અમદાવાદથી કેવડીયા જતી ટ્રેનનું આણંદ ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત

Train Kewadia

આજનો દિવસ અમારા માટે ઐતિહાસીક દિવસ છે: સરદારના કુટુંબીજનો

સાંસદ મિતેશભાઇ પટેલ અને મહાનુભાવોએ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી

કલેકટર આર.જી.ગોહીલે ટ્રેનના ડ્રાઇવર-આસી.ડ્રાઇવરનું એન્જીનમાં જઇને સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કર્યુ

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ
આણંદ, ૧૭ જાન્યુઆરી:
અમદાવાદથી કેવડીયા કોલોની જઇ રહેલી જન શતાબ્દી ટ્રેન આણંદ સ્ટેશને આવી પહોચતા આણંદ સાંસદશ્રી મિતેશભાઇ પટેલ, કલેકટરશ્રી આર.જી.ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષકુમાર,જિલ્લા પોલીસ અધિકારીશ્રી રાજીયન, ખંભાતના ધારાસભ્ય શ્રી મયુરભાઇ રાવલ,ની ઉપસ્થિતિમાં પોલીસબેન્ડની સુરાવલી સાથે સ્વાગત કર્યું હતું અને લીલી ઝંડી બતાવીને પોલીસ બેન્ડની સુરાવલી સાથે ટ્રેનને કેવડીયા જવા રવાના કરી હતી.

Whatsapp Join Banner Guj

ટ્રેનના ડ્રાઇવરશ્રી શ્રીકાંત જગતાપ અને આસીસ્ટંટ ડ્રાઇવરશ્રી અખિલેશસિંહનું એન્જીનના ડબ્બામાં જઇ કલેકટરશ્રી આર.જી. ગોહીલે મ્હોઢુ મીઠુ કરાવી સરદાર સાહેબશ્રીની પ્રતિમા આપી બહુમાન કરી શુભેચ્છા આપી હતી. આણંદ ખાતેથી ૫૫ જેટલા મહાનુભાવોને કેવડીયા જતી ટ્રેનમાં બેસવાનો લ્હાવો મળ્યો હતો. જેમાં સરદાર સાહેબના આઠ જેટલા કુટુંબીજનો પણ સમાવેશ થાય છે.

Sardar Patel Family 3

સરદાર પટેલ સાહેબના પૌત્રશ્રી ભૂપેન્દ્રભાઇ મનુભાઇ પટેલે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, સરદાર સાહેબે સમગ્ર દેશના રાજા રજવાડાઓને ભેગા કરી વિવિધતામાં એકતાનું કામ કર્યુ હતુ તેમ આજે કેવડીયા ખાતે સરદાર પટેલ સાહેબ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉચી પ્રતિમા મુકી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેવડીયાને માત્ર નર્મદા ડેમ નહી પણ સરદાર સાહેબની પ્રતિમાને જોવા આવનાર માટે વિશ્વ કક્ષાનું પર્યટન સ્થળ બનાવી રસ્તા માર્ગે અને સાથેજ રેલ્વે માર્ગે પણ અન્ય રાજ્યના પ્રવાસીઓ કેવડીયા સહેલાઇથી પહોચી કશે તે માટે ખુબ જ ટૂંકા સમયમાં કેવડીયા આવવા જવાની અનુકુળતા ઉભી કરી છે. તે માટે નરેન્દ્રભાઇ મોદી સાહેબનો પણ અમે સૌ કુટુંબીજનો આનંદની લાગણી સાથે આભાર માનીએ છીએ અને સાથો સાથ અમોને યાદ કરી પ્રથમ ટ્રેનમાં બેસી કેવડીયા જવાનો મોકો આપ્યો તે બદલ આભાર વ્યક્ત કરીએ છીએ તેમ જણાવ્યું હતું.

પ્રારંભમાં કલેકટરશ્રી આર.જી. ગોહીલે સૌને આવકાર્યા હતા. સુરમિલન સ્કુલ ઓફ ઇન્ડીયન મ્યુઝિક એન્ડ ડાન્સ,વલ્લભ વિદ્યાનગરના કલાકાર ભાઇ બહેનોએ દાંડીયારાસ રજૂ કર્યો હતો.
આણંદના સાંસદશ્રી મિતેશભાઇ પટેલે આજનો દિવસ ઐતિહાસીક છે સરદાર સાહેબની પ્રતિમાના સ્થળે કેવડીયા કોલોની ખાતે જવા માટે ટ્રેન શરૂ કરવામાં આવી છે જે સરાહનીય કામ થયુ છે. પ્રજાની સગવડતા વધી છે. ખુબ જ ઓછા સમયમાં રેલ્વેલાઇન નાખી ટ્રેન શરૂ કરવામાં આવી છે જે ધન્યવાદને પાત્ર છે. સરદાર સાહેબની ઇચ્છાઓ દેશના વડાપ્રધાનશ્રી નેન્દ્રભાઇ મોદીએ પૂર્ણ કરી છે. હવેથી દેશના અન્ય રાજ્યોમાંથી ટ્રેન શરુ થવાથી પ્રવાસીઓ કેવડીયા આવશે સરદાર પટેલ સાહેબની પ્રતિમા જોશે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ હવે પર્યટનસ્થળમાં ફેરવાઇ ગયુ છે જેનો વિશ્વસ્તરે નામના થઇ ચૂકી છે.

Sardar Patel Family 2

કેવડીયા જ્યા સુધીના રસ્તા નવા બનાવવામાં આવ્યા છે. અમદાવાદથી સી-પ્લેન મારફતે પણ જઇ શકાય છે. અને હવે રેલ્વેની સુવિધા આવવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. અને સાથે જ સરદાર સાહેબનું નામ ગુંજતુ રહેશે. અને લોકો તેમના વિરાટ વિશ્વની સૌથી ઉચી તેમના નામ અને કામ મુજબની પ્રતિમાના દર્શને આવશે. આજની આ ક્ષણને અમે સૌ પરિવારજનો માટે ઐતિહાસીક ઘડી છે. આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. તેમ સરદાર સાહેબના કુટુંબીજનોએ જણાવ્યું હતું.

આ પ્રસંગે વડોદરા રેલ્વે મંડળના સિનીયર રેલ્વે અધીકારીશ્રી હરીકેશ મીણા, આણંદ રેલ્વે સ્ટેશનના સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રી રંજીતસિંહ, પ્રાંત અધિકારશ્રી જે.સી.દલાલ, મામલતદાર સર્વશ્રી કેતનભાઇ રાઠોડ, આર.બી..પરમાર, મનુભાઇ હિહોર, રૈલ્વે કમિટીના શ્રી મિહીર દવે, શ્રી ગીરીશભાઇ પટેલ, આણંદના અગ્રણીશ્રી વિપુલભાઇ પટેલ, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી કાંતિભાઇ ચાવડા સહિત રેલ્વેના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…લોકડાઉન બાદ લોકોમાં વધ્યો સાયકલિંગનો ક્રેઝ: સિંગર અરવિંદ વેગડાએ રાઇડર્સનો ઉત્સાહ વધાર્યો સાથે સાઇકલિંગનું મહત્વ જણાવ્યું