Manish Doshi

કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ૨૦ લાખ કરોડ સેરવી લીધા: ડૉ. મનિષ એમ. દોશી

Petrol pump

કેન્દ્રની ભાજપ સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો એકસાઇઝ વધારો ઝીંકી નાગરીકોના ખિસ્સામાંથી ૨૦ લાખ કરોડ સેરવી લીધા: ડૉ. મનિષ એમ. દોશી

  • ગેસ,-પેટ્રોલ-ડીઝલમાં સતત વધારાથી સામાન્ય, મધ્યમ વર્ગની જીવન ધોરણ ખીરવાયું
  • કેન્દ્ર સરકાર નક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસેથી સુનિયોજિત રીતે લૂંટ ચલાવી રહી છે.
  • જીડીપી(GDP) વધારવામાં અને આર્થીક મોરચે સદંતર નિષ્ફળ નીવડેલ કેન્દ્ર અને રાજયન ભાજપ સરકાર ગેસ-પેટ્રોલ-ડીઝલ(GDP) પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે.

અમદાવાદ,૨૧ જાન્યુઆરી: કેન્દ્ર સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકીને દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન છે. ‘બહુંત હુઈ મહગાંઈ કી માર’ ના રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી જીતી સત્તા મેળવનાર મોદી સરકાર – કેન્દ્ર સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી હોવાનો વિગતો સાથે વડોદરા ખાતે જનસંપર્ક અભિયાન પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્યપ્રવકતા ડૉ. મનિષ દોશી એ જણાવ્યું હતું કે, સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વિક્રમજનક વધારો કરીને સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરીને બેફામ નફાખોરી કરી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં ૭૩ વર્ષના સૌથી વધુ ઊંચા ભાવ છે. છેલ્લાં ૭ વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યૂટી રૂ. ૯.૨૦ પ્રતિ લિટર (મે-૨૦૧૪) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૨.૯૮ કરી દીધી છે. એટલે કે પ્રતિ લિટર રૂ ૨૩.૭૮ અથવા તો. ૨૫૮ ટકા નો વધારો કર્યો છે. જ્યારે તે જ પ્રમાણે ડિઝલ ઉપરની એકસાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. ૩.૪૬ (મે-૨૦૧૪)થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૧.૮૩ કરી દીધી છે. એટલે કે, પ્રતિ લિટર રૂ. ૨૮.૩૭નો અથવા તો ૮૨૦ ટકા નો વધારો કર્યો છે.

Whatsapp Join Banner Guj

અને એ પણ તેવી પરિસ્થિતિમાં કે જ્યારે ફ્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ ૧૧૦ અમેરિકી ડોલરથી ઘટીને અત્યારે પ્રતિ બેરલ ૫૦ અમેરિકી ડોલર થયા છે. કેન્દ્ર સરકાર નક્કી કરેલ ભાવ વધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસેથી સુનિયોજિત રીતે લૂંટ ચલાવી રહી છે.કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૧ સુધીમાં પેટ્રોલ પર ૨૫૮ ટકા અને ડીઝલ પર ૮૨૦ ટકાનો જેટલો મોટો ભાવ વધારો ઝીંકી દીધો છે. દેશના નાગરિકોને પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણમાં સબસીડી રૂપે ૨૦૦૪-૨૦૦૫ થી વર્ષ ૨૦૧૯-૨૦ એટલે કે, ૧૫ વર્ષના ૧૦,૯૯,૨૩૪ કરોડની સામે હિન્દુસ્તાનના નાગરિકો પાસે ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૨૧ સુધીમાં વિવિધ કરવેરા પેટે રૂા. ૨૦,૯૦,૭૭૭ કરોડ જેટલી માતબર રકમની લુટ ચલાવવામાં આવી છે. આંતર રાષ્ટ્રિય બજારમાં વર્ષ ૨૦૧૩ માં ક્રુડનો ભાવ અમેરીકન ડોલર ૧૦૯ હતો ત્યારે દેશના નાગરિકોને રૂા. ૭૪/- માં મળતુ હતું.

આંતર રાષ્ટ્રીય બજારમાં વર્ષ ૨૦૨૧ માં ક્રુડનો ભાવ ૫૦/- અમેરીકન ડોલર જેટલો અતિ તળીયે ભાવ હોવા છતાં હિન્દુસ્તાનના નાગરિકો પાસેથી રૂા. ૮૨ પ્રતિ લીટર જેટલો વસૂલવામાં આવી રહી છે. જીડીપી(GDP) વધારવામાં અને આર્થીક મોરચે સદંતર નિષ્ફળ નીવડેલ કેન્દ્ર અને રાજયન ભાજપ સરકાર ગેસ-પેટ્રોલ-ડીઝલ(GDP) પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે.

આ પણ વાંચો…હવે ધો.3થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા વોટ્સએપનાં માધ્યમથી લેવાશે, શિક્ષણ વિભાગે જાહેર કર્યો નંબર- વાંચો રજીસ્ટ્રેશન વિશે સંપૂર્ણ મીહિતી