Nurse Injection control 3

મેડીકલ ઇક્વિપમેન્ટને વાઈરસ બેક્ટેરિયા મુક્ત રાખવા રાઉન્ડ ધ ક્લોક સેવા આપતી ઇન્ફેકશન કંટ્રોલ નર્સ બહેનો

Nurse Injection control

રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા તમામ મેડીકલ ઇક્વિપમેન્ટને વાઈરસ બેક્ટેરિયા મુક્ત રાખવા રાઉન્ડ ધ ક્લોક સેવા આપતી ઇન્ફેકશન કંટ્રોલ નર્સ બહેનો

કોરોના ની સારવાર દરમિયાન દર્દીને બીજા બેક્ટેરીયા કે વાઈરસનો ચેપ  ન લાગે  તે માટે ૦.૫ ના સ્પ્રે થી હાઇપર કલોરાઇડ સોલ્યુશનથી સેનેટાઇઝડ કરવામાં આવે છે

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૦૧ નવેમ્બર: રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલ માં સારવાર માટે આવતા કોરોના ના દર્દીઓ બીજા દર્દીઓના અન્ય રોગ ના ઇન્ફેકશન લઈને ન જાય તેમજ સ્ટાફ ને કોવિડ નું ઈન્ફેક્શન ન લાગે તે માટે હોસ્પિટલના તમામ ફલોર પર તમામ મેડિકલ ઇક્વિપમેન્ટનુ પ્રોપર સેનેટાઈઝેશન ખાસ કેમિકલથી કરવામાં આવે છે. આ કામગીરી માટે પીડીયુ હોસ્પિટલ માં ઇન્ફેકશન કંટ્રોલ નર્સ બહેનો રાઉન્ડ ધ ક્લોક કામગીરી સેવા બજાવી રહી છે.

Nurse Injection control 3

આ અંગે સેવા આપતાં નર્સ ખ્યાતિ બેન ભટ્ટે જણાવ્યું હતું કે ઇન્ફેકશન કંટ્રોલ સ્ટાફ નર્સ ની કામગીરી કોવિડ હોસ્પિટલ માં દર્દી ઉપયોગમાં લે છે તે તમામ સાધનો નું પ્રોપર કેમિકલથી   સેનેટાઈઝર થાય તેમજ દરેક કર્મચારી જ્યારે હોસ્પિટલમાં એન્ટ્રી કરે ત્યારે પીપીઈ કીટ પ્રોપર પહેરી છે કે કેમ તે અંગે તેમને અવેર કરવાની કામગીરી ઉપરાંત સેનેટરી ઇસ્પેક્ટર ને સાથે રાખી ને સ્વચ્છતા સફાઇ અંગે મટીરીયલ તૈયાર થાય અને તેની અમલવારી સફાઈ કર્મચારીઓ દ્વારા કરવા કરવામાં આવે છે.૦.૫ના પ્રમાણથી હાઇપર ક્લોરાઈડ હાઈપર ક્લોરાઇડ સોલ્યુશન થી સેનેટેઝેસન કરવામાં આવે છે બાયોમેડિકલ વેસ્ટ અંગે પણ જરૂરી તકેદારી રાખવામાં આવે છે અને દર્દીઓના સ્વોબ પણ પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે જેથી અન્ય કોઇ ઇન્ફેક્શન તેમને હોય તો ત્યાર પછીના આવનાર દર્દીને ન લાગે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

Nurse Injection control 2

અન્ય એક સેવા આપતા ઇન્ફેક્શન સ્ટાફ નર્સ શ્રી રાજેશ્રી વડસરાએ એ જણાવ્યું હતું કે સ્ટ્રેચર તેમજ ઇન્જેક્શન ટ્રોલી અને અન્ય સાધનો બરાબર છે કે કેમ અને દર્દી ની તબિયત ગંભીર થાય તો એવા સમયે ઉપયોગમાં લેવાનાર મેડિકલ ઇક્વિપમેન્ટ નુ ટેસ્ટટીગ પણ કરવામાં આવે છે. સ્ટાફને દર્દીની સારવાર દરમિયાન વાગી જાય તો એમને ઈન્ફેક્શન ન થાય તે માટે તપાસકરાવવા માં આવે છે. કાજલબેન સોઢાતરે જણાવ્યું હતું કે, બ્લડ ના સેમ્પલ કે મર્કયુરી ઢોળાય તો તેની સફાઈ કરવા માટેની ખાસ કિટનો ઉપયોગ કરવામાં આવે છે તેની તપાસ પણ કરવાની કામગીરી ઇન્ફેક્શન સ્ટાફ નર્સ દ્વારા કરવામાં આવે છે.

whatsapp banner 1

આમ રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલ માં કોરોનાના દર્દીઓની સારવારમાં તમામ બાબતની તકેદારી રાખવામાં આવે તે માટે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આ પ્રકારની દરેક કામગીરી માટે ટીમો બનાવી સફળ સંચાલન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબૂમાં આવે અને કોરોનાના ઇન્ફેક્ટેડ દર્દીઓની અદ્યતન સારવાર થાય તે માટે રાજ્ય સરકાર જિલ્લાતંત્ર અને હોસ્પિટલ આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે છે.