“એક વાત મહાત્માની” અંક:૨૪ લોકશાહી અને લોકો

Hiren Banker
હિરેન બેન્કર
પીએચડી રિસર્ચ સ્કોલર.અમદાવાદ
Ek Vaat Mahatmani part 24

સમગ્ર વિશ્વમાં બે પ્રકારની વ્યવસ્થાઓ પ્રવર્તમાન છે એક લોકશાહી અને એક સરમુખત્યાર શાહી. દુનિયામાં ચાલી રહેલા વિશ્વયુદ્ધ, ફાસીવાદ, અરાજકતા જેવી ગંભીર પરીસ્થીતીઓમાં મહાત્મા ગાંધીજીએ સર્વોદયનો વિશિષ્ઠ સિદ્ધાંત આપ્યો. ગાંધીજીનું લોકશાહી, સ્વરાજ્ય અને કલ્યાણરાજ્યના હિમાયતી હતા. ગાંધીનાં વિચારમાં મૂળ વાત “ નબળાને પણ તેટલી જ ટકો મળવી જોઇએ જેટલી સબળા લોકોને મળતી હોય” અને તે માત્ર અહિંસાથી જ પ્રાપ્ત કરી શકાશે. તે સત્ય અને અહિંસાનાં મુલ્યોને કેન્દ્ર સ્થાને રાખતા. ગાંધીજીએ “અહિંસક સત્યાગ્રહ”નો મહાન સિધ્ધાંત વિશ્વને ભેટ આપ્યો. તેમના માટે દેશમાં રામરાજ્ય હોય જેમાં લોકમત પર રચાયેલું ન્યાયપૂર્ણ રાજ્ય એટલ લોકતંત્ર.

ગાંધીજીએ હંમેશા સત્તાનાં વિકેન્દ્રિકરણની વાતને સમર્થન આપ્યું છે. તેમણે ગ્રામસ્વરાજ, પંચાયતરાજ્યને મહત્વ આપતા કહ્યું કે તમારા નિર્ણયમાં છેવાડાનાં માનવીને ધ્યાને રાખીને કોઈ પણ નીતિ બનાવવી જોઈએ.ગાંધીજી માનતા કે ઊંચામ ઉંચી મહત્વાકાંક્ષા રાખનાર માણસને જે જોઈએ એ બધું જ ભારતમાં છે. તેમણે પોતના લોકશાહી વિચારની સાથે પશ્ચિમ દેશોનાં પાર્લામેન્ટરી શાસન પદ્ધતિનો પણ વિરોધ સાથે ઇંગ્લેન્ડની આશરે સાતસોથી વધુ વર્ષ જૂની પાર્લામેન્ટરી રાજ્યવ્યવસ્થાની પણ વેધક સમીક્ષા કરી કરતા પોતાના વિચારો સાર્વજનિક કર્યા હતા.  લોકશાહી વિષે કહેતા ગાંધીજી જે કહ્યું કે “સાચી લોકશાહી અથવા જનતાનું સ્વરાજ ક્યારેય અસત્ય દ્વારા ન આવી શકે. હિંસા અર્થ એ છે કે પોતાના સરળ ઉપયોગ માટે વિરોધીઓના દમન અથવા સંહાર દ્વારા તમામ વિરોધને દૂર કરવાનો છે. તે વ્યક્તિગત સ્વતંત્રતા માટે નથી. વ્યક્તિગત સ્વતંત્રતામાં ફક્ત અપ્રમાણિત અહિંસાના શાસન હેઠળ હોઈ શકે છે” તેમના મતે રાજકીય શક્તિ એ માત્ર સાધન છે જેથી લોકોને જીવનના દરેક રીતે તેમની સ્થિતિ વધુ સારી કરવા મદદ મળે છે.

ગાંધીજીએ લોકશાહી માટે કહ્યું છે કે હું માનું છું કે સાચી લોકશાહી ફક્ત અહિંસાનું પરિણામ હોઈ શકે છે. વિશ્વ સંઘની રચના પણ ફક્ત અહિંસાના પાયા પર જ ઉભી કરી શકાય છે, અને વિશ્વની વિવિધ બાબતોમાં હિંસાને સંપૂર્ણપણે છોડી દેવી જોઈએ. ગાંધીજીનાં મતે એવા આઝાદ ભારત નથી જોઈતું જે અંગ્રેજીની ગુલામી માંથી આઝાદ થયા બાદ અન્ય કોઈની ગુલામીમાં હોય બદલાવ માત્ર એક રાજાને બદલીને બીજા રાજા લાવવા માટે નથી. લોકશાહીમાં “અભિપ્રાયના મતભેદો”નો અર્થ ક્યારેય દુશ્મનાવટ ન હોવો જોઈએ અને જો એવું હોય તો હું અને મારા પત્ની એકબીજા દુશ્મન હોવા જોઈએ. ગીતાને માનનાર તરીકે હું સદાય મારા અભિપ્રાયથી અલગ વ્યક્તિને હું એટલીજ આત્મીયતાથી જોવું છું જેટલું મારી સૌથી નજીકનાં વ્યક્તિને જોવું છું  

સાચો લોકશાહી શાસક એવો હોય જે સ્વતંત્રતાને અહિંસાનાં માધ્યમથી સાચવી રાખે ગાંધીજીનાં મત મુજબ “લોકશાહી શિસ્તબદ્ધ અને પ્રબુદ્ધ વિશ્વની શ્રેષ્ઠ વસ્તુ છે. જો લોકશાહી પૂર્વગ્રહ, અરાજકતા, અંધશ્રધ્ધા અરાજકતા માં ઉતરશે તો પોતે સ્વયંને નાશ કરશે“ આજે જે રાજ્યો નજીવી રીતે લોકશાહી તેઓ એ સ્પષ્ટ રીતે કાં તો સર્વાધિકારવાદી બનવું પડશે અથવા જો તેઓ હોય ખરેખર લોકશાહી બનવું હોય તો તેઓ હિંમતભેર અહિંસક બનવું પડશે. ગાંધીજીએ જણાવ્યું કે તે ક્ષણથી તે એક સત્યગ્રહી બન્યો તે ક્ષણે મેં એક વિષય બનવાનું બંધ કર્યું, પરંતુ નાગરિક બનવાનું બંધ નથી કર્યું દરેક  નાગરિકે સ્વેચ્છાએ કાયદાઓનું પાલન કરે છે અને ક્યારેય મજબૂરી હેઠળ કે ડર હેઠળ તેમના ભંગ ન કરે (ડિસ્કલેમર:આ લેખકનું પોતાના વિચાર છે.)

Reference:ગાંધી સાહિત્ય, ઇન્ડિયન ઓપીનીયન, કલેકટીવ વર્ક ઓફ ગાંધી

ક્લિક કરો અને આગણ વાંચો……..અંક:૨૫ ટ્રસ્ટીશીપ –  વાલીપણું

loading…
banner still guj7364930615183874293.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!