Ahmed Patel 1909

ઓનલાઈન શિક્ષણના મહત્વપૂર્ણ વિષય મુદ્દે ટાસ્કફોર્સની રચના કરવા રાજ્યસભામાં અહમદભાઈ પટેલની માંગ.

Ahmed Patel 1909
File Pic

કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ ઓનલાઈન શિક્ષણના મહત્વપૂર્ણ વિષય મુદ્દે ટાસ્કફોર્સની રચના કરવા શ્રી અહમદભાઈ પટેલની રાજ્યસભામાં માંગ.

  • ડીજીટલ ઈન્ડીયા અમીર અને ગરીબ વચ્ચે ડીજીટલ અસમાનતાનું કારણ બનવું ના જોઈએ
  • શિક્ષણ અભ્યાસક્રમમાં ફેરફારની જગ્યાએ કેન્દ્ર સરકાર ગરીબ-સામાન્ય-જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કલાસમાં જોડવા માટે સહાય કરવામાં અને તેના માટે આર્થિક વ્યવસ્થા પર કામ કરવું જોઈએ: શ્રી અહમદભાઈ પટેલ

દિલ્હી,૧૯ સપ્ટેમ્બર:કોરોના વૈશ્વિક મહામારીમાં ૬ મહિના કરતા વધુ સમયથી શાળાઓ બંધ છે. ઓનલાઈન શિક્ષણ સામાન્ય – મધ્યમવર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે પરવડે તેવું નથી ત્યારે, ડીજીટલ ઈન્ડીયા અમીર અને ગરીબ વચ્ચે ડીજીટલ અસમાનતાનું કારણ બનવું ના જોઈએ તેવી વિગતો રાજ્ય સભામાં રજુ કરતા અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના લીધે છેલ્લા છ મહિનાથી શાળા બંધ છે. સરકારી અને ખાનગી શાળા ઓનલાઈન શિક્ષણ આપી રહી છે. જેમાં મોટા ભાગે શાળાઓ ફી વસૂલવા માટે યોગ્ય વ્યવસ્થા ગણાવવામાં આવી રહી છે.

ઓનલાઈન એજ્યુકેશનથી આર્થિક રીતે નબળા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે આર્થિક બોજો પડી રહ્યો છે. સામાન્ય – મધ્યમવર્ગના ઘણા પરિવારો પાસે લેપટોપ, કોમ્પ્યુટર નથી અને તેમની પાસે સ્માર્ટફોન સમગ્ર પરિવાર વચ્ચે એક જ હોય છે. ડીજીટલ ઈન્ડીયા અમીર અને ગરીબ વચ્ચે ડીજીટલ ભેદભાવ – અસમાનતાનું કારણ બનવું ના જોઈએ. ગુજરાત, દિલ્હી, કેરલ અને બંગાળ જેવા અમુક રાજ્યો માં ઓનલાઈન શિક્ષણના તાણને કારણે આત્મહત્યા થી જીવન ટુકાવ્યું.

loading…

ઓનલાઈન એજ્યુકેશન, ડીજીટલ વ્યવસ્થાની મોજણી (75-round NSS) ની વિગતો રજુ કરતા રાજ્યસભાના સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, NSS ના મોજણીમાં માત્ર ૨૪ ટકા ઘરમાં જ ઈન્ટરનેટ નો ઉપયોગ થઈ રહ્યો છે. માત્ર ૯ ટકા વિદ્યાર્થી જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સર્વેમાં ૩ ટકા વિદ્યાર્થીઓ પાસે લેપટોપ અથવા પર્સનલ કોમ્પ્યુટર છે. ૪ ટકા વિદ્યાર્થીઓ અનલીમીટેડ ડેટા યોજનાની સાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે.

દિલ્હી સરકારના સર્વે અનુસાર ૮૦ ટકા ઘરોમાં લેપટોપ / કોમ્પ્યુટર ઉપલબ્ધ નથી. તેલંગણા ટીચર્સ ફેડરેશન સર્વેમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે કે ઓનલાઈન શિક્ષણમાં ૭૦ ટકા વિદ્યાર્થીઓ નિષ્ક્રીય છે. ક્ષેત્રીય અસંતુલનની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ, બિહાર અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં ઈન્ટરનેટની પહોંચ ગોવા, દિલ્હી અને હિમાચલની તુલનામાં ઓછી ગુણવત્તાવાળી છે. વર્ષ ૨૦૧૪ માં મોદી સરકારે વચન આપ્યું હતું કે, ૨.૫ લાખ ગ્રામ્ય પંચાયત ને ૨૦૧૭માં બ્રોંડબેન્ડ થી જોડવામાં આવશે અન્ય યોજનાની જેમ જ જાહેરાત પૂરતું જ રહી. માત્ર ૨૩૦૦૦ ગ્રામ પંચાયત બ્રોડબેન્ડથી જોડાવવામાં આવી છે.

Banner City 1

કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને જોઈને કેન્દ્ર સરકાર સમક્ષ શિક્ષણના મહત્વપૂર્ણ વિષય પર માંગ કરતા રાજ્ય સભાના સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉચ્ચકક્ષાનું ટાસ્કફોર્સની રચના કરવામાં આવે જે ઓનલાઈન કલાસ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પર ગંભીર માનસિક દબાણ – તણાવ ઉભુ કરી રહ્યાં છે તેનો અભ્યાસ કરવામાં આવે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે પરામર્શ કર્યા બાદ એક રાષ્ટ્રિય દિશા નિર્દેશ નક્કી કરવા જોઈએ.

તેથી ઓનલાઈન અભ્યાસક્રમ, ચલાવવાના નિયમ અને પધ્ધતિ નક્કી થાય. શિક્ષણ અભ્યાસક્રમમાં ફેરફારની જગ્યાએ કેન્દ્ર સરકાર ગરીબ-સામાન્ય-જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કલાસમાં જોડવા માટે સહાય કરવામાં અને તેના માટે આર્થિક વ્યવસ્થા પર કામ કરવું જોઈએ.