corona guideline bhiloda

Bhiloda: ભિલોડા તાલુકામાં ખાનગી કૉલ સેન્ટરમાં સરકારની ગાઈડલાઈનનું સરેઆમ થઈ રહ્યું છે ઉલ્લંઘન

અહેવાલ: રાકેશ ઓડ

અરવલ્લી,૨૮ એપ્રિલ: Bhiloda: ભિલોડા તાલુકામાં દિવસેને દિવસે કોરોનાના કેશો વધી રહ્યા છે ભિલોડા તાલુકામાં મંગળવારે ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા એક સરકારી કર્મચારી સહિત ચાર લોકોના કોરોનાથી મોત થયાં હતાં બીજી બાજુ ભિલોડામાં ત્રણ કલાકમાં ૬૦ થી વધુ કોરોનાના રેપીડ કેશ નોંધાયા હતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ભિલોડા તાલુકામાં તા,૨૭ એપ્રિલ ના સોમવારે થી સ્વૈચ્છિક બંધનું નિયમ લગાવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ કોરોનાના કેશો વધાતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો

Whatsapp Join Banner Guj

જેમાં સરકારી કચેરી અને પ્રાઈવેટ કચેરીમાં ૫૦% સ્ટાફથી કામગીરી કરવાનું આદેશ કરવામાં આવ્યો છે ત્યારે ભિલોડા (Bhiloda) તાલુકાના ધોલવાણી ત્રણ રસ્તા ખાતે આવેલી ખાનગી કૉલ સેન્ટર દ્વારા ૧૦૦% સ્ટાફ રાખીને કામગીરી કરવામાં આવી રહી છે સરકારી ગાઈડલાઈન નો ભંગ કરનાર કૉલ સેન્ટરમાં ભિલોડા તાલુકાના જુદા જુદા ગામડાઓ માંથી રોજગારી માટે આવતા યુવાનોનો જીવ જોખમમાં મુકાઈ રહયો છે

ત્યારે મહત્વની વાતતો એ છે કે ગ્રામ પંચાયતની હદમાં આવેલા આ કૉલ સેન્ટર દ્વારા અનેક લોકોને કોરોનાનો ચેપ લાગવાની શક્યતાઓ છે તેમ છતાં તંત્ર દ્વારા આ કૉલ સેન્ટર ઉપર કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

આ પણ વાંચો…RSS: ૧૮૦ સ્વયં સેવકો અમદાવાદ સિવિલમાં હોસ્પિટલના સેવાયજ્ઞમાં જોડાયા

ADVT Dental Titanium