ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે
દરેક ક્ષેત્ર, દરેક વર્ગને આવરી લઈને તેના હિતના નિર્ણયો લઈ રહી છે.

ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦
ગુજરાતનો ખેડૂત રાજયની પી.એમ.સી.માં પોતાની જણસને વેચી શકશે અને રાજ્ય નો કોઈ પણ વેપારી એક જ લાયસન્સથી રાજ્ય ની તમામ apmc માંથી ખરીદી કરી શકશે. જેથી સ્પર્ધા થશે અને ખેડૂતને સારાં ભાવ મળશે.આ ખેડૂતહિતના નિર્ણય આવકારદાયક છે. -ભરત પંડયા
………………….
માત્ર apmc માંથી ખરીદશે તો જ માર્કેટ ફી ભરવી પડશે ખેડૂત ના ઘરે થી ડાયરેક્ટ ખરીદશે તો નહિ ભરવી પડે .
ખેડૂત પ્રતિનિધિ ની સંખ્યા 8 થી વધારી 10 કરી એટલે ખેડૂત નો અવાજ વહીવટ માં બહુમતી બનશે. -ભરત પંડયા
………………….
નર્મદાનું પાણી, ખેડૂત વીમો,કિસાન સન્માનનિધિ ,ખેડૂત, ખેતમજૂરને પેન્શન, નીમ કોટેડ ખાતર , ટેકાનાં ભાવે ખરીદી , પાકવીમો સહિત અનેક ખેડૂતહિતનાં નિર્ણયો આઝાદી બાદ પહેલીવાર શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે અને જે તે સમયે ભાજપની રાજય સરકારોએ લીધાં છે.
-ભરત પંડયા
………………….ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે,ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે દરેક ક્ષેત્ર, દરેક વર્ગને આવરી લઈને તેના હિતના નિર્ણયો લઈ રહી છે. બી.પી.એલ., એ.પી.એલ. કે પરપ્રાંતિયોને મફત અનાજ આપવાની વાત હોય કે દિવ્યાંગ કે વિધવા બહેનોને સહાય આપવાની હોય અને નાના-મોટા ઉદ્યોગને રાહત આપવાની હોય કે પછી શ્રમિકો કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયોની લેવાની વાત હોય કે પછી ખેડૂતહિતની વાત હોય. શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતહિત માટે એક નવું પગલું ભર્યું છે. ખેડૂત કોઈપણ એ.પી.એમ.સી.માં પોતાની જણસને વેચી શકશે. અને રાજ્ય નો કોઈ પણ વેપારી એક જ લાયસન્સથી રાજ્ય ની તમામ apmc માંથી ખરીદી કરી શકશે. જેથી સ્પર્ધા થશે અને ખેડૂતને સારાં ભાવ મળશે.

અને માત્ર apmc માંથી ખરીદશે તો જ માર્કેટ ફી ભરવી પડશે ખેડૂત ના ઘરે થી ડાયરેક્ટ ખરીદશે તો નહિ ભરવી પડે .
ખેડૂત પ્રતિનિધિ ની સંખ્યા 8 થી વધારી 10 કરી એટલે ખેડૂત નો અવાજ વહીવટ માં બહુમતી બનશે.
આ ખેડૂતહિતનાં નિર્ણયને ભાજપ આવકારે છે.અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી અને કૃષિમંત્રીશ્રી આર. સી. ફળદુને અભિનંદન આપે છે. કારખાનેદાર, દુકાનદાર કે ઉદ્યોગકાર પોતાનો માલ કોઈને પણ વેચી શકતો હોય છે. પણ ખેડૂત જે તે વખતે વેચી શકતો ન હતો.ભાજપ સરકારનાં નિર્ણયોમાં ખેડૂત પોતાનું ખેત ઉત્પાદન રાજયની કોઈપણ એ.પી.એમ.સી.માં જઈને વેંચી શકશે તેવો પહેલાં નિર્ણય કરવામાં આવ્યો અને હવે એક જ લાયસન્સ માં વેપારી કોઈપણ એપીએમસીમાંથી ખરીદી શકશે. ભાજપની સરકાર હંમેશા ખેડૂતો માટે નિર્ણયો લેતી આવી છે. ભૂતકાળમાં ખેડૂત પોતાની જમીન ૮ કિ.મી.ની અંદર વેચી શકે તેવો કાળો કાયદો પણ ભાજપની સરકારે દૂર કર્યો છે. ટ્રેકટરને ખેતીના ઉપયોગ માટે ગણવામાં આવતું ન હતું ત્યારે ભાજપની સરકારે આવીને ટ્રેકટરને બળદગાડાને જેમ ટ્રેકટરને ખેડૂતની જરૂરીયાતનું સાધન ગણવાનો નિર્ણય કર્યો હતો.
શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. રૂ. ૪૦ હજાર કરોડની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં જોગવાઈ હોય કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હોય. સોઈલ હેલ્થ કાર્ડ સાથે ઈ-નામ કે પછી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી હોય કે પછી યુરીયા ખાતરને નીમકોટેડ યુરીયા ખાતર કરીને ખેડૂતો માટે યુરીયાની ઉપલબ્ધતા સરળ બનાવી છે. ખેડૂત સન્માન નિધી અંતર્ગત ખેડૂતના ખાતામાં સીધાં પૈસા જમા કરવામાં આવે છે.
નર્મદાનું પાણી, ખેડૂત વીમો,કિસાન સન્માનનિધિ ,ખેડૂત, ખેતમજૂરને પેન્શન, નીમ કોટેડ ખાતર , ટેકાનાં ભાવે ખરીદી સહિત અનેક ખેડૂતહિતનાં નિર્ણયો આઝાદી બાદ પહેલીવાર શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે અને જે તે સમયે ભાજપની રાજય સરકારોએ લીધાં છે.
છેલ્લા ઘણાં વર્ષોથી અનેક કુદરતી આપત્તિમાં પણ અનેક યોજનાઓ સહિત કૃષિ મહોત્સવ કાર્યક્રમને કારણે કૃષિ ઉત્પાદનમાં દેશભરમાં કેટલાંક ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. સિંચાઈ માટેની નર્મદા યોજના, સૌની યોજના, સુજલામ-સુફલામ જેવી અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને સુખી કરવાનાં પ્રયાસો થયા છે. સરકાર ખાતર, બિયારણ , દવા અને ટ્રેકટર માટે સબસીડી આપે છે. અને ૦% વ્યાજે લોન આપે છે. આ બન્ને સરકારોએ ખેડૂતના હિતમાં વધુને વધુ નિર્ણયો સાથે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. તેમશ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

Advertisement