oxygen exp 1

Hapa oxygen exp: જામનગરના હાપા ગુડ્સ શેડથી 9 મી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના કરાઈ

Hapa oxygen exp: ઓક્સિજન ટેન્કરોમાં કુલ 129.86 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન મોકલવામાં આવ્યા છે

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૮ મે:
Hapa oxygen exp: જામનગરના હાપા ગુડ્સ શેડથી દિલ્હી કેન્ટ માટે 6 ઓક્સિજન ટેન્કર સવારે 04.45 વાગ્યે માલ ટ્રેનમાં રવાના કરાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા આ ઓક્સિજન ટેન્કરોમાં કુલ 129.86 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન મોકલવામાં આવ્યા છે

Whatsapp Join Banner Guj

આ ટ્રેન તેના લક્ષ્યસ્થાન સુધી પહોંચવા માટે 1105 કિમીનું અંતર પૂરું કરશે, આ (Hapa oxygen exp) ઓક્સિજન ટેન્કરોથી પૂરા પાડવામાં આવેલા ઓક્સિજનને ઉત્તર પ્રદેશ, દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં કોવિડ કેર હોસ્પિટલોના દર્દીઓ દ્વારા ઉપયોગ માટે પરિવહન કરવામાં આવનાર છે.

નોંધનીય છે કે, રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં કુલ 724.21 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવી છે.

આ પણ વાંચો…Vaccination: જામનગર શહેરના વોર્ડ નંબર ૧ તથા ૨માં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયા

ADVT Dental Titanium