પશ્ચિમ રેલ્વે દ્વારા ‘મારી સહેલી’ અભિયાનની અનોખી પહેલ

WR Saheli Mahila Security

ટ્રેનોમાં મહિલા મુસાફરોની સમગ્ર સુરક્ષા સુનિશ્ચિત કરવા ના હેતુ થી,પશ્ચિમ રેલ્વે દ્વારા ‘મારી સહેલી’ અભિયાનની અનોખી પહેલ

અમદાવાદ, ૨૫ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે હંમેશાં નારી શક્તિને સમર્થન અને સહયોગ કરવા માટે ઘણી અનોખી પહેલ માટે જાણીતી છે.પછી ભલે તે વિશ્વની પ્રથમ મહિલા વિશેષ ટ્રેન રજૂ કરવાની સિદ્ધિ હોય અથવા તો સ્ટેશન પર બેબી ફીડિંગ સેન્ટર તથા સીસીસીટીવી કેમેરા તથા ટ્રેનોમાં ટૉક-બેંક સિસ્ટમ પ્રદાન કરવાની શરૂઆત , પશ્ચિમ રેલ્વે મહિલા મુસાફરોને દરેક સંભવિત સુવિધા સુનિશ્ચિત કરવા હંમેશા તત્પર રહે છે.આ જ શ્રેણીમાં, પશ્ચિમ રેલ્વેએ હવે મહિલા મુસાફરોને તેમની આખી મુસાફરી દરમિયાન વધુ સુરક્ષા પૂરી પાડવા માટે ‘મારી સહેલી ‘ નામની બીજી શાનદાર પહેલ શરૂ કરી છે.

મંડળ રેલ્વે મેનેજર શ્રી દીપકકુમાર ઝાકેના જણાવ્યા મુજબ, ‘મારી સહેલી’ પહેલનો ઉદ્દેશ ટ્રેનથી મુસાફરી કરતી મહિલા મુસાફરોને તેમની સંપૂર્ણ મુસાફરીમાં ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની શ્રેષ્ઠ સુરક્ષા પૂરી પાડવાનો છે.આ પહેલ અંતર્ગત મહિલા અધિકારીઓ અને કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી છે.આ ટીમ મહિલા મુસાફરોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે લેડિઝ કોચ સહિતના તમામ પેસેન્જર કોચની મુલાકાત લેશે.તેમની મુસાફરીની વિગતો જેમ કે, કોચ નંબર અને સીટ નંબર ટીમ દ્વારા નોંધવામાં આવશે.

ખાસ કરીને જો કોઈ સ્ત્રી ટ્રેનમાં એકલા મુસાફરી કરી રહી હોય.આ મહિલા મુસાફરોને આરપીએફ સિક્યુરિટી હેલ્પ લાઇન નંબર 182, જીઆરપી સિક્યુરિટી હેલ્પ લાઇન નંબર 1512 અને અન્ય સાવચેતી વિશે માહિતી આપવામાં આવશે.ઉદાહરણ તરીકે, તેમને અજાણ્યાઓ પાસેથી ખોરાક ન લેવા, ફક્ત આઈઆરસીટીસી અધિકૃત સ્ટોલમાંથી જ ખોરાક ખરીદવા અને તેમના સામાનની યોગ્ય કાળજી લેવા માટે ખાસ ટીપ્સ આપવામાં આવશે.

ટીમ તેમને કોઈપણ કટોકટી સ્થિતિ માટે ટ્રેન એસ્કોર્ટ પાર્ટીનો સંપર્ક કરવા અને 182 ડાયલ કરવા માટે સ્વતંત્ર અનુભવ કરવા માટે વી સલાહ પણ આપશે.મહિલા મુસાફરોની વિગતો સંબંધિત વિભાગો અને ઝોનલ રેલવે કચેરીઓની જાણકારી આપવામાં આવશે, જેથી તેઓ તેમના અંતિમ મુકામ સુધી ન પહોંચે ત્યાં સુધી તેમની યોગ્ય સલામતી સુનિશ્ચિત કરી શકાય..યાત્રાના અંતે મહિલા મુસાફરોને તેમના પ્રવાસના અનુભવ અને સલામતીના ભાગ રૂપે લેવામાં આવેલ પગલાં ના વિશે એક્શનમાં લેવામાં આવશે.

શ્રી ઝાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવે દ્વારા આ અનોખી પહેલ મુખ્ય રૂપ થી અમદાવાદ મંડળ પર બે ટ્રેનોમાં શરૂ કરી છે. જેમાં ટ્રેન નંબર 02248 અમદાવાદ- ગ્વાલિયર સ્પેશિયલ અને ટ્રેન નંબર 02548 અમદાવાદ-અગ્રકેન્ટ સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.’મારી સહેલી’ પહેલ માત્ર મહિલા મુસાફરોની સુરક્ષા કરશે , પરંતુ તેમને માનસિક શાંતિ, આરામદાયક અને આનંદદાયક મુસાફરીનો અનુભવ પણ પ્રદાન કરશે

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

*******

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!