village fire

Story of village: “સોનેરી પાકના મલકમાં બનેલી જાણવા જેવી ઘટનાઃ જાણો, એવુ તો શું બન્યું કે રોજ એક-બે લોકોનું થવા લાગ્યું મૃત્યું…!

Story of village: રોજ એક-બે લોકો આમજ મૃત્યું પામતાં. મૃત્યું પામનાર લોકો ફક્ત વૃદ્ધો નહતાં, જુવાન માણસો, સ્ત્રીઓ, બાળકો વગેરે મૃત્યું પામતાં હતાં.

આજે હું તમારી સાથે વાત કરવાં જઈ રહી છું એક એવી ઘટનાની જે આજ સુધી કોઈ સુલઝાંવી શક્યું નથી. હું વાત કરી રહીં છું ૨૦૦૪ માં એટલે કે આજથી લગભગ ૧૫ કે ૧૬ વર્ષ પૂર્વ ચરોતરનાં સોનેરી પાકના મલકમાં બની ચૂકેલી (Story of village) આ એક ઘટના ની. ત્યાં એપ્રિલ-મે નો એટલે કે આકરાં ઊનાળાનો એ સમય હતો. એ પ્રદેશમાં તમાકું ની ખેતી પુષ્કળ પ્રમાણમાં થતી હોવાથી તેને “સોનેરી પાકનો મલક” તરીકે ઓળખવામાં આવતો હતો. દરેક ગામડાની જેમ અંહી પણ લોકોની સવાર પક્ષીઓના મધુર અવાજથી, મંદિરના ઝાંલરના અવાજથી, ઘરઘંટ્ઠીનાં અવાજથી થતી હતી. આ ગામની કુલ વસ્તી સંખ્યાં ૨,૨૫૦૦ જેટલી હતી.

આ સમયમાં બન્યું એવું કે રોજ એક-બે એક-બે લોકો એ ગામમાં(Story of village) મૃત્યું પામવાં લાગ્યાં. બે-ચાર દિવસો સુધી આમને આમ ચાલતું રહ્યું, એટલે તે ગામના અમુક લોકોનું ધ્યાન આ બાબત પર ગયું. એટલે પછીં એ લોકોએ તેમનાં ગામની પંચાયત બોલાવી. પચાંયત બોલાવી આ વાતની ચર્ચાઓ થઈ. અમુક લોકોએ એવું કહ્યું, કે કોઈકે આખાં ગામ ઊપર મેલી વિદ્યા કરી છે, એટલે એક સાથે રોજ આટલાં આટલાં લોકો મૃત્યું પામી રહ્યાં છે, તો અમુક લોકોએ એવું કહ્યું કે ભગવાન કોઈ કારણોસર આપણાં ગામ ઊપર રુષ્ટ થયાં છે. એટલે બધાં લોકોએ આ વાત ઊપરથી પછી એવું નક્કી કર્યું કે ભગવાન કોઈ વાતને લઈને આપણાં ગામનાં લોકો ઊપર કોપાયમાન થયાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને પંચોએ ભેગાં મળીને એવો નિર્ણય લીધો કે, કોઈ એક એવો સારો દિવસ જોઈને ગામનાં દરેક લોકોએ ઊજાણી કરવી.

Banner Pooja

ઊજાણી માં ગામનાં દરેક લોકોએ કંઈક મીઠી વસ્તુંનો પ્રસાદ બનાવીને અગ્નિમાં તેને હોમવાંનું હતું. આ વાતનું ધ્યાન રાખીને ગામમાં દરેક લોકોએ ઊજાણી કરી, પરંતુ તેની કોઈ અસર જોવાં મળી નહિ. તે વખતે ટેકનોલોજી નો એટલો વિકાસ થયો નહતો, અને એવી માન્યતાં લોકોમાં વધું જોવાં મળતી હતી. જેથી કોઈએ કદી આ વાત ને લઈને ડૉક્ટર પાસે જવાનો પણ વિચાર નાં કર્યા. રોજ ગામનાં એક-બે લોકો મૃત્યું પામતાં. આ વાત ઊડતી ઊડતી તે તાલુકાનાં આરોગ્ય વિભાગ સુંધી પંહોચી. એટલે આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ ગામમાં તપાસ કરવાં માટે પંહોચ્યાં. તે દિવસે બનવાં જોગ બન્યું એવું કે, એ દિવસે ગામમાં એક પણ વ્યક્તિનું મૃત્યું થયું નહિ. એટલે ગામનાં લોકો ધ્વારાં આ વાત આરોગ્ય કર્મચારી વાળાં લોકોથી છુપાંવવાંમાં આવી. ગામનાં લોકોએ તેમને જણાંવ્યું કે તેઓને કોઈએ ખોટી માહિતી આપી છે, તે ગામમાં એવી કોઈ ઘટનાં બનતી નથી. ગામનાં દરેક લોકો એકદમ સ્વસ્થ છે, એટલે આરોગ્ય વિભાગનાં લોકોએ ગામ માંથી અમુક સેમ્પલો તપાસ માટે લીધાં અને જતાં રહ્યાં

Whatsapp Join Banner Guj

તેનાં બીજા દિવસથી ફરીથી એજ ઘટનાં શરૂ થઈ. રોજ એક-બે લોકો આમજ મૃત્યું પામતાં. મૃત્યું પામનાર લોકો ફક્ત વૃદ્ધો નહતાં, જુવાન માણસો, સ્ત્રીઓ, બાળકો વગેરે મૃત્યું પામતાં હતાં. એટલે તે (Story of village) ગામનાં લોકોએ ફરીથી પંચાયત બોલાવી, અને આ બાબત ઊપર ઊડાંણ પૂર્વક ચર્ચા કરી. એટલે ગામનાં જ કોઈક વ્યક્તિએ માતાજી નાં મંદિરે હવન કરાંવવાંનો સુઝાવ આપ્યો. પંચોને આ સુઝાવ યોગ્ય લાગતાં તેમણે હવન કરવાં માટે સંમંતિ આપી અને ગામનાં માતાજી નાં મંદિરે હવનનું આયોજન કર્યું. તે ગામનાં દરેક લોકોએ મળીને હવન કર્યું. હવન કર્યું હોવાં છતાં તે ગામની સ્થિતિ તેમ ની તેમ રહી. રોજેરોજ લોકો મૃત્યું પામતાં હતા. ગામની સ્થિતી દિવસે ને દિવસે ગંભીર બનતી જતી હતી. બીજી તરફ તે તાલુકાનાં આરોગ્ય વિભાગ તરફથી પણ કોઈ જવાબ આવ્યો નહતો. ગામનાં દરેક લોકો એજ ચિંતાં માં હતાં કે આટલાં બધાં લોકોનું આમ રોજ રોજ મૃત્યું પામવાં પાછળ નું કારણ શું હોઈ શકે?

Story of village
pic credit: google

Story of village: એ ગામમાં આમ મૃત્યું નો તાંડવ ચાલું જ હતો, એવાં આ વાત ગાંધીનગરનાં આરોગ્ય વિભાગ સુધી પહોચી ગઈ. જેથી આ વાતની ચર્ચા સમગ્ર રાજ્યભર માં થવ લાગી, એટલે આરોગ્ય વિભાગનાં મોટા મોટા અધિકારીઓ જાતે આ વાતની તપાસ કરવાં તે ગામમાં પહોંચી ગયાં. આરોગ્ય વિભાગનાં અધિકારીઓ ધ્વાંરા ગામમાં પુછપરછ કરવાંમાં આવી, પણ ગામનાં લોકોએ ફરીથી એજ બહાનાં બતાવ્યાં, અને એજ સમયે કેટલાંક લોકો ચાર પાઈ ઊપર એક મૃતદેહ લઈને નીકળ્યાં. પેલાં અધિકારીઓ એ તે લોકોને ઊભાં રાખ્યાં, અને ચાર પાઈ ઊપર સુવડાયેલાં વ્યક્તિની તપાસ કરી. તે વ્યક્તિ મૃત્યું પામેલો હતો, એટલે અવે એ ગામનાં લોકોની પોલ ખુલી ગઈ હતી. પેલાં અધિકારીઓ એ કડકાઈ થી લોકોને પુછ્યું, ત્યારે ગામનાં લોકોએ જણાંવ્યું કે છેલ્લાં કેટલાંક સમયથી ગામમાં રોજ એક-બે લોકો મૃત્યું પામી રહ્યાં છે.

ADVT Dental Titanium

આ વાતની જાણ તે વિસ્તારનાં આરોગ્ય વિભાગનાં લોકોને થઈ તો એ લોકો તપાસ કરવાં માટે આવ્યાં હતાં અને ગામ માંથી અમુક દુકાનો અને ઘરો માંથી અમુક સેમ્પલ લઈ ગયાં હતાં, પરંતુ અત્યાંર સુધી તે લોકો તરફથી કોઈ જાણકારી મળી નથીં. આ વાત જાણતાં જ ગાંધીનગરથી આવેલાં અધિકારીઓ એ તે વિસ્તાર નાં આરોગ્ય વિભાગનાં કર્મચારીઓને ત્યાં બોલાવ્યાં. તે લોકોએ જણાંવ્યું કે તેઓ જે સેમ્પલ એ ગામ માંથી લઈ ગયાં હતાં, તેમાં કઈજ મળ્યું નથી. એટલે તે વાત ઊપર તેમણે ખાસ કઈ ધ્યાંન આપ્યું નહિ. આ બાબતનાં કારણે ગાંધીનગરથી આવેલાં અધિકારીઓ એ તે વિસ્તાંરનાં આરોગ્ય કર્મચારીઓને ફટકાર લગાંવી અને પછી ફરીથી તે અધિકારીઓએ તે વિસ્તાર નાં દરેક જગ્યાએથી સેમ્પલો લીધાં. અનાજ, પાણી, દવાઓ દરેક વસ્તુઓના સેમ્પલો લઈને ટેસ્ટ માંટે મોકલ્યાં. જ્યાંરે એ ટેસ્ટનાં રિપોટ્સ આવ્યાં ત્યારે તે દરેક લોકો ચોકી ગયાં, કારણ કે દરેક વસ્તું બરાબર હતી. કોઈ પણ વસ્તું માં એવું કંઈ જ નતું જેનાંથી આટલાં લોકો આમ મૃત્યું પામે.

છેલ્લે વિચારવાંની વાત એ હતી કે આટલાં બધાં લોકો મૃત્યુ પામ્યાં તો એની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? આવું ફક્ત તે એક જ વિસ્તાર માં થતું હતું એટલે આ કોઈ બીમારી પણ ના હોઈ શકે, તો આને શું સમજવું, કારણ કે જો આ કોઈ બીમારી હોય તો એ તેનાં આજુબાજું નાં વિસ્તારો નાં લોકો માં પણ જોવા મળે, પણ અહી તો એવું કંઈ જ નહતું. અત્યાંર સુધી આ એક એવી પહેલી બનીને રહી છે જેને કોઈ સુલઝાવી શક્યું નથી. (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો…symptoms of corona: આ લક્ષણો દેખાય તો તરત જ હોસ્પિટલ જઇને ચેકઅપ કરાવો…! વાંચો સંપૂર્ણ માહિતી