Farsa

અહીં આજે પણ હાજર છે ભગવાન પરશુરામ ની વિશાળકાય કુહાડી, જાણો ક્યાં આવેલું છે આ રહસ્યમહ સ્થળ?

Farsa

ધર્મ ડેસ્ક, 12 જાન્યુઆરી: ઇતિહાસ સાથે જોડાયેલી ઘણી વાર્તામાં ભગવાન પરશુરામ અને તેમની પાસે રહેલી પરશુ(કુહાડી) વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ તમને ખબર છે કે તેમનું પરશુ આજે પણ ધરતી પર હાજર છે. જી, હાં દાવો કરવામાં આવ્યો છે. એક પહાડી પર સ્થિત એક મંદિર માં ભગવાન પરશુરામનું પરશુ દટાયેલું છે. જે ભગવાન પરશુરામે જાતે જ ત્યાં દાટ્યું હતું. આ પરશુ સાથે જોડાયેલી રહસ્યમય કથા છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો આવો આપણે આ રહસ્યમય કથા વિશે જાણીએ…

હકીકતમાં ઝાંરખંડની રાજધાની રાંચીથી લગભગ 150 કિમી દૂર ગૂમલા જિલ્લામાં એક પહાડી છે. જ્યાં સ્થિત ટાંગીનાથ ધામ છે. આ ધામના એક મંદિરમાં ભગવાન પરશુરામની કુહાડી હાજર છે. આમ, તો આ પરશુ ખુલ્લા આકાશની નીચે જ છે. પરંતુ આજ સુધી ક્યારેય કાટ લાગ્યો નથી. હજારો વર્ષોથી પરશુ સુરક્ષિત કેવી રીતે સચવાય છે. આ એક રહસ્ય જ છે.

Whatsapp Join Banner Guj

માન્યતા અનુસાર, જે પણ કોઇ વ્યક્તિ પરશુથી છેડછાડનો પ્રયત્ન કરે છે તેને ગંભીર પરિણામ ભોગવવું પડે છે. કહેવામાં આવે છે કે એક વખત લુહાર જનજાતિના અમુક લોકોએ પરશુની જમીનથી ઉખાડીને લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જ્યારે પરશુ જમીનથી બહાર ન આવ્યું તો તેઓએ પરશુના ઉપરના ભાગને કાપવાનો પ્રયત્ન કર્યો. તેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યાં હતા. આ ઘટના બાદ ત્યાં હાજર રહેલા લુહાર જનજાતિના લોકોનું એક એક કરીને મોત થવા લાગ્યું હતું. ત્યાર બાદ ઘણા લોકો તે વિસ્તાર છોડીને જતા રહ્યાં હતા. આજે પણ આ જનજાતિના લોકો આસપાસના ગામમાં રહેતા ડરે છે.

ભગવાન પરશુરામ ટાંગીનાથ ધામ આવ્યા અને ત્યાં પરશુ દાટ્યુ તે પાછળ પણ રસપ્રદ કથા છે. માન્યતા અનુસાર, ત્રેતા યુગમાં જનકપુરમાં માતા સીતાના સ્વયંવર દરમિયાન જ્યારે ભગવાન રામે શિવજીનો ધનુષ તોડ્યું અને તેનો અનાજ સાંભળીને પરશુરામ પણ ગુસ્સામાં જનકપુરી પહોંચ્યા અને તેમણે ભગવાન રામ તથા લક્ષ્મણને ઓળખ્યા વિના જ તેમને ખુબ જ ખરુ ખોટુ સંભળાવ્યું, પરંતુ પછી તેમને ભાસ થયો કે રામજી વિષ્ણુનો જ અવતાર છે. ત્યારે તે પશ્ચતાપ કરવા માટે વિશાળ જંગલોની વચ્ચે પહાડ પર જતા રહ્યાં હતા. ત્યાં જ તેઓએ પોતાનો પરશુ દાંટી દીધો અને ઘોર તપસ્યામાં લીન થઇ ગયા. આજે તે જ સ્થળને ટાંગીનાથ ધામ નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે પરશુ ઉપરાંત ભગવાન પરશુરામના પદચિન્હ પણ અહીં જોવા મળે છે.

ટાંગીનાથ ધામમાં ઘણા બધા શિવલિંગ અને પ્રાચીન પ્રતિમાઓ છે અને તે પણ ખુલ્લા આકાશ નીચે જ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1989માં પુરાતત્વ વિભાગે અહીં ખોદકામ કર્યું હતું. તેમાંથી હીરા જડિત મુકુટ અને સોના-ચાંદીના આભુષણ સહિત અનેક કિમતી વસ્તુ મળી આવી હતી. જો કે ત્યાર બાદ અચાનક ખોદાકમનું કામ બંધ કરવામાં આવ્યું હતું. કામ બંધ કરવાનું કારણ આજ સુધી સામે આવ્યું નથી. તે વાત આજે પણ રહસ્ય જ છે. ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓ આજે પણ ડુમરીથાનાના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

આ પણ વાંચો…વજન ઘટાડવાની સાથે આ 6 બીમારીઓમાં રાહત આપે છે આદુ, સાથે પાચન શક્તિને બનાવે છે મજબૂત