womens day Celebration 2

મહિલા દિવસ ઉજવણી (women’s day Celebration) પર જામનગરના ધ્રોલમાં “અમને આપના પર ગર્વ છે” કાર્ડ દ્વારા મહિલાઓનું સન્માન

મહિલા દિવસ ઉજવણી (women’s day Celebration) પર જામનગરના ધ્રોલમાં “અમને આપના પર ગર્વ છે” કાર્ડ દ્વારા મહિલાઓનું સન્માન

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૮ માર્ચ
: આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી (women’s day Celebration) અંતર્ગત જે મહિલા બ્હેનો પોતાના ઘર પરિવારની જવાબદારી ઉપરાંત પણ અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા છે

જેમ કે હોસ્પિટલનાં નર્સ-ડોક્ટર, પોલીસ સ્ટેશનમાં કાર્ય કરતા બહેનો, બસ સ્ટેશનમાં કંડકટર, શાક માર્કેટમાં શાકભાજી વહેંચતા મહિલા બહેનો વગેરે જેવા કાર્ય ક્ષેત્ર સાથે જોડાયેલા મહિલા બહેનોનું ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરીત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ની ટીમ દ્વારા હાથ બનાવટના “અમને આપના પર ગર્વ છે”

Whatsapp Join Banner Guj

એવા કાર્ડ તૈયાર કરી દરેક જગ્યાએ રૂબરૂ જઈ ફરજ બજાવતા (women’s day Celebration) મહિલા બહેનોનું આ કાર્ડ આપી સન્માન કરવામાં આવ્યું. સરકારી કચેરીઓમાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાની નીચે કામ કરતા મહિલા કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન (women’s day Celebration) બાદ ઘણીબધી મહિલાઓએ જણાવ્યું હતું કે આ તેમનું પ્રથમ વખત સન્માન થયું હતું. ઉપરાંત તેઓએ એ પણ જણાવ્યું કે તેઓની નોંધ પણ આ સમાજમાં કોઈ લઇ રહ્યું છે એ બદલ બધાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમ ઉપરાંત વિજ્ઞાનકેન્દ્ર પર બાળકથી બાળક સુધીની સફર કરાવતા જાતીય શિક્ષણ આધારિત ૭૫ ચાર્ટ્સની “સર્જન યાત્રા”ના પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રોલ વિસ્તારની કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ આ પોસ્ટર પ્રદર્શન નિહાળ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું આયોજન (women’s day Celebration) વિજ્ઞાનકેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરિયા એ તમામ બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના પાઠવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિજ્ઞાનકેન્દ્રની ટીમે ભારે જહેમત ઉઠાવેલ હતી.

આ પણ વાંચો…જામનગરમાં વિશ્વ મહિલાદિન નિમિતે મહિલા સંમેલન (Mahila Sammelan) યોજાયું.