Ek Vaat Mahatmani Part 26

“એક વાત મહાત્માની” અંક:૨૬ ગાંધીવાદ

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek Vaat Mahatmani Part 26

વિશ્વને માર્ગદર્શિત કરતા ગણા મહાનુભાવો એ વિચારમુલ્યો આપ્યા. માર્કની માર્કસવાદી વિચારધારા, સામ્યવાદી વિચારધારા આ તમામની વચ્ચે પોતાની એક અલગ ઓળખ અને વિચારને પ્રસ્તુત કરે છે એ છે ગાંધીજીની ગાંધીવાદ વિચારધારા. જોકે ગાંધીજી પોતે જ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે “ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ છે જ નહિ” પરંતુ તેમણે દર્શાવેલ સત્ય અહિંસાનાં માર્ગને આત્મસાદ કરનાર આજે વિશ્વનાં દરેક ખૂણે ખૂણે જોવા મળે છે તે ગાંધીવાદને અને ગાંધી વિચારને અનુસરે છે અને તેને પ્રચારપ્રસાર પણ કરે છે. આપણે ચોક્કસ પણે કહી શકીયે કે ગાંધીજીનું સ્થળ શરીર આપણી વચ્ચે નથી તેમ છતાં તેમની ચીંધેલા માર્ગને અસંખ્ય લોકો અનુસરી રહ્યા છે આજ દર્શાવે છે જે ગાંધીવાદ કે ગાંધીજીનાં સિદ્ધાંત આજે પણ એટલા જ પ્રસ્તુત છે. શું છે આ ગાંધીવાદ? આવો પ્રશ્ન દરેકને થાય. ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન સત્ય, અહિંસા જેવા બીજા અનેક મુલ્યો, વ્રતોને આજીવન નિભાવ્યા તેમજ વિશ્વને આ બાબતે અવગત કરાવ્યા.

ગાંધીજીનાં સત્ય, અહિંસા, સદભાવના, સમભાવ જેવા ઘણા મુલ્યોને ગાંધીવાદ કે ગાંધી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. સત્ય અને અહિસા જે ગાંધીજી પૂર્વે માત્ર ધાર્મિક શ્રેત્ર પૂરતા હતા તેનો વ્યાપ ગાંધીજીએ સર્વે દિશાઓમાં કર્યો. તેમણે સત્ય અને અહિસાએ એક સાથે કરીને “અહિંસક સત્યાગ્રહ” નું વિશિષ્ટ મુલ્ય અને લડતનું અમુલ્ય સાધન લોકોને આપ્યું. “અહિંસક સત્યાગ્રહ”થી અંગ્રેજો સામે હિદુસ્તાનનીઓએ લડેલી સ્વરાજની લડાઈમાં સફળતા મેળવી. સામાન્યપણે જયારે કોઈ લડાઈ હોય ત્યારે નીતનવા હથિયારો, અસત્યો, હિસક પ્રવૃતિઓનો ઉપયોગ થાય છે પરંતુ ગાંધીજીએ તેનાથી તદ્દન વિરુદ્ધ આત્મસમર્પણની સાથે સત્યાગ્રહની નવી કારગર પદ્ધતિની વિશ્વને ભેટ આપી. આ સાથે અપરિગ્રહ, સાદાઈ, બ્રહ્મચર્ય જેવા આગિયાર વ્રતોને પોતાના જીવનમાં આચરીને અન્યોને આ માટે પ્રેરિત કર્યા.

ગાંધીવાદ કે ગાંધી વિચાર માત્ર સત્ય અને અહિસા સુધી સીમિત નથી. વિશ્વનાં દરેક વ્યક્તિ પ્રત્યે સમાન પ્રેમ, સમાન ભાવ, સહાનુભૂતિ સહીત પીડિત, શોષિતમાં ઈશ્વરનો વાસ સમજીને તેની સેવા એ પણ ગાંધીવાદની વિશેષતા છે. હિદુસ્તાન જેવ વિશાળ દેશને અનુલક્ષીને ગાંધીજીએ સર્વધર્મસમભાવ, શરીરશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતાનિવારણ જેવા જેવા મૂળભૂત મુલ્યોને અગિયાર વ્રતોમાં સ્થાન આપ્યું અને પોતે રોજીંદા જીવનમાં શ્રમ કરીને અન્યો માટે પણ ઉદાહરણ પૂરું પાડ્યું. હિન્દુસ્તાનનાં ઘરે ઘરે સુધી રેંટીયો પોહાચાડીને લાખો લોકોને સ્વાવલંબી થવા અને  સ્વદેશી અપનાવવાનું ક્રાંતિકારી કાર્ય કર્યું. પરદેશી વસ્તુઓનાં સાથે  પરદેશી કેળવણીનો પણ બહિષ્કાર કરીને સ્વદેશીપણાની ચળવળને દેશવ્યાપી બનાવી. આ પ્રકારનાં મુલ્યોનો સરવાળો એટલે ગાંધીવાદ.

ગાંધીવાદ માત્ર ગાંધી ટોપી, ખાદી જેવી કોઈ જડ વસ્તુઓ સુધી સીમિત નથી. તે એક વિચાર છે.ગાંધીવાદ ગરીબી-બેકારીને નિવારણ માટે સ્વદેશી, ગૃહઉદ્યોગ, ગ્રામોધ્યોગ સાથે સત્તાનાં વિકેન્દ્રીકરણની અર્થવ્યવસ્થાનો હિમાયતી રહ્યો છે. ગાંધીવાદ સ્વદેશી, જાત મહેનત, ટ્રસ્ટીશીપ, સમાન વેતન, જેવા વિચારોને પ્રગટ અને સમાવિષ્ઠ કરે છે. ગાંધીવાદનાં વિચાર અને મુલ્યોનો વિસ્તાર ઘણો વિશાળ છે જે માત્ર વિચાર અને બોલવા પર નહિ આચરણ પર ભાર મુકે છે.   (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference:ગાંધી સાહિત્ય, ઇન્ડિયન ઓપીનીયન, કલેકટીવ વર્ક ઓફ ગાંધી

ક્લિક કરો અને આગણ વાંચો…..અંક:૨૭ ગાંધીજીનું અર્થશાસ્ત્ર