Chief Commercial Manager Award edited

અમદાવાદ ડિવિજનના 18 કર્મચારીઓને અનુકરણીય કાર્ય માટે પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

Awarded for exemplary work to 18 employees of Ahmedabad Division

 અમદાવાદ, ૧૧ નવેમ્બર: પશ્ચિમ રેલ્વેના પ્રમુખ મુખ્ય વાણિજ્યિક પ્રબંધક શ્રી આર.કે. લાલ દ્વારા વર્તમાનમાં ચાલુ કોવિડ -19 મહામારી દરમિયાન અમદાવાદ વિભાગના 18 વાણિજ્યિક કર્મચારીઓને મેરીટ સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.વરિષ્ઠ મંડલ વાણિજ્યિક પ્રબંધક શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શ્રી લાલ દ્વારા જેઓને અમદાવાદ ડિવિજનની મુલાકાત દરમિયાન ઉલ્લેખનીય કર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા

whatsapp banner 1

એમાં શ્રી વિવેક મિશ્રા, શ્રી મનોજ શર્મા, શ્રી વિનોદ વાણીયા, શ્રી નીરજ મહેતા, શ્રી યજુશ આચાર્ય, તેજેન્દ્રસિંહ ચઢ્ઢા, શ્રી વી.આર. મેનન, શ્રી રાજેશ તન્ના, શ્રી પિયુષ જાની, શ્રી એન. ટી. જસવાણી, શ્રી. કે. પી. ચૌહાણ, શ્રી યુજીન ડીક્રુઝ, શ્રીમતી પોની ડીક્રુઝ, શ્રીમતી ઉમા અય્યર, શ્રીમતી એન્જેલિન ચાર્લી, શ્રીમતી સુમન ગોસ્વામી,શ્રીમતી નિર્મલા ખંડેલવાલ અને કુમારી રિદ્ધિ રાઠોડ ઉપરાંત 11 ટિકિટ ચેકિંગ સ્ટાફને મેરીટ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, જેઓ ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’ નો ભાગ હતા અને રેલવે સ્ટાફ અને તેના કુટુંબના સભ્યોને COVID-19 પોઝિટિવ તરીકે ઓળખાયા બાદ ઝડપી તબીબી સારવાર મેળવવામાં ઉત્તમ કામ કર્યું છે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ