sanyam marg

હોંગકોંગ સ્થિત માતા-પુત્રી અને મુંબઇ સ્થિત નાની સહિત ત્રણેય એક સાથે સંયમનો માર્ગ અપનાવશે

sanyam marg
  • હોંગકોંગમાં સાયકોલોજીની ડીગ્રી મેળવનાર પરીશી સુરતમાં દિક્ષા ગ્રહણ કરશે
  • પરીશી સાથે તેની માતા અને નાની પણ દિક્ષા અંગીકાર કરશે

અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા

બનાસકાંઠાના ધાનેરા અને ધંધાર્થે હોંગકોંગમાં સ્થાયી થયેલ ડાયમંડના મોટા વેપારીની દિકરી સહિત પત્ની અને સાસુ મા આગામી ૨૨ મે ના રોજ સુરત ખાતે દિક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે.

Whatsapp Join Banner Guj

બનાસકાંઠા, ૦૬ જાન્યુઆરી: બનાસકાંઠા જીલ્લાના ધાનેરાના વતની અને છેલ્લા ૩૦ વર્ષ ઉપરાંતના સમયથી હોંગકોંગ સ્થિત કે. પી. સંઘવી ની ઓફીસનું સંચાલન કરતાં ભરતભાઇ ગીરધરલાલ મહેતા (શાહ) ની દિકરી પરીશી મહેતાએ હોંગકોંગ ખાતે સાયકોલોજીમાં ડીગ્રી મેળવી છે. પરીશી ત્રણ વર્ષ અગાઉ ભારત આવી હતી. જે દરમ્યાન નાની મા ઇન્દુબેન શાહ સાથે દેરાસર જતાં જ પરીશીને જૈન સાધ્વીઓ સાથે સમય પસાર કરવાની ઇચ્છા થતાં તે જૈન સાધ્વીઓ સાથે જ રહેતી હતી. જયારે હેતલબેને પણ દિકરી પરીશી અને પુત્ર જૈનમના લગ્ન બાદ દિક્ષા લેવાનું નક્કી કર્યું હતું પરંતુ તે અગાઉ પરીશીએ જ દિક્ષાનુ મુહૂર્ત કઢાવ્યા વગર હોગકોગ ન જવાની જીદ પકડી હતી. આથી પરીશી મહેતાની સાથે સાથે હેતલબેન મહેતા (મમ્મી) અને ઇન્દુબેન શાહ (નાની) એ પણ દિક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આગામી તા. ૨૨ મે ૨૦૨૧ ને વૈશાખ સુદ-૧૦ ના રોજ સુરત ખાતે પૂજયપાદ આચાર્ય ભગવંત તપોરત્નસુરીશ્વરજી મહારાજા ની નિશ્રામા દિક્ષા અંગીકાર કરશે અને ગુરૂજી સાધ્વી હિતદર્શનીશ્રીજી બનશે.

આ અંગે ગીરીશભાઇ શાહે જણાવ્યું હતું કે “પરીશી છેલ્લાં ત્રણ વર્ષથી ભારતમાં રહીને જૈન સાધવીઓ જેવું જીવન જીવવાની શરૂઆત કરી હતી અને દિક્ષાનુ મુહૂર્ત કઢાવ્યા વગર હોગકોગ પરત ન જવાની જીદ કરી હતી. જેથી પરીશી સાથે તેની મમ્મી અને નાની પણ સંયમનો માર્ગ અપનાવશે.”

આ પણ વાંચો…ગૌ-હત્યાને અટકાવા આ રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો,જાણો સંપૂર્ણ વિગત