Homegaurd liquor ambaji edited

અંબાજી માં દારૂની હેરાફેરી કરતો હોમગાર્ડ (Homeguard) જવાન ઝડપાયો 1.37 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો

Homegaurd liquor ambaji edited

અંબાજી માં હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતો હર્ષ હરેશભાઇ દવે પોતે હોમગાર્ડ (Homeguard)ની નોકરી સાથે અંબાજી મંદિર ના પ્રસાદ વિતરણ કેન્દ્ર માં સુપરવાઈઝર તરીકે પણ ઓઉટસોર્સ તરીકે ફરજ બજાવતો હતો

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૬ માર્ચ:
ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી હોમગ્રાડ (Homeguard) યુનિટ માં છેલ્લા 5 વર્ષ થી ફરજ બજાવતો હર્ષ હરેશભાઇ દવે પોતાની અલ્ટો કાર માં વિદેશી દારૂ ભરી ને ઉભો છે તેવી હકીકત અંબાજી પોલીસ ને મળતા પોલીસ સબઇન્સ્પેક્ટર પીકે લીંબચીયા એ.એસ.આઇ રઘુભાઇ પોલીસ સ્ટાફ સાથે અંબાજી હાઇવે પર આવેલી શામળ ભાઈ ની ચા ની હોટલ આગળ ઉભેલી અલ્ટો કર નંબર -GJ 01HJ 8392 ની તપાસ કરતા 42 બોટલ વિદેશી દારૂ ની કિંમત રૂપિયા 52200 નું ઝડપી પડ્યો છે

ADVT Dental Titanium

તેમજ અલ્ટો કાર અને મોબાઈલ સહીત કુલ રૂપિયા 1.37 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી એ.એસ.આઇ રઘુભાઇ એ દાખલ કરેલી ફરિયાદ ના આધારે પોલીસ સબઇન્સ્પેક્ટ પીકે લીમ્બાચીયા વધુ તપાસ કરી રહ્યા છે અંબાજી માં હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતો હર્ષ હરેશભાઇ દવે પોતે હોમગાર્ડ ની નોકરી સાથે અંબાજી મંદિર ના પ્રસાદ વિતરણ કેન્દ્ર માં સુપરવાઈઝર તરીકે પણ ઓઉટસોર્સ તરીકે ફરજ બજાવતો હતો અને આ હર્ષ દવે ની ગાડી માંથી પકડાયેલો રૂપિયા 52200 નો વિદેશી દારૂ લાવા લઇ જવા પાછળ કોનો દોરી સંચાર છે તેની શોધ પોલીસ કરી રહી છે.

Homgaurd car ambaji edited

હોમગાર્ડ તરીકે ફરજ બજાવાની સાથે અંબાજી મંદિર માં પ્રસાદ વિતરણ કેન્દ્ર માં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હોય ત્યારે પોતાની ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે પોતાની ફરજ માં બેદરકારી ને લઈ આકરા પગલાં લેવાય તેવી પ્રજા ની માંગ ઉઠી છે અંબાજી પોલીસે નશાબંધી ના નવા કાયદા અનુસાર ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…આજે રાજ્યમાં 2190 નવા કેસ નોંધાયા, સાજા થવાનો દર ઘટીને 95.07 ટકા પર પહોંચ્યો!