Bio diesel pump seal

ઘોઘા તાલુકાનાં તણસા ગામે ગેરકાયદેસર બાયો ડિઝલ પંપ (Biodiesel pump) સીઝ : કુલ રૂ.૪.૯૨ લાખની માલ-મિલકત સીઝ

ઘોઘા તાલુકાનાં તણસા ગામે ગેરકાયદેસર બાયો ડિઝલ પંપ (Biodiesel pump) સીઝ : કુલ રૂ.૪.૯૨ લાખની માલ-મિલકત સીઝ

અહેવાલ: દિનેશ મકવાણા
ભાવનગર, ૨૬ માર્ચ:
ઘોઘા તાલુકાનાં તણસા ગામે ગેરકાયદેસર રીતે ચાલતા બાયો ડિઝલ પંપને (Biodiesel pump) જિલ્લા પુરવઠા તંત્રએ ગત મોડી રાત્રે સીઝ કરવામાં આવેલ.અનિરુધ્ધસિંહ પ્રભાતસિંહ જાડેજા દ્વારા રાજ આશાપુરા ડેપોના નામે ચાલતા બાયો ડિઝલ પંપ વિષે જિલ્લા પુરવઠા તંત્રને માહિતી મળતા જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા સ્ટાફ સાથે ગત રાત્રે ૧૨:૩૦ કલાકે દરોડો પાડ્યો હતો.

ADVT Dental Titanium

આ દરોડા દરમ્યાન બાયો ડિઝલ પંપ દ્વારા ગેરકાયદેસર રીતે ફ્યુઅલીંગની અનિયમિતતાઓ માલૂમ પડતાં અંદાજીત ૬૫૨૦ લીટર બાયો ડિઝલ (Biodiesel pump) નો જથ્થો, લોખંડનો એક ટાકો, એક પ્લાસ્ટિકની ટાંકી મળી કુલ રૂ.૪.૯૨ લાખની માલ-મિલ્કત સીઝ કરવામાં આવી છે.

Bio diesel pump seal 3

સીઝ કરેલ બાયો ડિઝલનો નમૂનો પૃથ્થકરણ માટે અન્ન અને નાગરીક પુરવઠા કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવશે. પૃથ્થકરણ અહેવાલ બાદ પેઢીના માલિક વિરૂધ્ધ ભાવનગર કલેક્ટરની કોર્ટમાં કેસ ચલાવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Whatsapp Join Banner Guj

ગેરકાયદેસર રીતે બાયો ડિઝલનું (Biodiesel pump) ખરીદ-વેચાણ કરવું કાયદેસરનો ગુન્હો બને છે. ભાવનગર જીલ્લામાં બાયો ડિઝલના ખરીદ-વેચાણ અંગે કોઈ ગેરરિતી જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરી શકાશે તેમજ પુરવઠા કચેરીના ઇ-મેઈલ dso-bav@gujarat.gov.in પર જાણ કરી શકાશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી ભૂમિકા વાટલીયાએ જણાવ્યું છે.

આ પણ વાંચો…અંબાજી માં દારૂની હેરાફેરી કરતો હોમગાર્ડ (Homeguard) જવાન ઝડપાયો 1.37 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો