Atmanirbhar Auto edited

આત્મનિર્ભર યોજના અંતર્ગત મળેલી લોનથી મારો ધંધો આગળ વધશે: ઓટો ગેરેજ સંચાલક

Atmanirbhar Auto edited
  • આત્મનિર્ભર યોજના અંતર્ગત મળેલી લોનથી મારો ધંધો આગળ વધશે; રાજકોટના ઓટો ગેરેજ  સંચાલક રાજેશભાઈ તંતીનો પ્રતિભાવ
  • રાજકોટમાં નાના ધંધાર્થીઓ માટેની આત્મનિર્ભર યોજના અંતર્ગત મળતી લોનનુ અમલીકરણ

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૩૦ ઓક્ટોબર: કોરોનાની વૈશ્વિક મહામારી અને લોકડાઉનને લીધે નાના ધંધાર્થીઓના ધંધા ને પ્રતિકૂળ અસર થતાં રાજ્ય સરકારે આત્મનિર્ભર યોજના અંતર્ગત મોટું રાહત પેકેજ આપ્યું છે .આ પેકેજની રાજકોટ જિલ્લામાં અમલવારી શરૂ થઇ છે.

whatsapp banner 1

આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત બેંકો દ્વારા નાના ધંધાર્થીઓને વાર્ષિક માત્ર બે ટકા વ્યાજના દરે રૂપિયા એક લાખ સુધીની લોન મળી રહી છે. રાજકોટની ધ કો-ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટ લિમિટેડ રાજ બેંક દ્વારા નાના ધંધાર્થીઓને લોન આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાની અન્ય બેન્કો પણ આ યોજના અંતર્ગત લોન આપી રહી છે. લોન લેનાર નાના ધંધાર્થીઓ લોન મળતા રાજ્ય સરકારનો આભાર માની રહ્યા છે.

Atmanirbhar Auto 1

આત્મ નિર્ભર યોજના લોનના લાભાર્થી શ્રી રાજેશભાઇ તંતીએ જણાવ્યું હતું કે હું રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં ટુ વ્હીલર અને ફોર વીલનું ગેરેજ અને સ્પેરપાર્ટ ની દુકાન ધરાવું છું.લોક ડાઉનમાં મારા ધંધાની બચત વપરાઇ ગઇ હતી અને નવા સ્પેરપાર્ટ ખરીદવા માટે નાણાંની જરૂર હતી .રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન ની જાહેરાત કરવામાં આવતા મેં આ માટેનું ફોર્મ રાજ બેંક માં ભર્યુ હતુ. મારા બધા ડોક્યુમેન્ટ તૈયાર હોવાથી મને તાત્કાલિક રૂપિયા ૭૫ હજારની લોન મંજૂર કરવામાં આવી છે. રાજેશભાઈએ જણાવ્યું હતું કે આ લોનથી મારો ધંધો આગળ વધશે અને મને આગળ જતા ફાયદો થશે .રાજેશભાઈ તંતી જેવા અનેક લાભાર્થીઓ રાજ્ય સરકારની આ યોજનાને આવકારી રહ્યા છે અને સરળતાથી લોન મળતી હોવાથી તંત્રનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: આત્મનિર્ભર: દિવ્યાંગ સંજયભાઈ માહ્યાવંશી શારીરિક ક્ષતિને ઓળંગી સ્વનિર્ભર બન્યા