article

Think about men: ક્યારેક પુત્ર, પિતા, ભાઇ, પતિ જેવી અનેક ભૂમિકા ભજવતા પુરુષનો પુરુષાર્થ સમજવો જરુરી – એક વાર જરુર વાંચો..

Think about men: એક પિતા ની સૌથી નજીક હોય છે તેની પુત્રી, ભલે એ નાની હોય કે મોટી. એક પિતા માટે એની પુત્રી એ એનાં હૈયાનો ટુકંડો હોય છે.

Think about men:આજનાં સમયમાં સ્ત્રીને એક આગવું જ મહત્વ સમાજ માં દરેક જગ્યાંએ આપવાંમાં આવી રહ્યું છે. સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને આજે દરેક કાયઁ કરવાં સક્ષમ બની છે. ઘરથી લઈને ચંદ્ધ ઊપર પહોચવાં સુંધીના દરેક કાર્ય કરવાંમાં આજે સ્ત્રીઓ આગળ વધી રહી છે. આજે જ્યાં નજર ફેરવો ત્યાં બહોળી સંખ્યામાં સ્ત્રીઓ જોવાં મળે છે. પણ, આ બધાં માં પુરુષ ક્યાં છે?

જ્યારે પુરુષ કોઈ કાર્યમાં સફળ થાય ત્યારે તેની સફળતાં પાછળ સ્ત્રીનો હાથ છે એવું કહેવાંમાં આવે છે, અને એ સાંચુ પણ છે પણ જ્યારે સ્ત્રી સફળ થાય તો તેની સફળતામાં કોનો હાથ હોઈ શકે? વિચારવાં જેવી વાત છે નહિ? આજે દરેક જગ્યાએ સ્ત્રીની ચર્ચા પ્રથમ હોય છે, સ્ત્રીને આગળ કેવી રીતે લાવવી, તેને પ્રેરણાં કેવી રીતે આપવી વગેરે વગેરે. તો શું પુરુષને કોઈ પણ સાથ સહકાર ની જરૂર હોતી નથી?

માતા-પિતા છોડીને આવે છે સામે તેને એજ માતા-પિતાનાં રૂપમાં સાસું-સસરા મળે છે, ભાઈ-બહેન છોડીને આવે છે તો એની સામે જ દેવર-નણંદ મળે છે.તો એવી જ રીતે પુરુષ પણ જે સ્ત્રીને લગભગ ૧ કે ૨ વર્ષથી કે વધારામાં વધારે ૩ કે ૪ વર્ષથી ઓળખે છે તેને પોતાનું આખું ઘર અને તે જ ઘરનાં લોકોની જવાબદારી સોંપે છે.

Pooja shrimali

તેના માટે તો દરેક એવીં જ વિચારસરણી રાખે છે, કે એતો એનું કામ એની રીતે કરી જ લેશે કારણ કે એ પુરુષ છે. ભલે પછી એ ૫ કે ૧૦ વર્ષનું બાળક હોય કે પછી ૩૫ કે ૪૦ વર્ષનો પુરુષ પણ કેમ ના હોય. કોઈ એમ નથી સમજતું કે પુરુષ પણ એક માણસ જ છે. તેની પણ અમુક ઈચ્છાઓ હોય છે, સપનાંઓ હોય છે જે ક્યાંરેય કોઈ સમજી નથી શકતું. સ્ત્રી જે રીતે એનાં રોજીદાં જીવનમાં માતા, પુત્રી, બહેન, ભાભી, સાસુ, નણંદ વગેરે જેવાં સંબંધો સાચવે છે તેવી જ રીતે પુરુષ પણ તેના રોજબરોજનાં જીવનમાં પિતા, પુત્ર, ભાઈ, કાકા, મામા વગેરે જેવાં અનેક સંબંધો સાંચવે જ છે.

પુરુષ ઊપર પણ અનેક જવાબદારીઓ રહેલી હોય છે. તેનાં જીવન માં પણ અનેક તકલીફો અનેક સમસ્યાઓ હોય છે,પણ એ જવાબદારીઓને ક્યાંરેય ભાર સમજતો નથી, અને પોતાની તકલીફોને લઈને ક્યારેય રોદડાં રડતો નથી. દરેક જગ્યાએ એવું સાંભળવાં મળે છે કે સ્ત્રી પોતાનું ઘર, પરિવાર બંધુ જ છોડીને એક અજાણ્યાં ઘરમાં જાય છે. પરંતુ કોઈ એવું કેમ નથી વિચારતું કે એ જે બધું છોડીને આવે છે, એજ રીતે બધું સામે મેળવે પણ છે.

માતા-પિતા છોડીને આવે છે સામે તેને એજ માતા-પિતાનાં રૂપમાં સાસું-સસરા મળે છે, ભાઈ-બહેન છોડીને આવે છે તો એની સામે જ દેવર-નણંદ મળે છે.તો એવી જ રીતે પુરુષ પણ જે સ્ત્રીને લગભગ ૧ કે ૨ વર્ષથી કે વધારામાં વધારે ૩ કે ૪ વર્ષથી ઓળખે છે તેને પોતાનું આખું ઘર અને તે જ ઘરનાં લોકોની જવાબદારી સોંપે છે. સ્ત્રીની દરેક જરૂરી બિનજરૂરી વસ્તુંનું અને તેને કોઈ જાતની કોઈપણ તકલીફ નાં થાય તેનું પૂરેપુરુ ધ્યાન રાખે છે. તેની દરેક જરૂરિયાતોને તે હસતે મોઢે પૂરી કરે છે.

Whatsapp Join Banner Guj

હું ઘણી જગ્યાએ પહેલાંથી જ એવું સાંભળતી આવી છું કે સ્ત્રી ૯ મહીનાઓ સુધીં કેટલા બધાં દુઃખો વેઠીને એક બાળકને જન્મ આપે છે.જો એ વાત કરીએ તો એ તો સ્ત્રીને કુદરત તરફથી મળેલી એક દેન છે. જેમ સ્ત્રી પોતાના બાળકની ૯ મહીના સુધી રાહ જોવે છે, એજ રીતે પુરુષને પણ પોતાનાં બાળકને ખોળામાં લેવાની તેને રમાડવાની તાલાવેલી હોય જ છે. અને તે સ્વાભાવિક પણ છે. આમ સમય જતાં આગળ તે પુત્ર કે પુત્રીનો પિતા બને છે, અને પિતા બનતાની સાથે જ તેની જવાબદારીઓમાં વધારો થાય છે. પણ તે દરેક જવાબદારીને પૂર્ણ કરે છે. બાળક ને લાડ અને પ્રેમથી ઉછેરે છે. બાળક જેમ જેમ મોટું થાય છે, તેની સાથે તેની જવાબદારીઓ પણ મોટી થતી જાય છે. તે પોતાના બાળકને સારું શિક્ષણ, સારાં સંસ્કાર, સારૂં જીવન આપી શકે તે માટે તે દિવસ રાત મહેનત કરે છે.

આ બધાંમાં પુરુષે પોતાનાં માટે જે સપનાઓ જોયાં હોય છે તેને ભૂલીને તેની પત્ની અને બાળકનાં સપનાઓ પુરા કરવા માટે મહેનત કરે છે, અને આમ તે પોતાની પત્ની અને બાળકનાં સપનાઓને પોતાનાં બનાવીને તેને પુરા કરવાનાં પ્રયત્ન આખી જીદંગી કર્યા કરે છે. આ બધાંની વચ્ચે પુરુષ એટલો બધો થાકી જતો હોય છે, જેનો આપણે કોઈ દિવસ ખ્યાલ પણ નહી હોય. એને કોઈ દિવસ કોઈ એવું નથી કહેતાં કે તું થાકી ગયો હોઈશ, આરામ કરીલે. એ તો ફક્ત ભાગ્યાં જ કરતો હોય છે ક્યાંરેક ઘર પરિવાર ના લોકોની ખુશીઓ માટે તો ક્યાંરેક નોકરીની કે કામ-ધંધાની જવાબદારી ના કારણે. તે બંધાની જવાબદારી ઊઠાવવાંમાં એટલો બંધો વ્યસ્ત થઈ જાય છે કે તેને પોતાનાં માટે જીવવાનો કે પોતાનાં માટે કંઈક કરવાનો તેને સમય જ નથી મળતો. પુરુષનાં રોજીદાં જીવનમાં અનેક એવી મુશ્કેલી ઓ આવે છે જેને માત આપીને પુરુષ પોતાનાં પરિવાર માટે ખુશીઓ ભેગી કરતો હોય છે.

ADVT Dental Titanium

તે તેના નોકરી ધંધા નાં અનેક ટેન્શનો પોતાના માથે લઈને ફરતો હોય છે પણ જ્યારે સાંજે ઘરે પાછો ફરે છે ત્યાંરે તે તેનાં નોકરી ધંધાનાં ટેન્શનો કે તકલીફો ઘરની બહાર જ મુકીને આવતો હોય છે જેથી તેનાં ટેન્શન ની કે તકલીફ ની કોઈ ખરાબ અસર તેનાં ઘર પરિવારનાં કોઈ વ્યક્તિ ઉપર ના પડે. પુરુષ માટે જ્યારે તેના બાળકો મોટાં થાય છે એનાં પછીની બીજી અમુક જવાબદારીઓનો પણ ભાર રહેતો હોય છે જેમ કે પુત્ર કે પુત્રી મોટા થાય એટલે તેમનાં માટે યોગ્ય જીવનસાથીની પસંદગી, તેમને પરણાંવવાં વગેરે. એવું કહેવાય છે કે એક પિતા ની સૌથી નજીક હોય છે તેની પુત્રી, ભલે એ નાની હોય કે મોટી.

Think about men: એક પિતા માટે એની પુત્રી એ એનાં હૈયાનો ટુકંડો હોય છે. પુત્રીના લગ્ન સમયે જ્યારે પિતા પોતાની પુત્રીનું કન્યાદાન કરતાં હોય છે, પોતાના હૈયાનો ટુકડો કોઈક અજાણ્યાં ના હાથમાં સોપતાં હોય છે. તે સમયે તેની જે પરિસ્થિતી હોય છે તે તો એક પિતા જ સમજી શકે છે. અને સરળ શબ્દમાં કહું તો એક પુરુષ જ એવો વ્યક્તિ છે જે આ દરેક પરિસ્થિતી નિભાવી જાણે છે. પોતાનાં જીવનનાં છેલ્લા શ્ચાસ સુધીં તે પોતાનાં જીવનસાથીનો હાથ કદી છોડતો નથી.

પુરુષ પોતાનાં ઘર પરિવારનાં લોકો પોતાનાં બાળકો માટે આખી જીદંગી પોતાની જાત ઘસી નાખતો હોય છે છત્તાં ઘણી વખત તેને એવું જ સાંભળવાં મલતું હોય છે કે, “તેણે આજ સુધી કર્યું જ શું છે એ લોકો માટે?” જે પણ લોકો નો આ સવાલ રહેતો આવ્યો છે આજ સુધીં તેઓને હું એટલું જ કહેવાં માંગું છું કે, પહેલાનાં સમય માં સતીપ્રથા નો જે રિવાજ હતો તેને બંદ કરાવનાર પણ એક પુરુષ જ હતાં. ફક્ત સ્ત્રી જ નહિં પુરુષ પણ પ્રેમ અને બલિદાન નું પ્રતિક છે, પરંતુ તેમનો પ્રેમ અને બલિદાન તે ઈશ્ચરની માફક અદ્ધશ્ય છે. માટે કદી કોઈ પુરુષ ને એમ કહો કે “એમણે તમારા માટે કર્યું જ શું છે?” એનાં પહેલાં એમ વિચારજો કે જો એ પુરુષ જ તમારા જીવન માં ના હોત તો તમારું શું થાત? (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો… દાહોદ નજીક પાવડી ખાતે એસઆરપી કેમ્પના જવાનો કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ