Noba tvaccine camp

જામનગરના પ્રસિદ્ધ નોબત દૈનિક (Nobat Dainik) દ્વારા વેકશીનેસન કેમ્પ યોજાયો.

Nobat Dainik: રાજ્ય માં વધતાં જતાં કોરોના ના કેસ ની સામે સઘન વેકસીનેશન દ્વારા રક્ષણ મેળવવાના હેતુસર જામનગર માં અનેક જગ્યાએ વેકસીનેસન કેમ્પ દ્વારા શહેરીજનોને વેકસીન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે

 

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૮ એપ્રિલ
: Nobat Dainik: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે વેક્સિનેશન ની શરૂઆત કરવામાં આવી છે ત્યારે જામનગર મહાનગર પાલિકા અને ખાનગી સંસ્થાઓ તેમજ કોર્પોરેટરો દ્વારા ઠેર ઠેર વિસ્તારો માં અને પોતાના વોર્ડ માં વેકસીનેશન કેમ્પ દ્વારા શહેરીજનોને વેક્સિન આપવાની પ્રક્રિયા ચલાવી રહ્યા છે

Whatsapp Join Banner Guj

જામનગર ના સાંધ્ય દૈનિક નોબત (Nobat Dainik) પરિવાર, શેખર માધવાણી સ્મૃતિ ટ્રસ્ટ અને જામનગર મહાનગર પાલિકા દ્વારા લાખોટા તળાવ નજીક શેખર માધવાણી હૉલ ખાતે વેકસીનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત શહેર ના વોર્ડ નંબર 10 નાગેશ્વર વિસ્તાર માં પૂર્વ મેયર હસમુખ જેઠવા દ્વારા સતત પાંચમી વખત શહેરીજનોને કોરોના સામે રક્ષણ રૂપી વેકસીન મળી રહે તે માટે વેકસીનેશન કેમ્પ નું આયોજન કરવાં આવ્યું હતું.

ADVT Dental Titanium

આ બંને સ્થળો પર ખૂબ બહોળી સંખ્યા માં શહેરીજનોએ  વેક્સિન લઈ કોરોના સામે રક્ષણ મેળવ્યું હતું અને અન્ય લોકો ને પણ વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો…રાહતના સમાચારઃ કોરોનામાં ઉપયોગી ગણાતા રેમડેસિવિર(remdesivir rate) ઈન્જેકશન બનાવતી દરેક કંપની કર્યો કિંમતમાં ઘટાડો