womens farming

મમતામયી માતા તરીકે ઉછેરની કુશળતા મહિલા (women’s) સમુદાયને ગળથુંથીમાં મળી હોય છે. એ બાળકના ઉછેર જેટલી જ કુશળતા અને દરકારથી રોપા ઉછેર કરી શકે છે.

women's farming

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વડોદરા જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ ૯૯ મહિલાઓ (women’s) પાસે ૧૯.૨૦ લાખ અને છોટાઉદેપુર જિલ્લામાં ૫૩ મહિલાઓ પાસે ૮.૭૦ લાખ જેટલાં રોપાઓનો ઉછેર કરાવી આપી પૂરક રોજગારી…

  • મહિલા (women’s) સશક્તિકરણ માં સામાજિક વનીકરણ વિભાગ વડોદરાનું યોગદાન
  • જે કર ઝુલાવે પારણું એ એટલી જ કુશળતાથી રોપ ઉછેર કરી શકે એ નર્સરી ની કામગીરી સાથે જોડાયેલી બહેનોએ (women’s) પુરવાર કર્યું છે: નાયબ વન સંરક્ષક
  • મમતામયી માતા તરીકે ઉછેરની કુશળતા મહિલા (women’s) સમુદાયને ગળથુંથીમાં મળી હોય છે. એ બાળકના ઉછેર જેટલી જ કુશળતા અને દરકારથી રોપા ઉછેર કરી શકે છે.
  • આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્યના વન વિભાગે સામાજિક વનીકરણ વિભાગના માધ્યમથી મહિલાઓ દ્વારા રોપા ઉછેરને વેગ આપવા કિસાન પરિવારોની મહિલાઓ (women’s) માટે નર્સરી ઉછેર ની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

અહેવાલ: સુરેશ મિશ્રા

વડોદરા, ૦૭ માર્ચ: સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાએ મહિલા (women’s) સશક્તિકરણ માં નક્કર યોગદાનના રૂપમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ વડોદરા જિલ્લામાં ૯૯ જેટલી મહિલાઓ પાસે ૧૯.૨૦ લાખ જેટલાં અને છોટાઉદેપુર જિલ્લામાં ૫૩ જેટલી મહિલાઓ પાસે ૮.૭૦ લાખ જેટલાં રોપાઓનો વિકેન્દ્રિત કિસાન નર્સરી ના અભિગમ હેઠળ ઉછેર કરાવી ને, વ્યક્તિગત લાભાર્થી મહિલાઓ અને મહિલા જૂથોની સદસ્યાઓને પૂરક રોજગારી આપી,મહિલા સશક્તિકરણ માં અનોખું યોગદાન આપ્યું છે.

Whatsapp Join Banner Guj

જે કર ઝુલાવે પારણું એ એટલી જ કુશળતાથી રોપા ઉછેરી શકે એ નર્સરીની કામગીરી સાથે જોડાયેલી મહિલાઓએ (women’s) પુરવાર કર્યું છે એવી લાગણી વ્યક્ત કરતાં સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાના નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજા એ જણાવ્યું કે વિકેન્દ્રિત નર્સરી ઉછેરના અભિગમ હેઠળ કોમ્યુનિટી ફોરેસ્ટ્રી પ્રોજેક્ટ (સી.એફ.પી.),શિડ્યુલ કાસ્ટ ખાસ નર્સરી પ્રોજેક્ટ(એસ.સી.પી.) અને અનુસૂચિત જાતિ મહિલા સ્વસહાયતા જૂથ (એસ.એચ.જી./એસ.સી.ગ્રુપ) હેઠળ કિસાન પરિવારોની મહિલાઓ પાસે સ્થાનિક માંગ પ્રમાણેના વિવિધ પ્રકારના રોપાઓનો ઉછેર કરાવવામાં આવે છે જે તેમને વધારાની પૂરક રોજગારી આપીને આર્થિક મજબૂતી આપે છે.

આ યોજનાઓ હેઠળ અરજી કરનારી ખેડૂત પરિવારોની મહિલાઓને (women’s) તેમની પાસે જમીન અને પાણીની ઉપલબ્ધિ અનુસાર ૫ થી ૨૫ હજાર રોપાઓ સુધીની નર્સરી ફાળવીને રોપા ઉછેર કરાવવામાં આવે છે.રોપા ઉછેર સફળતા સાથે થઈ શકે તે માટે વન વિભાગના ફોરેસ્ટર અને ગાર્ડ આ મહિલાઓ ને જરૂરી ટેકનિકલ ગાઇડન્સ અને સ્થાનિક માંગ અનુસાર કઈ પ્રજાતિઓના રોપા ઉછેરવા તેનું માર્ગદર્શન આપે છે.

women's farming

નર્સરી શરૂ કરવી,લક્ષ્યાંક અને પ્રજાતિ પ્રમાણે રોપા ઉછેરવા અને ચોમાસાં પહેલા લોકોને ઉછેરેલા રોપાઓનું વિતરણ કરવું, એ ત્રણ હપ્તામાં નિર્ધારિત સહાયની રકમ વન વિભાગ લાભાર્થી બહેનોને ચૂકવે છે.લોકોને રોપાઓનું વિતરણ વિનામૂલ્યે કરવાનું હોય છે.પરંતુ વિતરણ કર્યા બાદ પણ રોપાં લાભાર્થી બહેનો (women’s) પાસે વધે તો જેને ખાનગી વાવેતર માટે જરૂર હોય તેને વેચાણ કરીને વધારાની આવક મેળવવાની પણ છૂટ આપવામાં આવે છે.

પરિશ્રમ,ચીવટ,કાળજી અને કુશળતા એ માતૃ શક્તિના લોહીમાં વણાઈ ગયેલા ગુણો છે.રાજ્યનો સામાજિક વનીકરણ વિભાગ હરિયાળા ગુજરાતના સર્જન માટે તેમની આ શક્તિઓનો વિનિયોગ કરાવી રોપાઓનો ઉછેર કરાવે છે અને તેમને વધારાની આવક મેળવવાની તક આપે છે.નારી સશક્તિકરણની (women’s) આ પહેલ નોંધ લેવા યોગ્ય છે.

આ પણ વાંચો…એક સમયે માતાપિતા સાથે ખેતરમાં પરસેવો પાડતા, ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી (IPS Saroj kumari)આજે છે આઈ.પી.એસ.