Snake Saap 2

જામનગરના લાલપુર વિસ્તારમાં ૯ માસમાં ૧૮૪ સરીસૃપ નું રેસ્ક્યુ કરાયું..

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૭ ઓક્ટોબર: જામનગરમાં લાલપુર તાલુકામાં સરીસૃપ નું પ્રમાણ ખુબજ વધારે છે ત્યારે ઘણી વખત માનવ વસાહતની આજુબાજુમાં અવાર નવાર અલગ અલગ પ્રકારના સરીસૃપ આવી ચડે છે ત્યારે લાલપુર ખાતે રહેતા અને ઘણા વર્ષોથી સર્પ બચાવની કામગીરી કરતા લાખોટા નેચર ક્લબ અને લાલપુર સ્નેક & બર્ડ રેસ્ક્યું ગ્રૂપના અમિતભાઈ મહેતા અને સગરભાઈ કણસાગરા તથા તેમની ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના સ્ટાફ દ્વારા દિવસ રાત જોયા વગર પોતાના સ્વખર્ચે આસપાસના ગામડાં માંથી સર્પ બચાવની સેવા કરી રહ્યા છે.

Advt Banner Header

તેઓ દ્વારા છેલ્લા 9 મહિના માં 184 સરીસૃપ નો બચાવ કરી ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની મદદ થી નજીકના જ બરડા અભિયારણ્ય માં કુદરતના ખોળે મૂકવામાં આવેલ છે. લાલપુર જિલ્લા માં અજગર (Indian Rock Python) નું પ્રમાણ વધારે હોવાથી તેને બચાવવા ની કામગીરી પણ સુંદર રીતે કરવામાં આવે છે. જો આપની આસપાસ કોઈ સરીસૃપ જોવા મળે તો એને મારો નહિ ફી હેલ્પલાઇન 7405468321 & 9979399162 નો સંપર્ક કરવો.

loading…