Mahila sammelan JMC

જામનગરમાં વિશ્વ મહિલાદિન નિમિતે મહિલા સંમેલન (Mahila Sammelan) યોજાયું.

Mahila sammelan Jamnagar

ટાઉનહોલ માં યોજાયેલા કાર્યક્રમમાં (Mahila Sammelan) મોટી સંખ્યામાં મહિલા કોર્પોરેટરો અને આગેવાનો હાજર રહ્યા

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૮ માર્ચ:
8 માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે, સમગ્ર વિશ્વમાં આજના દિવસે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે જામનગરના ટાઉનહોલમાં પણ મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj

મહિલા અને બાળ વિભાગ ગુજરાત રાજ્ય, જામનગર મહાનગરપાલિકા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સંમેલનમાં મહાનગરપાલિકા ના કમીશ્નર સતીશ પટેલ, ડો. કલ્પનાબેન ખંડેરિયા, એડવોકેટ કિરણબેન શેઠ, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, અલકાબા જાડેજા, તૃપ્તિબેન ખેતીયા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

Mahila sammelan JMC

આ તકે મહિલાઓને લગતા કાયદાઓનું માર્ગદર્શન, મહિલા આરોગ્ય અંગે માહિતી, 181 અભયમ યોજના, સાઇબર ક્રાઇમ અને વ્હાલી દીકરી યોજના અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો…અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો ડાયવર્ટ રૂટ (Divert Route) ઉપર ચાલશે,જાણો વિગત…..