Car fire Ambaji

અંબાજીમા દર્શનાર્થે આવેલ યાત્રિકની ગાડીમા લાગી આગ, મોટી જાનહાનિ ટળી

Car fire Ambaji

અંબાજી:૧૮ જુલાઈ ૨૦૨૦ કોરોના વાયરસની વચ્ચે અવનવા બનાવો પણ બનતા રહે છે. આ સાથે આજ રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગાડીમા અચાનક આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. દર્શનાર્થી મા અંબાના દર્શને આવ્યા હતા, અને ગાડી હોટલ આગળ પાર્ક કરી હતી. આ સાથે બંધ કારમા અચાનક આગ લાગતાં સ્થાનિક લોકોએ ફાયર ફાઇટર બોલાવી આગને કાબૂમા કરી હતી.
બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામા યાત્રાધામ અંબાજી ખાતે આજે ગાડીમા આગની દુર્ઘટના ઘટી હતી. દહેગામના યાત્રિક મા અંબાના દર્શને આવેલ હોઇ પોતાની ગાડી ભવાની હોટલ આગળ પાર્ક કરી પોતે દર્શન કરવા મંદિરે ગયા હતા. આ સમયે બંધ બોડી ગાડીમા આગ લાગવાથી મોટી જાનહાની ટળી હતી.

Car fire

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્થાનિક લોકોની તકેદારીના કારણે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ફાયર ફાઈટરે ગાડીમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. બંધ ગાડીમા આગ લાગવાથી કોઇ જાનને નુકશાન પહોંલ નથી. પણ ગાડીનું એન્જીન બળીને ખાખ બની ગયુ હતુ. દહેગામ યાત્રિકની ગાડીનો નંબર GJ 18 BH 2798 સામે આવ્યો છે. આગની ઘટના દરમ્યાન ડ્રાઇવર સહિતના કારમાં હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઘટનાને લઇ ફાયર ફાઇટર સ્ટાફે ભારે જહેમતને અંતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.


રિપોર્ટ:ક્રિષ્ણા ગુપ્તા , અંબાજી

********