Kejariwal 3

ભાગ – ૦૨, આંદોલન: જરૂરિયાત કે પછી અંગત લાભ ???

આજ થી આશરે ૯ વર્ષ પહેલાં ની વાત છે. પણ એ વાત ની શરૂઆત કરતા પહેલા હું તમને ઘણા સમય પહેલા ની વાત તરફ લઈ જવા માંગુ છું. તો ૧૯૬૯ ની સાલ માં ભારત ની લોકસભા માં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતુ. જેમાં એવું દર્શાવવા માં આવ્યું હતું, કે ભારત દેશ નો કોઈ પણ નાગરિક જો ભારત ના કોઈ પણ રાજનૈતિક દળ એટલે કે પ્રધાનમંત્રી કે અન્ય કોઈ મંત્રી કે પછી કોઈ પણ સાંસદ ,ધારાસભ્ય સામે જો ભ્રષ્ટાચાર ની બાબત માં હોય તો એના માટે તપાસ માટે અરજી કરી શકે એની સગવડ આપવી. એટલે કે બીજા શબ્દો માં કહીએ તો દેશ માં ભ્રષ્ટાચાર જે થાય છે, એ નહિવત કરવો અને કોઈ ના મન માં એના વિશે જો કોઈ શંકા પણ હોય તો તેને દૂર કરવાં માટે ની એક પદ્ધતિ કે સિસ્ટમ કહી શકાય.

એમાં સરકારી કામકાજ અંગે કોઈ કામ ના થતું હોય તો એની પણ તપાસ અને ફરિયાદ આપી શકાય, ભ્રષ્ટાચાર અંગે ની તપાસ ખુબ ઝડપી થાય અને એનો નિર્ણય પણ ટુંક સમય માં આવી જાય એનો પણ સમાવેશ હતો, ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે પણ અવાજ ઉઠાવશે એને સુરક્ષા, સાથે સાથે આરોપી દ્વારા જે પણ નુકશાન થયું હોય એની ભરપાઈ ની પણ જોગવાઈ હતી. આની સાથે સાથેદેશ ના સરકારી કામકાજ માં પણ યોગ્ય સારો એવો સુધારો થાય એવો ફાયદો પણ હતો. હવે, આ બિલ લોકસભા માં પસાર તો થઈ ગયું પણ રાજ્યસભા માં અટકી ગયું હતું. જે થોડા થોડા સમયે ઘણી વાર મૂકવામાં આવતું હતું પણ કોઈ ના કોઈ કારણો સર અટકી જતું હતું. આખરે આ ૧૯૬૯ સાલ ની પ્રક્રિયા હવે અટકતી અટકતી ૨૦૦૮ ની સાલ માં આવી ને ફરી એક વાર અટકી ગઈ.

whatsapp banner 1

હવે આપડે પાછા ૨૦૧૧ ના વર્ષ માં નજર કરીએ. આપડા દેશ માં સારા સમાજસેવક કહી શકાય એવા એક ઉંમર લાયક બુઝુર્ગ કે જેઓ અવાર નવાર દેશ ના નાગરિકો ના નાનામોટા પ્રશ્નો ના ઉકેલ માટે ના પ્રયાસો કરતા રહેતા હતા. તેઓને એક દેશપ્રેમી અને ગાંધીવાદી વિચારો વાળા માણસ ગણી શકાય. અને એમના દેશપ્રેમ પાછળ નું પણ એક કારણ એ પણ હોય શકે, કે તેઓ એમની જવાની ના દિવસો માં ભારતીય સૈન્ય માં હતા, અને ત્યાં એક ઘટના દરમિયાન એમણે એમના અંગત ઘણા સાથી મિત્રો ને ખોઈ દીધા હતા. હવે, આ બુઝર્ગ ની નજર કોઈક રીતે આ ૧૯૬૯ થી ૨૦૦૮ સુધી ચાલી આવતા બિલ ની બાબત ઉપર હશે. અને એના માટે એમને સરકાર સમક્ષ એક મુદ્દો ઉઠાવ્યો, કે આ બિલ પાસ કરવાની બાબત લઈને આંદોલન ઉપર બેસવાની તૈયારી બતાવી. તેઓ ગાંધીવાદી વિચારો વાળાહતા તો કોઈને પણ બીજા અમુક હિંસક આંદોલન ની જેમ અહીંયા એવું થશે એવી આશા નહોતી.

Protest
ફોટો સોર્સ : ગુગલ

શરૂઆત માં કેટલા લોકો જેવા કે નિવૃત્ત ન્યાયાધીશ, અનુભવી વકીલ, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ના સભ્ય અને બીજા અન્ય એ એક લોકપાલ બિલ નું માળખું તૈયાર કર્યું હતુ, પણ એ સરકારે ના મંજૂર કર્યું હતું. જેથી તારીખ ૦૫ એપ્રિલ ૨૦૧૧ ના રોજ આ બુઝુર્ગ સમાજસેવક દિલ્હી ના એક મેદાન માં આંદોલન પર બેસી ગયા. હવે જ્યારે આ બુઝુર્ગ આંદોલન પર બેસી ગયા, ત્યારે એમણે પહેલા જ જણાવી દીધું હતું, કે તેઓ આમરણ ઉપવાસ પણ કરશે. અને એમને સમજાવા માટે કોઈ પણ પક્ષ એ આવવું નહિ. અને સાથે સાથે એમને કોઈ પણ પક્ષ ના સહકાર ની જરૂર નથી.

આ આંદોલન ફકત લોકો ના હિત માટે જ છે અને એ કોઈ પણ રાજનીતિક દળ માં જોડાશે પણ નહિ. વાત બહુ વધારે ઘર્ષણ વાળી બની ગઈ હતી. જ્યારે આંદોલન ની શરૂઆત થઈ તો પહેલા બઉ વધારે લોકો નો સમાવેશ નહતો થયો. પણ સમય વીત્યો તેમ તેમ લોકો ખૂબ વધારે પ્રમાણ માં ભેગા થયા. હવે ન્યુઝ ચેનલ હોય કે પછી સમાચાર પત્ર હોય બધેય આ આંદોલન ની જ વાત હતી. લોકો એ શોસિયલ મીડિયા ઉપર પણ ખૂબ કેમ્પેઇન કર્યું. દરેક લોકો ના મોડા પર ફક્ત ને ફક્ત એક જ નામ આ બુઝુર્ગ નું હતું. એ નામ હવે ફકત નામ નહી પણ લોકો ના હિત માટે ની એક બ્રાન્ડ બની ગઈ. ધીરે ધીરે દેશ ના નામચીન બિઝનેસ મેન, ફિલ્મ જગત ,ખેલ જગત હોય દરેક આ કેમ્પેઇન માં જોડાયા. શરૂઆત માં જ્યારે આંદોલન શરૂ થયુ, ત્યારે સભા ને સંબોધન આ બુઝુર્ગ પોતે જ કરતા હતા. એવું પણ કહેવાય છે, કે કેટલાક દિવસ તેઓએ પાણી નો પણ ત્યાગ કર્યો હતો. પણ દિવસ જેમ જેમ વીત્યા, તેમ તેમ એમની તબિયત માં પણ થોડી અસર જોવા મળતી હતી બીજી બાજુ આંદોલન નું જે કંઈ મેનેજમેન્ટ કામ હતું, એમાં ઘણા સમાજસેવકો ના હાથ માં આવ્યું હતું.

એમાં એક ઈન્કમટેકસ અધિકારી પણ હતા. અને એમના વિચારો એ આ આંદોલન ના આગેવાન બુઝુર્ગ ના વિચારો સાથે મળતા આવ્યા હતા, તથા નોલેજ ની સાથે સાથે સ્પીચ માં પણ સુવ્યવસ્થિત હતા. જેથી કરી ને એ ટૂંક સમય માં ખુબ નજીક આવી ગયા. હવે આ બંને ટુંક સમય માં ગુરુ શિષ્ય ની જોડી રૂપે બહાર ઉભરી આવી. હવે ધીરે ધીરે આ આગેવાન અધિકારી ને આંદોલન ની વાગડોળ એમને પણ શોપી. ક્યારેક ક્યારેક તેઓ પણ હવે સભા ને સબોધન કરતા થઈ ગયા હતા. ત્યારે કોણ જાણતું હતું, કે આજ ની આ રાજનીતિ ના એક ભાગ નો અંકુર ત્યારે ત્યાં ફૂટી રહ્યો હતો.

બીજી રીતે કહીએ તો વર્તમાન સમય ની આ રાજનીતિ નો એક ભાગ એ આંદોલન માં જન્મ લઈ ચુક્યો હતું. આખા ભારત દેશ માં હવે પરિસ્થિતિ કથળી બનતી હતી કોઈ નુકશાન ની રીતે નહિ, પરંતુ સરકાર ઉપર હવે દબાણ આવવા લાગ્યું હતું. સરકાર પાસે હવે કોઈ રસ્તો નહોતો, કેમ કે જો ઉપવાસ ના કારણે એ બુઝુર્ગ ને કંઇક થાય તો સરકાર મુશ્કેલી માં મુકાય. બીજી બાજુ સરકારી દળ ને આંદોલન માં કોઈ પણ પ્રકારે એન્ટ્રી હતી નહિ. જેથી સરકાર તરફ થી એક વ્યક્તિએ તેઓ ને મનાવા માટે બીડું જડપ્યું.

Kejariwal 3
ફોટો સોર્સ : ગુગલ

તારીખ ૯ એપ્રિલ ના રોજ એ વ્યક્તિ એમની પાસે ગયા અને એમની સાથે એક મિટિંગ નું આયોજન કર્યું. મિટિંગ માં વાટાઘાટો થયા પછી આખરે આ હઠ ઉપર પૂર્ણ વિરામ આવ્યું. પૂર્ણ વિરામ આવવાનું કારણ એજ હતું, કે સરકાર એમની વાત ને મંજુર રાખશે. જેથી લીંબુ સરબત થી પારણા થયા, અને આંદોલન નો સુખદ અંત આવ્યો. સમય વીતતાં ની સાથે બનવા જોગ બન્યું, કે આ બિલ પસાર થઈ તો ગયું, પણ એમાં ઘણા ખરા મુદ્દાઓ હટાવી લેવામાં આવ્યા હતા. એવું કહી શકાય કે આ મેટર ને અપંગ બનાવી દીધી હતી. આ વિષય નો બીજો દોર ચાલુ થયો કે જેમાં પરિસ્થિતિ વિપરીત હતી. જે મુદ્દાઓ હટાવી લેવામાં આવ્યા હતા એના ઉપર થી ઘણા લોકો એ પોત પોતાના વિચારો ઘડ્યા. એમાં અગાઉ ના આંદોલન માં ગુરુ શિષ્ય ની જોડી હતી એમના વિચાર આ બાબત માં એક સરખા મળ્યા નહિ. શિષ્ય નું કહેવું હતું કે એના માટે રાજનીતિ માં આપડે કોઈ એક પક્ષ લઈને સામેલ થવું જોઈએ તો બીજી બાજુ ગુરુએ આંદોલન ની શરૂઆત માં જ જણાવ્યું હતું, કે રાજનીતિ માં તેઓ ક્યારેય નહિ આવે કે બીજા પક્ષ સાથે જોડાશે પણ નહિ. વિચારો અલગ થતા અવે ગુરુ શિષ્ય વચ્ચે સંઘર્ષ શરૂ થયો.

આ સમય માં બીજી બાજુએ દિલ્હી માં વિધાનસભા નું ઇલેક્શન માથા ઉપર હતું. જે અંકુર આંદોલન માં ફૂટ્યો હતો એ અંકુર આજે એનું અસ્તિત્વ પાકા પાયે બનાવી દીધું હતું. મોકા નો લાભ લઈને શિષ્ય દ્વારા એક નવી રાજનૈતિક પાર્ટી ની રચના કરવામાં આવી. આ પાર્ટી માર્કેટ માં આવી તો ખૂબ જ ચર્ચા માં આવી ગઈ હતી, ખાસ કરીને પાર્ટી ના નિશાન ને લઈને. દિલ્હી માં ઘણા સમય થી એક બેન પેલે થી સત્તા માં પોતાની ધાક લગાવી ને બેઠા હતા. વાતાવરણ અનુસાર પહેલી થી નક્કી જેવું જ ગણી શકાય કે દર વખતે ની જેમ ચાલુ સરકાર જ પછી એક વાર સત્તા માં આવશે. પણ આ બાજુ નવી પાર્ટી એ પ્રચાર ખુબ જ જોર શોર થી કર્યો. પાર્ટી એ એવા એવા લોકો ને ધારાસભ્યો ની ટીકીટ આપી હતી, કે જેમાં ઘણા ખરા તો રાજનીતિ માં નવા નિશાળિયા હતા. ઇલેક્શન હતું કે મજાક હતી કઈ સમજાતું નહોતું. દિલ્હી ની પબ્લિક ને ખુબ જ પ્રમાણ માં વાયદાઓ અપાય ગયા હતા. આખરે ચૂંટણી નું રીઝલ્ટ આવી ગયું.

રીઝલ્ટ ધાર્યા કરતાં ખૂબ જ વિપરીત આવી ને ઉભુ રહ્યું . નવી પાર્ટી એ બીજી પાર્ટી ના સહયોગ થી સત્તા માં આવી. હવે વાત મુદ્દા ની એ આવી કે આંદોલન ની શરૂઆત જે મુદ્દા થી થઇ હતી એનું શું થયું? ખરેખર એ આંદોલન થી સંપૂર્ણ પણે એનું રીઝલ્ટ મળ્યું? ખરેખર આ આંદોલન ની જરૂરિયાત હતી કે પછી એ જરૂરિયાત ને બાજુ માં મૂકી ને અમુક લોકો એ એનો અંગત લાભ લઈ લીધો??? (ડિસ્કલેમર: આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો….ભાગ -૦૧, આંદોલન: જરૂરિયાત કે પછી અંગત લાભ ???