WhatsApp Image 2020 08 05 at 6.00.14 PM

શ્રીમંત મહારાજ શિવજીની છડીને સર્વેશ્વરના ચરણ કમળ સુધી લઈ ગયા અને શિવ પ્રતિમાના સુવર્ણ આવરણ માટેનું પૂજન શરૂ કરાવ્યું.

Vadodara

યોગેશભાઈની તપ સાધનાથી વડોદરાને સર્વેશ્વરની ભેટ મળી છે: પવિત્ર શ્રાવણ મહિનામાં શિવજી સુવર્ણમય થાય એ અદકેરા આનંદનો પ્રસંગ ગણાય:વિધાનસભા અધ્યક્ષ

આટલી વિશાળ શિવ પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવું એ કદાચિત વિશ્વનો પ્રથમ પ્રસંગ: સર્વેશ્વર શિવની કૃપાથી જ આ ભગીરથ કામ પૂરું થશે: નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલ..

WhatsApp Image 2020 08 05 at 6.00.14 PM

અહેવાલ.સુરેશ મિશ્રા

એક તરફ સદીઓથી ભારતને જેની પ્રતીક્ષા હતી એ ભવ્ય રામ મંદિરના નિર્માણનો અયોધ્યામાં પ્રધાનમંત્રીશ્રી એ શુભ પ્રારંભ કરાવ્યો તો એની સાથે જાણે કે સુભગ સમન્વય સર્જાયો હોય તેમ વડોદરા ની શાન અને પ્રાણ જેવા સુરસાગર મધ્યે બિરાજમાન ભગવાન સર્વેશ્વર શિવની અતિ વિરાટ પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરીનો પ્રારંભ થયો.વડોદરા ના શ્રીમંત મહારાજ સમરજીતસિંહ અને શિવ પ્રતિમા ના સંકલ્પ ધારક ,રાજ્યના નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલે બોટ ક્લબના કાંઠે શિવજીની પવિત્ર છડીનું વિધિવત પૂજન કર્યું.પછી મહારાજ આ છડીને લઈને નૌકા દ્વારા સર્વેશ્વર પ્રતિમાના ચરણ કમળ સ્થળે ગયા અને 4 વેદોના જ્ઞાતા બ્રહ્મર્ષિ ભૂદેવો એ પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવાની સર્વેશ્વર ની મંજુરી માંગતા હોય તેવા ભાવ સાથે વેદોક્ત શિવ પૂજન કરાવીને સુવર્ણ આવરણ ના ભગીરથ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો.આ વૈદિક પૂજન લગભગ એક કલાક ચાલ્યું હતું અને સંતો એ ઉપસ્થિત રહી આ કાર્યને આશિષ પ્રદાન કર્યા હતા.

WhatsApp Image 2020 08 05 at 6.00.13 PM

પ્રસંગ નો અનંદ વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું કે પવિત્ર શ્રાવણ એ ભોલેનાથ ની આરાધનાનો મહિનો છે.વડોદરાએ નવનાથ ની નગરી છે.આવી પવિત્ર નગરીમાં પવિત્ર માસમાં શિવ પ્રતિમા સુવર્ણમય થાય એના થી મોટો હર્ષનો કોઈ પ્રસંગ ના હોય શકે.યોગેશભાઈ ની તપ સાધનાથી વડોદરાને સર્વેશ્વર શિવ મળ્યા છે.અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન સાથે આ પ્રસંગનો સુભગ સમન્વય થયો છે ,જાણે કે સોનામાં સુગંધ ભળી છે.
આ અતિ ભગીરથ કામ છે,111 ફૂટની ગગનચુંબી પ્રતિમા ને સોનાનો ઢોળ ચઢાવવો એ કદાચિત વિશ્વનો પ્રથમ પ્રસંગ છે,કયા પડકારો આ કામમાં આવશે એની ખબર નથી પણ સર્વેશ્વર શિવની કૃપાથી આ પ્રયોગ સફળ થશે જ એવો આત્મ વિશ્વાસ વ્યક્ત કરતા નર્મદા વિકાસ મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે વડોદરા અને વિશ્વભર ના ભાવિકોએ આ કામમાં તન, મન,ધન થી સહયોગ આપ્યો છે,સાવલીના સ્વામીજીની પ્રેરણા અને પ્રમુખ સ્વામી બાપા સહિત સંતો ના આશીર્વાદથી આ પ્રતિમા બની છે અને સુવર્ણ આવરણ ચઢાવવાનું કામ પણ સંપન્ન થશે.પહેલા તો 111 ફૂટની પાલખ બનાવી પ્રતિમા પર તાંબા નો ઢોળ ચઢાવવામાં આવશે.તે પછી સુવર્ણ આવરણ નું કામ કરાશે.આ ખૂબ સમય માંગી લેતું કામ દૈવ કૃપા થી પૂરું થશે.

Vadodara 2
WhatsApp Image 2020 08 05 at 6.00.13 PM 1

આ પ્રસંગે દ્વારકેશલાલજી સહિત પૂજનીયસંતો,સાંસદશ્રી,મેયરશ્રી,ધારાસભ્યશ્રીઓ,રાજકીય અગ્રણીઓ,સામાજિક અગ્રણીઓ,મહાનગર પાલિકા પદાધિકારીઓ,નગર સેવકો સહિત ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.