Khambhat Lokarpan

ખંભાત નગર ને ૧૨ કરોડ ના ખર્ચે વિકાસ અને જ ન સુવિધા ના કામો નું લોકાર્પણ

  • ઐતિહાસિક ખંભાત નગરીની ભવ્ય જાહો જલાલી પુનઃ આવી રહી છે………
  • નગરો અને શહેરોનો આયોજનબદ્ધ વિકાસ થઈ રહ્યો છે……..
  • ખંભાત ને જી.આઈ. ડી.સી મળે તે માટે સરકાર માં વિચારણા…..
  • ખંભાત નગર ને ૧૨ કરોડ ના ખર્ચે વિકાસ અને જ ન સુવિધા ના કામો નું લોકાર્પણ…ખાત મહુર્ત
  • તળાવો સુંદર બન્યા ,દરિયા કિનારો ફરવા માટે આકર્ષક બન્યો
  • દરિયા કિનારો અકર્ષ ણ કેન્દ્ર બન્યો દીપાવલી પર્વો એ ટીકીટ નહીં લેવી પડે……
  • બોટિંગ ,રમત ગમત ના સાધનો ,ની વ્યવસ્થા…..
  • કોમ્યુનિટી હોલ , સ્મશાન , ને પાકા રસ્તા , મળ્યા..

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ

આણંદ, ૧૩ નવેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ખંભાત નગર ને ૧૨કરોડના ખર્ચવાળા વિકાસ અને જન સુવિધાના કામો નું લોકાર્પણ કરતા જણાવ્યું કે… અરબી સમુદ્રના મુખ અને ઐતિહાસિક નગર . હેમચંદ્રાચાર્ય મહારાજ… શ્રીમદ રાજ ચંદ્ર જી…ની જાહોજલાલી વાળું નગર એટલે ખંભાત… અને એજ જાહોજલાલી આજે ખંભાત એક સુવિધા વાળું , ફરવા લાયક , અને સુંદર સુવિધાઓ સાથે પાછી ફરી રહી છે….ગુજરાતમાં કોરોના કાળમાં પણ ૧૩ હજાર કારોડના વિકાસ કામો થયા છે એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ સાથે નગર અને શહેરોનો વિકાસ થાય તેનું સફળ આયોજન કરાયું છે….તેમણે
ખંભાત નગરપાલિકાને શહેરને સતત સ્વચ્છ રાખવા અને કોરોના થી નાગરિકો બચે તેનું ધ્યાન રાખવા પણ અનુરોધ કર્યો હતો. ખંભાતનગરના ગરીબ રહેણાંક વિસ્તારોની પણ કાળજી લઈ સુવિધા ઓ મળે તેનું ધ્યાન રાખવા પણ અનુરોધ કર્યો હતો.

Khambhat lokarpan

મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ ખંભાત નગરપાલિકાના શાસન કરતાઓને અને ખંભાતની જનતાને દીપાવલી પર્વે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ખંભાત વિસ્તાર માટે જી.આઈ.ડી.સીની સ્થાપના થાય તે માટે પણ રાજ્ય સરકાર વિચારણા કરી રહી હોવાનું જણાવ્યું હતું… સાંસદ મિતેષ ભાઈ પટેલે દીપાવલી પર્વ અને વિકાસના કામો અને જન સુવિધાઓ પ્રાપ્ત થવા બદલ નગરજનોને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યુ કે, ખંભાત શહેર સુંદર બની રહ્યું છે દરિયા કિનારો પણ સૌના માટે ફરવા લાયક બની રહ્યો છે. તેઓએ ખંભાત નગર માં સુંદર સુવિધાઓ ઉભી કરવા અને પ્રજા જનો ના હીત માં કામ કરવા માટે તમામ નગર સેવકો અનેનગરપાલિકા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Khambhat lokarpan 2 1

નગરપાલિકા પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉપાધ્યાયએ આકર્ષણ નું કેન્દ્ર બનેલો દરિયા કિનારે ફરવા માટે દીપાવલી ના પર્વો એ ટીકીટ નહીં લેવી પડે તેવી જાહેરાત કરતા જણાવ્યું કે….. ખંભાત નગરમાં થયેલા વિકાસ અને જન સુવિધાના કામોની નગરજનો ને હરવા ફરવા અને બાળકો ના મનોરંજન માટેની વ્યવસ્થા અને નગરના તમામ વોર્ડમાં કોમ્યુનિટી હોલ , પાકા રસ્તા ,તળાવની સુંદરતા ,કસરત ,રમત ગમતના સાધનો, બસની વ્યવસ્થા , મીઠુ પાણી અને ૫૪૫ વર્ષ જૂની વાવનું પણ રીનોવેશન કાર્ય ,ખંભાત થી સોખડા સુધી ની બસ સેવા સહિત તમામ વિકાસ કાર્યો ની વિગત આપી હતી.
નગરપાલિકા ના નગરસેવકો , પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર શ્રી ડાભી સહિત તમામ ટીમ ને અભિનંદન પાઠવતા ……
ધારાસભ્ય શ્રી માયુરભાઈ રાવલે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ખંભાત શહેર અને તાલુકાનો હવે વાસ્તવ માં વિકાસ થઈ રહ્યો છે ગામડા પાકા રસ્તા થી જોડાઈ રહ્યા છે ૪૦ જેટલા ગ્રામ્ય રસ્તા રાજ્ય સરકારે મંજુર કર્યા ,એટલુંજ નહીં જ્યાં અકસ્માતો વધુ થતા હતા તેવા ધર્મજ ખંભાતના રસ્તાને હાલ ફોર લેનકરવાની કામગરી રૂ. ૬૩ કરોડના ખર્ચે ચાલી રહી છે જ્યારે રૂ. ૨૭ કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ , ખંભાત સોખડા રસ્તા માટે રૂ.૨૭ કરોડ મંજૂર થયા છે , ખેડૂતો માટે સિંચાઈના કામો પણ રાજ્ય સરકારે મંજુર કર્યા હોવાનું ધારાસભ્ય શ્રી એ વિસ્તૃત જાણકારી આપી હતી નગરપાલિકા ખંભાત વતી નગરસેવકો એ કલેક્ટર શ્રી આર.જી.ગોહીલ , સાંસદ સભ્ય શ્રી મિતેષ ભાઈ પટેલ , ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ શ્રી વિપુલભાઇ પટેલ , શ્રી મહેશભાઈ પટેલ , સહીત અગ્રણીઓ નું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.

whatsapp banner 1

નગરપાલિકા પાલિકા પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉપાધ્યાય એ પણ સોં નું સ્વાગત કર્યું હતું
આજે મુખ્યમંત્રી શ્રી ના શુભ હસ્તે ઈ લોકાર્પણ કાર્ય ક્રમ માં ખંભાત નગર જનોને જે વિકાસના કામોની ભેટ મળનાર છે. તેમાં રૂા.૩૩૭ લાખના ખર્ચે તૈયાર થયેલ માદળા તળાવ બ્યુટીફિકેશનની કામગીરી, રૂા. ૪૮૭ લાખના ખર્ચે દરીયે ગેબીયન મેટ્રીસ વોલ, કંમ્પાઉન્ડ વોલ, આર્ટીફિશીયલ પોન્ડ, મનોરંજન અર્થે સ્ટોલ, ગાર્ડનીંગ, પાર્કીંગ, રમત-ગમતના સાધનો, રૂા.૧૧.૯૪ લાખના ખર્ચે ખંભાત નગરપાલિકાના વોર્ડ નં.૨માં અદ્યતન કોમ્યુનીટી હોલ બનાવવાની કામગીરી, રૂા.૧૧.૯૪ લાખના ખર્ચે ખંભાત નગરપાલિકા વોર્ડ નં.૩માં અદ્યતન કોમ્યુનીટી હોલ બનાવવાની કામગીરી, રૂા.૧૫.૫૮ લાખના ખર્ચે ખંભાત નગરપાલિકા વોર્ડ નં.૯માં અદ્યતન કોમ્યુનીટી હોલ બનાવવાની કામગીરી, રૂા.૭.૧૨ લાખના ખર્ચે નવી નગરી વિસ્તારમાં પાણીની સુવિધા માટે ટયુબવેલ, પંપરૂમ, પંપીગ મશીનરી, વિ.ની કામગીરી, રૂા.૩૪.૯૬ લાખના ખર્ચે સ્મશાનમાં અદ્યતન ગેસ આધારીત ક્રિમેશન રૂમ, પાણીની ટાંકી વિ.ની કામગીરી, રૂા.૧૧૮.૪૬ લાખના ખર્ચે ખંભાત શહેરના જુદા જુદા વિસ્તાકમાં સી.સી રસ્તાની કામગીરી તથા પેવર બ્લોકની કામગીરી, રૂા.૧૬૭.૦૯ લાખના ખર્ચે ખંભાત શહેરના જુદા જુદા વિસ્તારમાં આર.સી.સી રસ્તાની કામગીરી(નવ રસ્તા પૈકી પાંચ રસ્તા પૂર્ણ) અને ૧૦.૯૯ લાખના ખર્ચે સ્વામિ વિવેકાનંદ સ્ટેચ્યું સર્કલ રીનોવેશન જ્યારે ૧૦૫.૪૭ લાખના ખર્ચે

શહિદબાગ વોટર વર્કસ ખાતે ૧૦ લાખ લીટર ક્ષમતાની ૨૦ મીટર ઉંચી આર.સી.સી ઈ.એસ. આર.ની કામગીરીનો સમાવેશ થાય છે. ખંભાત નગર ના સ્થંભ તીર્થ સંકુલ ખાતે યોજાયેલ લોકાર્પણ સમારોહ અંતે ચીફ ઓફિસર શ્રી ડાભી એ સોં ને આવકારી આભાર દર્શન કર્યું હતું.