Remya Mohan

કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તાર માટે રાજકોટ કલેકટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

Remya Mohan

કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તારમાં સામાજીકશૈક્ષણીકરમત-ગમતમનોરંજન અને ધાર્મિક-રાજકીય મેળાવડા સંદર્ભે રાજકોટ કલેકટરશ્રી રેમ્યામોહન દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, રાજકોટ

રાજકોટ, ૧૭ ઓક્ટોબર કોવિડ-૧૯ની વૈશ્વીક મહામારીના સમયે સંકક્રમણને ફેલાતો અટકાવવા તથા ચાલુ માસે નવરાત્રી ત્યોહારની ઉજવણી સંદર્ભે રાજકોટ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રેમ્યામોહને જાહેર નામુ પ્રસિધ્ધ કરી નીચે મુજબના માર્ગદર્શક સુચનોનું પાલન કરવા હુકમ કર્યો છે.

કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તારોમાં સામાજીક,શૈક્ષણીક, રમત-ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ ધાર્મિક અને રાજકીય સમારોહ તથા અન્ય મેળાવડાઓ અને મોટા સમુહના એકઠા થવાનું આયેાજન કરતી વખતે ૬ ફુટની દુરી સાથેનું ફીઝીકલ ડીસ્ટન્સીંગ અને તેમાં ફલોરમાર્કીંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમીયાન ચહેરાને યોગ્ય રીતે ઢાંકેલો રાખવાનો રહેશે. થર્મલ સ્કેનીંગ, ઓકસીમીટરી(સેનેટાઇઝર સાથે) ની સગવડતા પુરી પાડવાની રહેશે.

સ્ટેજ, માઇક, સ્પીકર, તેમજ ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાની રહેશે. હેન્ડવોશ/સેનેટાઇજરની સુવિધાનો તમામે ફરજયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થુંકવા તથા પાન-મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે  પ્રતિબંધ રહેશે. ૬૫ થી વધુ વયના વયસ્ક નાગરીકો અને ૧૦ વર્ષની નાની ઉંમરના બાળકો, સગર્ભા મહિલાઓ અને અન્ય બીમારીઓથી પિડિત વ્યકતિઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહ ભર્યુ છે. આરોગ્યસેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ છે. બેઠક વ્યવસ્થા ગોઠવતા  સમયે ચારેબાજુ ૬ ફુટની દુરી જળવાઇ રહે તેની તકેદારી રાખવાની રહેશે. આ પ્રકારના પ્રસંગમાં ચા-નાસ્તો,ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ હોય તો સમારંભ સ્થળે નહીં પણ અલાયદા હોલ/સ્થળે રાખવાની રહેશે. જયાં એકજ સમયે ૫૦ થી વધુ વ્યક્તીઓ એકત્રીત ન થાય તથા બેઠક વ્યવસ્થા દરમિયાન વ્યક્તિ –વ્યક્તિ વચ્ચે ૬ ફુટનું અંતર જળવાઇ રહે તેની કાળજી રાખવાની રહેશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ તુર્તજ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી પ્રબંધ કરવાનો રહેશે.

બંધ સ્થળો જેવા કે હોલ, હોટેલ, બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટ, ઓડિટોરિયમ, કમ્યૂનિટી હોલ, ટાઉનહોલ, જ્ઞાતિની વાડી વગેરે સ્થળે સામાજીક શૈક્ષણિક રમત ગમત મનોરંજન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધાર્મિક રાજકીય સમારોહ તથા અન્ય સમારોહ અને આયોજન કરવામાં આવે ત્યારે સ્થળની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ નહીં પરંતુ મહત્તમ ૨૦૦  વ્યક્તની મર્યાદામાં જ સમારોહનું આયોજન કરી શકાશે. લગ્ન સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૧૦૦ વ્યક્તિઓ બે માંથી જે ઓછુ હોય તેટલી સંખ્યામાં લોકોને એકઠા કરવામાં આવશે તેમજ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હુકમ મુજબ ધાર્મિક સ્થળો મોલ્સ રેસ્ટોરન્ટ્સ હોટેલ તથા આતિથ્ય એકમોના સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ એસ.ઓ.પી. પોલિસીનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે એર કન્ડિશન વેન્ટીલેસન માટે સી.પી.ડબલ્યુ.ડી. ની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા ૧૦૦ વ્યક્તિઓ બે માંથી જે ઓછુ હોય તેટલી સંખ્યામાં લોકોને એકઠા કરવા જયારે મૃત્યુ બાદની અંતિમ ક્રિયા અને ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.

નવરાત્રિની ઉજવણી દરમિયાન જાહેર કે શેરીમાં ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન સંબંધિત ઇન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવીને (રાજકોટ શહેર તથા રાજકોટ તાલુકા સિવાય)  જાહેરમાં ગરબી મૂર્તિની સ્થાપના પૂજા અને આરતી કરી શકાશે.કાર્યક્રમમાં ફોટા અથવા મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં પૂજા અને આરતી ના કાર્યક્રમમાં તમામ શરતોનું પાલન સાથે મહત્તમ ૨૦૦ થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં અને આ કાર્યક્રમની અવધી માત્ર એક કલાકની જ રહેશે

તહેવારોની ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમો જેવા કે ગરબા, દુર્ગાપૂજા, દશેરા, ઈદ એ  મિલાદ ઉન નબી, શરદપૂર્ણિમા, દિવાળી, બેસતુ વર્ષ, ભાઇબીજ, નવા વર્ષની ઉજવણી જેવા તહેવારો તથા તેને સંબંધિત ધાર્મિક પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવી સલાહભર્યું રહેશે આગામી તહેવારોની જાહેર ઉજવણી માટે સંબંધિત ઇન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ની પૂર્વ મંજૂરી આવશ્યક રહેશે,. ખુલ્લી જગ્યાઓએ પૂજા અને આરતી કરી શકાશે. પરંતુ ફોટા અથવા મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં આવા કિસ્સામાં ઉપર મુજબની તમામ શરતો સાથે મહત્તમ ૨૦૦ થી વધુ વ્યક્તિઓને એકત્ર કરી શકાશે નહીં અને આ કાર્યક્રમ અવધિ માત્ર એક કલાકની જ રહેશે પરંતુ મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા, ગરબા,  સ્નેહમિલન જેવા કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તે પ્રતિબંધિત રહેશે.

મંદિરો, નવરાત્રિની ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો અને ખુલ્લી જગ્યાએ તૈયાર કરેલ પ્રસાદ ફક્ત અને ફક્ત પેકેજ વિતરણમાં જ કરવામાં આવશે અને પેક કર્યા સિવાય ના ખુલ્લા પ્રસાદનું વિતરણ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ કરનાર એ ફરજિયાત પણે હેન્ડ ગલોવ્ઝ પહેરવાનો રહેશે તથા આયોજકે/સંચાલકે સોશિયલ ડીસ્ટીન્સીંગ જળવાઈ રહે તે મુજબની વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

તમામ કાર્યક્રમોની ઉજવણી દરમિયાન કેન્દ્રીય આયોગ અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હુકમ મુજબ તેમજ ગૃહ વિભાગના હુકમ મુજબ ધાર્મિક સ્થળો ઉપાસનાના સ્થળોના સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ એસ.ઓ.પીની ચૂસ્ત અમલવારીની જવાબદારી આયોજકની રહેશે. આયોજક એ સ્થળની સમાવિષ્ટ ક્ષમતા અંગે વન ટાઇમ ઇન્ટીમેશન સ્થાનિક વહીવટી તંત્રને આપવાનું રહેશે. આ સ્થળે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે છ ફૂટની દૂરી જળવાઈ રહે તે રીતે કેટલા વ્યક્તિઓનો સમાવેશ થઇ શકશે તેની વિગતો સંબંધિત સંબંધિત ઇન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને(રાજકોટ શહેર તથા રાજકોટ તાલુકા સિવાય)આપવાની રહેશે. તેમજ તમામ માર્ગદર્શિકાઓ નું ચુસ્તપણે અમલ થાય તે માટે સંચાલકે/આયોજકે ઉચિત વ્યવસ્થા કરવાની રહેશે અને કોઈપણ શરતોનો ભંગ થયે થી સંબંધિત સ્થળના સંચાલક, સોસાયટીના પ્રમુખ હોદ્દેદારો તથા આયોજકની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ જાહેરનામું રાજકોટ શહેર તથા રાજકોટ તાલુકા સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૧૫/૧૨/૨૦૨૦ સુધી અમલી રહેશે.