Nurse with patient

સંવેદનાઃ રાત દિવસ કોરોનાના દર્દીઓની સેવા કરતી નર્સનો (corona warriors) દીકરો વીડિયો કોલમાં પુછે છે કે, મમ્મી તું ઘરે ક્યારે આવીશ….

corona warriors: વડીલ દર્દીઓ જેમને કોરોનાના ચેપીપણાની ઝાઝી ખબર નથી તેઓ સવાલ કરે છે કે અમારાં સ્વજનો કેમ અમને મળવા આવતા નથી

~~સંવેદના~~

દયાની દેવી જેવી નર્સ બહેનો દર્દીઓને દવા આપવા અને સાર સંભાળ લેવાની સાથે સમજણ પણ આપે છે

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૨૬ એપ્રિલ:
corona warriors: એની ગોત્રી હોસ્પિટલમાં નર્સ એટલે કે આરોગ્ય સેવિકા છે અને કોવિડ કટોકટીની શરૂઆત થી જ લગભગ કોવિડ ડ્યુટી સાથે સંકળાયેલા છે. એ હાલમાં તો આરોગ્ય સેવિકાની ફરજો સાથે સતત એક જ પ્રાર્થના કરે છે કે કોઈ બીમાર ન પડે કોઈને કોરોના ના થાય.લગભગ એમની તમામ સાથી આરોગ્ય સેવિકાઓ અને ડોકટરોની આજ ગુજારીશ છે. તેઓને એક અજીબ મૂંઝવણ નો સામનો સતત કરવો પડે છે.એની ના માત્ર બે વર્ષની ઉંમરના માસૂમ દીકરાને આ કટોકટીની શરૂઆતથી જ સલામતી માટે જાંબુઘોડામાં એની નાની પાસે રાખવો પડ્યો છે.

હાલની પિકને લીધે લગભગ એક મહિનાથી આ (corona warriors) દંપતી દીકરાની મુલાકાત લઈ શક્યું નથી.વિડિયો કોલીંગમાં જ્યારે માસૂમ દીકરો એલન પૂછે છે કે મમ્મી તું ક્યારે આવીશ..કેમ આવતી નથી..?તો એને સમજાવવાનું અઘરું પડે છે. બીજી બાજુ વોર્ડમાં સારવાર હેઠળના વડીલ દર્દીઓ જેમને કોરોનાના ચેપીપણાનો ઝાઝો ખ્યાલ નથી તેઓ તેમને સવાલ કરે છે કે અમારા સગા વ્હાલા કેમ અમને જોવા આવતાં નથી. ?

Whatsapp Join Banner Guj

આમ,પોતાના બાળક અને બાળક જેવા જ વડીલોને સમજાવવાનું કામ દવા અને સાર સંભાળની સાથે આ લોકો કરી રહ્યાં છે. એની જેમની સ્થિતિ ગંભીર છે એવા દર્દીઓ પાસે જઈને,એમના શરીર પર પ્રેમથી હાથ પસવારી એમની સાજગી માટે ઈશ્વરને અંતરથી પ્રાર્થના કરે છે.
એ કહે છે કે પ્રાર્થના અને આધ્યાત્મિક વાતાવરણ હિંમત અને બળ આપે છે.હું ઘેર અને ચર્ચમાં પણ (corona warriors) દર્દીઓ,ડોકટરો અને અમારા તમામ આરોગ્ય સાથીઓને સલામત રાખવા સતત પ્રાર્થના કરું છું.

તેઓ કહે છે કે દવા આપતી વખતે કે અન્ય સારસંભાળ લેતી વખતે અમે દર્દી સાથે વાતો કરી એમનું મન હળવું કરીએ છે.એમને દવા સમયસર લેવા સહિત જરૂરી સમજણ આપીએ છે.ઘણીવાર અમારા ફોનથી વિડિયો કોલ કરી દર્દીઓને કુટુંબીજનો સાથે વાત કરાવીએ ત્યારે દર્દીઓ ખૂબ રાહત અનુભવે છે અને અમને પણ કશુંક સારું કર્યાનો આનંદ અનુભવ થાય છે. વોર્ડમાં તબીબો પણ આવા વડીલ દર્દીઓને બાથમાં લઈને બેસાડતા અને સાથી નર્સો એમને જમવામાં મદદ કરતાં જોવા મળે છે.આ સહજ સૌજન્ય એકલવાયા પણું અનુભવતા દર્દીઓને ખૂબ રાહત આપે છે. અમે દવા,દુવા અને આત્મીયતા સભર સાર સંભાળ દ્વારા તેમના માટે શક્ય બધું જ કરીએ છે.

હાલમાં (corona warriors) નર્સ બહેનો,તબીબો અને અન્ય સેવકોએ તમામને લગભગ સંતાનો અને પરિવારજનોથી સલામત અંતર રાખી ફરજ બજાવવી પડે છે.લગભગ સવા વર્ષથી આ પરિસ્થિતિ છે.પરંતુ હામ હાર્યા વગર આ લોકો જીવન રક્ષાનો કર્મયોગ દિલ અને દિમાગથી કરી રહ્યાં છે.તેમના હોન્સલાથી જ આ જિદ્દી રોગ સામે જંગ જીતી શકાશે કારણ કે સરકારની સાધન સુવિધાઓનું સંચાલક બળ આ લોકો જ છે. ત્યારે માસ્ક સહિત તમામ તકેદારીઓ પાળી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ ટાળી એમને મદદરૂપ બનવાનું સહુ માટે અઘરું તો નથી જ.

આ પણ વાંચો…WR women awarded: 43 મહિલા રેલ્વે કર્મચારીઓ ને તેમની શ્રેષ્ઠ સેવા બદલ સન્માનિત કર્યા.

ADVT Dental Titanium