freestocks 11SgH7U6TmI unsplash

નેટફ્લિક્સના દર્શકો માટે ખુશખબર..! 2 દિવસ જોઈ શકશો ફ્રી.. જાણો આ બે તારીખો કંઈ છે

NETFLIX
Photo by freestocks on Unsplash

અમદાવાદ, ૨૩ નવેમ્બર: નેટફ્લિક્સએ ભારતમાં બે દિવસો સુધી પોતાની સર્વિસ ફ્રી આપવાનુ એલાન કર્યુ છે. કંપનીએ કહ્યું કે  આવું Netflix Stream Fest અંતર્ગત કરવામાં આવી રહ્યુ છે. Netflixના આ સ્ટ્રીમ ફેસ્ટ દરમિયાન ભારતમાં કોઇપણ Netflixના પ્રીમિયમ કંટેન્ટને જોઇ શકે છે. તેના માટે કોઇ ચાર્જ ચુકવવાનો નથી. જો કે તેના માટે તમારે ઇમેલ આઇડી અથવા મોબાઈલ નંબર દ્વારા સાઇન ઇન-સાઇન અપ કરવાનુ રહેશે.. 

whatsapp banner 1

આજથી Netflix.co,/streamfest પર જઇને રિમાઇન્ડર સેટ કરી શકો છો, જેથી જેવુ તે લાઇવ થાય તમે ફ્રી Netflix જોઇ શકો છો. કંપનીએ કહ્યું છે કે નેટફ્લિક્સ એકાઉન્ટથી સ્માર્ટફોન, ટીવી, આઇઓએસ ડિવાઇસ, ગેમિંગ કંસોલ દરેક જગ્યાએ કંટેન્ટ જોઇ શકશો. આ સ્માર્ટફોનથી ટીવીમાં પણ સ્ક્રીન કરી શકાશે. ભારતમાં Netflix ફ્રી 5- 6 ડિસેમ્બરની રાતે 12.00 વાગ્યા સુધી જોઈ શકાશે.

આ પણ વાંચો: