Andolan

આંદોલન: જરૂરિયાત કે પછી અંગત લાભ ???

Pooja shrimali

ભારત, નામ સાંભળતા ની સાથે જ મન માં એક ખુમારી આવી જાય એવું આ દેશ નું નામ. ખુબ સરસ દેશ છે, જ્યાં દેશ નું સંચાલન લોકો ના મત ઉપર થાય છે. બીજી રીતે કહીએ તો દેશ નું સંચાલન એની પ્રજાના હાથ માં છે. ખરેખર આ સાચું જ છે ને? અહીંયા વિવિધતા માં એકતા સમાયેલી તો છે, પણ ક્યારેક અને ક્યાંક ને ક્યાંક એની રાજનીતિમાં ઘણી વાર જોવા એવું પણ મળે છે, કે એકતા માં પણ વિવિધતા ના કમોસમી વાદળો છવાઈ જતા હોય છે. એનું કારણ ?

જવા દો, ભલે જે હોય એ. દેશ લોકશાહી છે, એના નિયમ અનુસાર પ્રજા પોતાના મત ના આધાર થી અમુક માણસોને એનું સંચાલન સોંપે છે. પણ જ્યારે એ અમુક માણસો દેશ કે પછી જે તે રાજ્ય નું કે વિસ્તાર નું સંચાલન યોગ્ય રીતે ના કરતાં ખોટી રીતે અહિત નું કામ કરે, અથવા તો પ્રજા ની માંગણી નો અસ્વિકાર થાય ત્યારે પ્રજા ને એનો વિરોધ દર્શાવવા આંદોલન કરવા માટે ની વ્યવસ્થા પણ આપી છે. આંદોલન ની વાત આવી છે, અને હાલ માહોલ પણ એવો જ કંઇક છે તો એની વાત આગળ વધારવા માં મોડું નઇ કરું.

Andolan

વાત છે એ સમય ની કે જ્યારે ભારત આઝાદ થયા ની સિલ્વર જુબલી ઉજવી ચુક્યું હતું. તેના એક વર્ષ પછી ભારત ભર શિયાળા ની કાતિલ ઠંડી માં ઠુંઠવાતું હતું, અને એ સમયે ગુજરાત ના અમદાવાદ શહેર ની એક સરકારી કોલેજ ના વિદ્યાર્થીઓ અચાનક જ કોઈક વાત એ લઈને આંદોલન ઉપર ઉતરી આવ્યા. વાત બઉ જ સહજ હતી, કે કોલેજ ની કેન્ટીન માં જમવાનો ભાવ વધી ગયો હતો. અવે સામાન્ય રીતે કોઈને પણ વિચાર આવે કે કોલેજ ની કેન્ટિન માં જમવાનો ભાવ વધવાની વાત માં આંદોલન? હા, વાત સાચી છે. વિદ્યાર્થીઓ સરકાર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર ની બાબત ને લઈને આંદોલન ઉપર ઉતરી આવ્યા હતા.

આઝાદી પછી ના એક મોટા આંદોલન ની ચિનગારી શહેર ની સરકારી કોલેજ ના કેંટીન માં લાગી ગઈ હતી. શરૂઆત માં આંદોલન કોલેજ ના વિદ્યાર્થી પૂરતું હતું. પણ પછી એમાં શહેર નો મજૂર વર્ગ અને પછી મધ્યમ વર્ગ પણ જોડાય ગયો. મજૂર અને મધ્યમ વર્ગ નું આંદોલન માં જોડા વાનું કારણ એ હતું, કે સરકાર દ્વારા મળતા અનાજ માં ઘટાડો અને બજાર માં અન્ય ચીજ વસ્તુ ના ભાવ માં વધારો થયો હતો.જોતજોતામાં આંદોલનની આ નાની ચિનગારી એ બઉ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુજરાત ના નાના મોટા દરેક શહેર માં લોકો આંદોલન માં ઉતરી આવ્યા હતા. લોકો એ ગમે તેમ તોડ ફોડ શરૂ કરી દીધી. વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. સમાચાર પત્રો માં જ્યાં જુઓ ત્યાં ફકત આંદોલન, લોકો ની માંગ અને સરકારવિરુદ્ધ ના શૂત્રોચાર શિવાય બીજું કંઈ દેખાતું નહોતું.વાતાવરણ ખૂબ જ ઉશ્કેરાયેલું અને ભયજનક સર્જાયેલું હતું. પરિસ્થિતિ ને સાચવી રાખવા માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત લગાવી દેવાયો હતો. પણ પબ્લિક કોઈ પણ રીતે કઈ માનવા રાજી નહોતી પોલીસ દ્વારાના છૂટકે આકરા પગલાં લેવામાં આવ્યા. પરંતુ પરિસ્થિતિ વિચાર્યું હતું, એથી ઊલટું થયુ, અને જાન્યુઆરી નાઅંત સુધી માં રાજ્ય ના અમદાવાદ શહેરમાં લશ્કર આવ્યું. આ દરમિયાન જાણે અજાણે ઘણા લોકો ઘાયલ થયા તો ઘણા લોકો મોત ને ભેટ્યા.

Gujarat Nav Nirman

એક કોલેજથી શરૂ થયેલ આ આંદોલન પછી રાજકીય કક્ષાએ પહોચ્યું. ધીરે ધીરે હવે નાના મોટા પક્ષ એક જૂથ થઈ સરકાર વિરૂદ્ધ થવા લાગ્યા હતા. ઠેર ઠેર સરઘસ થયા , શહેર માં અલગ અલગ જગ્યાએ સભાઓ થવા લાગી. પરિસ્થિતિ એટલી હદે વધારે ને વધારે કથળી બનતી હતી કે ધારા સભ્યો ને ઘેરી લઈને લોકો રાજીનામાં માંગવા લાગ્યા. કહેવાય છે કે આંદોલન ની શરૂઆત ગુજરાતમાં થઇ હતી પણ તેની અશર આખા દેશ માં વ્યાપી ગઈ હતી, ઘણા વિદ્યાર્થીઓ દિલ્હી માં પહોંચીને ત્યાં પણ રેલીઓ યોજી હતી.આ બાજુ દિલ્હી માં આઝાદી થી આ દિવસ સુધી એક જ પક્ષ ની સરકાર સત્તા માં હતી. ગુજરાત માં પણ દિલ્હી ની સરકાર ના પક્ષ ની જ સત્તા હતી. ગુજરાત ની સરકાર બહુમતી ધારાસભ્યો થી સત્તા માં હતી, પણ બઉજ આશ્ચર્યની વાત બની, કે ઘણા ખરા ધારાસભ્યોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજીનામા આપ્યા હતા. આંદોલન ની શરૂઆત લગભગ જાન્યુઆરી માં થઈ અને માર્ચ ના મધ્ય સુધી તો અડધા જેટલા ધારાસભ્યો દ્વારા રાજીનામા આપાય ગયા હતા. આખરે વિધાનસભા વિખેરાઈ ગઈ. આખરે મુખ્યમંત્રી દ્વારા પણ રાજીનામું મૂકવામાં આવ્યું. પરિસ્થિતિ અસમંજસ વાળી હતી, કેમકે સત્તામાં જે પક્ષ હતો એ જ પક્ષના એક દિગ્ગજ નેતા કે જે દિલ્હી ની પોઝિશન માં ના એક હતા તેઓ પણ હવે તો ભૂખ હડતાળ ઉપર બેસી ગયા હતા. આખરે ભૂખ હડતાળ માં બેસેલા નેતા ની માંગણી ના ટેકા માં એ સમયે દિલ્હી સરકારે બીજી ચૂંટણી ની મંજુરી આપી, અને થોડા દિવસ માં આંદોલન નો પણ અંત આવ્યો.

હવે મુદ્દા ની વાત એ છે કે આંદોલન નો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ભ્રષ્ટાચાર ને નાબૂદ કરવો અને બજાર માં થયેલ ભાવ વધારાને ઓછો કરવો. તો શું આ બંને મુખ્ય ઉદ્દેશ પૂર્ણ થઈ ગયા હતા? તો એનો જવાબ સ્વાભાવિક રીતે ના જ હતો. તો પછી જે ઉદ્દેશ થી આંદોલન ની શરૂઆત થઈ આટલું બધું નુકશાન કર્યું એનું પરિણામ શું? તો પછી ક્યાંક આંદોલન નો ઉદ્દેશ ફકત ગુજરાત ની સરકાર ને વિખેરવા નો તો નહોતો ને? અમુક લોકો નો ઈશારો એ પણ છે કે સરકાર ભ્રષ્ટાચારી નહોતી, પણ એ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે અનાજ ની કમી થઈ હતી અને બજાર માં ભાવ વધારો થયો હતો. તો શું એ સમય ના ચાલુ વર્ષ ના વરસાદ ના રિપોર્ટ ખોટા હતા? કેમ કે જે વર્ષ માં આંદોલન થયું એ વર્ષ નો વરસાદ તો ખેતી લાયક હતો. તો પછી કારણ શું હતું? શું કામ લોકો ને મળતા અનાજ નો જથ્થો ઓછો કરી દેવામાં આવ્યો હતો?

whatsapp banner 1

બીજો ઈશારો એ પણ છે કે એ સમયે દેશ ના બીજા એક રાજ્ય માં ચૂંટણી આવી રહી હતી અને ગુજરાત ને મળતા અનાજ માં ઘટાડો કરીને બાકી નું અનાજ જે તે રાજ્ય માં આપવામાં આવ્યું હતું? આ કારણોસર મુખ્યમંત્રી દિલ્હી ની વાત વધારે ધ્યાન માં ના લઈ ને પોતાની રીતે સરકાર ચલાવતા હતા. આ બાબત દિલ્હી ની આંખ માં ખૂંચતી હતી. તો ક્યાંક એ બાબત ને લઈને દિલ્હી તો જવાબદાર નહોતું ને? એ સમયે શું ખરેખર આ આંદોલન ની જરૂરિયાત હતી કે પછી અંગત લાભ નો શિકાર તો નહોતું બન્યું ને ગુજરાત? (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

આ પણ વાંચો….

loading…