Childern ward

માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના સ્વાસ્થ્યનું કરે છે જતન…

સ્પેશિયાલિટી ક્લિનિક સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ

Childern ward edited
  • સિવિલમાં બાળકોના વિભાગમાં હૃદય,ફેફસા,કિડની તેમજ મગજના જોખમી  રોગોની ક્લિનિકલ સારવાર અને રસીકરણ ઉપલબ્ધ
  • માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના સ્વાસ્થ્યનું કરે છે જતન…

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ,૦૧નવેમ્બર:રંગબેરંગી કપડાંઓમાં સજ્જ નાના નાના ભૂલકાઓ ‘માં’ ની ગોદમાં રમતા રમતા તંદુરસ્તીના ડોઝ લેતા સુંદર દ્રશ્યો સિવિલના બાળ રોગ વિભાગમાં રોજ બરોજ જોવા મળે છે. માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના જતનની સાથે તેમના સ્વાસ્થ્યનું જે રીતે ધ્યાન  રાખી રહયાં છે તે જોઈને બાળકની માતાઓના ચહેરા પર પણ સ્મિત ખીલી ઉઠે છે.   

કોરોના મહામારીના સમયમાં રાજકોટ સિવિલનો પીડિયાટ્રિક વિભાગ સપ્તાહ દરમ્યાન સ્પેશિયાલિટી ક્લિનિક સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ ગેસ્ટ્રોલોજી, અસ્થમા, કાર્ડિયોલોજી, વેલ બેબી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, હાઈ રિસ્ક ક્લિનિકલ સારવાર અને રસીકરણ કાર્યક્રમ દ્વારા તંદુરસ્ત બાળની  વિભાવના સાથે કાર્ય કરી રહયો છે.આ કાર્યક્રમ હેઠળ જુદા જુદા રોગ માટે સાપ્તાહિક કાર્યક્રમ સતત ચાલુ હોવાનું સિનિયર રેસિડન્ટ ડો. રચના દુર્ગાઈ જણાવે છે.

Dr Rachna Durgai

કોરોનાની સાથોસાથ બાળવિભાગમાં ૧૨ વર્ષની ઉમર સુધીના રોજના ૭૦ થી વધુ બાળકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે. વેલ બેબી કાર્યક્રમ હેઠળ દર બુધવારે બાળકોને રસીકરણ, બાળકનો ગ્રોથ અને જાગૃતતા કાર્યક્રમ ડો. રચના અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહયો છે. માનસિક  રીતે નબળા બાળકો માટે ખાસ ડીઆઈસી સેન્ટર કાર્યરત છે જ્યાં ખાસ થેરાપી દ્વારા બાળકોને સમજણ પુરી પાડવામાં આવે છે તેમજ બાળકોને જરૂરી કસરત પણ કરાવવામાં આવે છે.

Nurse Bhavna Ben

 બાળરોગ વિભાગમાં વેક્સીનેસનની મુખ્ય કામગીરી કરતા નર્સ ભાવનાબેન રામાવત જણાવે છે કે, કોરોના જયારે ટોચ પર હતો ત્યારે બાળકોને વેક્સીન માટે તેમના માતાપિતા લાવતા નહોતા, પરંતુ તેમને સમયસર ટીકા લાગી જાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી સાવચેતી રાખીએ તો તેમના બાળકોને કઈ જ નહિ થાય તેમ અમે સમજાવટ કરી તેઓને હોસ્પિટલ બોલાવતા હતા. હાલ રોજના ૧૦ થી ૧૫ બાળકોને નિયમિત રસીકરણ કરવામાં આવતું હોવાનું ભાવનાબેન જણાવે છે.

Parents

 સિવિલ ખાતે તેમની બીજી દીકરીને પણ રસીકરણ કરાવવા આવતા કાદરી અખ્તર જણાવે છે કે, તેઓ તેમની બન્ને દીકરીઓની જન્મથી અહી દવા તેમજ સારવાર કરાવે છે. અમે ખાનગી હોસ્પીટલમાં ખર્ચ ઉપાડી શકીએ તેમ નથી ત્યારે સિવિલ ખાતે અમને શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. અન્ય એક વાલી ધર્મેશભાઈ પણ તેમના ત્રણ વર્ષના સંતાનને નિયમિત રસી મુકવા અહી આવે છે. સ્ટાફનું પ્રેમાળ વર્તન અને સમજણ પૂરી પાડતા સિવિલના તમામ સ્ટાફનો તેઓ આભાર માને છે.      

whatsapp banner 1

બાળકોના સર્વાંગી વિકાસ માટે કોઈ કસરરહી ન જાય તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સેવાઓ પુરી પાડી તંદુરસ્ત બાળ તંદુરસ્ત સમાજની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહયો છે.