણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું જેનો પ્રથમ તબક્કો આજે કાર્યરત થઈ ગયો છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે માત્ર ચાર દિવસમાં અહીં જરૂરી સિવિલ અને વિદ્યુત કામો, પાઈપડ ઓકસીજન લાઈનની સ્થાપના, અને પ્રવાહી ઓકસીજન સંગ્રહ ટાંકી જેવી તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી.

Covid Hospital, Vadodara

આજે નર્મદા વિકાસ રાજ્ય મંત્રીયોગેશ પટેલ,સાંસદ રંજનબહેન,ધારાસભ્યઓ અને મેયરએ સંસ્થાના સંતો સાથે તબીબી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ડો.રાવે સંકેત આપ્યો હતો કે આગામી બે ત્રણ દિવસમાં અહીં આઇસીયુ અને વેન્ટિલેટર સ્થાપિત થઈ જશે. હાલમાં અહીં ગોત્રી હોસ્પીટલમાંથી ઓકસીજનની જરૂર વાળા ૪૫ દર્દીઓને ખસેડવાનું આયોજન છે.

આ પણ વાંચો…કોરોના(Corona)ની મહામારી વચ્ચે મૃતકોની સંખ્યા વધતા સ્મશાન ગૃહોમાં નવી મુશ્કેલી સાથે અછત- વાંચો સંપૂર્ણ માહિતી

જિલ્લા કલેકટરશ્રીએ લીધી ડભોઇની મુલાકાત: હોસ્પિટલોના કોવિડ (Covid Hospital) બેડની સંખ્યામા ડબલથી વધુનો વધારો કરવા આયોજન


▪️ડભોઇની ૩ કોવીડ હોસ્પિટલ(Covid Hospital) ફેસિલિટીમાં વધારાના ૬૯ બેડની વ્યવસ્થા કરીને કુલ ૧૧૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવી
▪️આજે એક નવી ૨૦ બેડની કોવીડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામા આવશે.

જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે ડભોઇની (Covid Hospital) મુલાકાત લીધી હતી તથા કોવિડ સારવારની સુવિધાઓ વધે તે માટે વિવિધ લોકો સાથે પરામર્શ કર્યો હતો. તેમણે, હોસ્પિટલોના સંચાલક તબીબો,પ્રાંત અધિકારી, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા આરોગ્ય અધિકારી સાથે વિચાર વિમર્શ કર્યો હતો. તેમણે ડભોઇ કોવીડ હોસ્પીટલની મુલાકાત કરીને એક નવી ૨૦ બેડની કોવીડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવા જરૂરી અયોજન કરવા સુચના આપી. જેથી કરીને હાલના ૪૧ બેડની સુવિધામાં વધારો કરીને કુલ ૧૧૦ બેડની વ્યવસ્થા કરવા જરૂરી આયોજન કરવા આદેશ આપ્યો.

Whatsapp Join Banner Guj

તેમજ આ ઉપરાંત આ દવાખાનાઓના તબીબો,સ્ટાફ અને સાધન સુવિધાનો પુલ બનાવી કોવિડ કેર સેન્ટર,(Covid Hospital) હોસ્પિટલની સેવાઓ માટે તેનો વિનિયોગ કરવા અનુરોધ કર્યો હતો. નગર પાલિકા અને તાલુકા વહીવટી તંત્ર તેમજ પોલીસ ની સંયુક્ત એન્ફોર્સમેન્ટ ટીમો બનાવી ડભોઇ નગર અને ગામમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા અને લોક જાગૃતિ કરવા જણાવ્યું હતું. તેમણે ડભોઇ નગર અને તાલુકાના લોકો કોવિડની રસી મૂકવાની વ્યવસ્થાઓનો વ્યાપક લાભ લે અને લાયક લોકો સત્વરે રસી મુકાવી લે તેવો ખાસ અનુરોધ કર્યો હતો. કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત વિવિધ કામગીરીઓ તમામ વિભાગોના સંકલનથી થાય તેના પર ભાર મૂક્યો હતો.

સાવલી ખાતે ગર્લ્સ હોસ્ટેલમાં આજથી કોવિડ કેર સેન્ટર કાર્યરત

સાવલી ખાતે ગર્લ્સ હોસ્ટેલમાં આજ થી ૩૦ પથારીનું કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ગયું છે. તાજેતરમાં જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે સાવલીની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક સ્તરે કોવિડ સારવાર સુવિધા માટે ધારાસભ્યશ્રી તેમજ સ્થાનિક અગ્રણીઓ સાથે પરામર્શ કર્યો હતો.તેના અનુસંધાને ત્રણ ખાનગી સંસ્થાઓને આરોગ્ય તંત્ર દ્વારા ૯૦ બેડની સુવિધાની મંજુરી આપવામાં આવી હતી.તેના ભાગરૂપે ઉપરોક્ત સુવિધા કાર્યરત કરવામાં આવી છે.

જીએસએફસી દૈનિક ૧૦ ટન જેટલો ઓકસીજન પુરવઠો આપશે

GNFC liquid

ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે જણાવ્યું છે કે વિશેષ સૌજન્ય રૂપે જી.એસ.એફ.સી. એ તેમના ઔધોગિક વપરાશમાંથી અંદાજે દૈનિક ૧૦ ટન જેટલો ઓકસીજન તબીબી હેતુ માટે મોકલવાનું ગઈકાલથી શરૂ કર્યું છે જે ઓકસીજનની માંગને પહોંચી વળવામાં ઉપયોગી થશે.

રઘુવંશી લોહાણા મહાજન અને મહાનગર પાલિકા સંચાલિત રસીકરણ કેન્દ્ર ખાતે નવ દિવસમાં ૨૩૨૪ ને રસી મૂકાઈ

રઘુવંશી લોહાણા મહાજન વડોદરા તેમજ વડોદરા મહાનગર સેવા સદનના સંયુક્ત ઉપક્રમે તા.૫ મી થી વિના મૂલ્યે વેકસીનેશન સેન્ટરની શરૂઆત શ્રી જલારામ રઘુવંશી લોહાણા કમ્યુનિટી સેન્ટર ઈલોરા પાર્ક વડોદરા ખાતે કરવામાં આવી છે. આ રસીકરણ કેન્દ્ર ખાતે આજે નવમા દિવસે ૨૩૯ મળીને અત્યાર સુધીમાં કુલ ૨૩૨૪ લોકોને રસી મુકવામાં આવી છે. આ નવેય દિવસ દરમ્યાન લોકોનો સહકાર અને સેવા સદનની ટીમની કાર્યદક્ષતા અદભુત રહી. આ કાર્યક્રમ રોજ સવારે ૧૦ થી ૧ અને બપોરે ૨ થી ૪ ચાલુ રહેશે. તમામ ૪૫ વર્ષ થી ઉપરના નગરજનોએ આ સુવિધાનો લાભ લેવા સંસ્થા વતી શ્રી નિલેશ રાડિયાએ વિનંતી કરી છે.

વડોદરામાં રેમડેસિવિરનું કોવિડની સારવાર કરતી માન્ય ખાનગી હોસ્પિટલોને વિતરણ: અત્યાર સુધીમાં મળેલા ૯૭૬૦ ડોઝની સામે ૮૩૯૫ ડોઝનું વિતરણ

વડોદરા શહેરના ગેરી કેમ્પસમાં નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ કોવિડની સારવાર માટે માન્ય કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલોની વિધિવત માંગણી સામે રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉપલબ્ધ જથ્થાના પ્રમાણમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.ફક્ત હોસ્પિટલના અધિકૃત દસ્તાવેજો ધરાવતા લોકોને જે તે હોસ્પિટલ માટે જ ડોઝ આપવામાં આવે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી અને નોડલ અધિકારી આર.બી.ત્રિવેદી એ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ ૯૭૬૦ ડોઝ મળ્યા છે જેની સામે બપોર સુધીમાં ૪૪૬ હોસ્પિટલોને ૮૩૯૫ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. આજ સવાર થી બપોર સુધીમાં ૬૨ હોસ્પિટલોને ૧૪૧૨ ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે.