જામનગરમાં મોડી સાંજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો

ભૂકંપની તીવ્રતા ૨.૮;જ્યારે ભૂકંપ નું કેન્દ્ર બિંદુ જામનગર થી ૨૫ કિમી દૂર નોંધાયું

રિપોર્ટ:જગત રાવલ
જામનગર શહેર મા આજે મોડી સાંજે હળવો ભૂકંપ નો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છવાયો છે. ભૂકંપની તીવ્રતા ૨.૮ ની અને તેનું કેન્દ્ર બિંદુ જામનગર થી ૨૫ કિ.મી. દૂર હોવાનું નોંધાયું છે.
જામનગર ની ધરતી એ આજે ફરીથી સળવળાટ કર્યો છે. સાંજે સાત વાગ્યા ને ૧૬ મિનિટે ૨.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, અને ધ્રુજારો અનુભવતા કેટલાક લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે કોઈ જાનમાલની નુકસાની ના અહેવાલો નથી, જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગર થી ૨૫ કી.મી દુર સાઉથ ઈસ્ટ માં નોંધાયું છે.