WhatsApp Image 2020 08 05 at 10.11.39 PM

જામનગર શહેર માંથી તહેવારો પહેલા જ નકલી ઘી બનાવવાનું મસમોટું કૌભાંડ પકડાયું

WhatsApp Image 2020 08 05 at 10.11.39 PM

એસ.ઓ.જી શાખાની ટીમે ૫૯૫ કિલો માતબર ડુપ્લીકેટ ઘીના જથ્થા સાથે એક શખ્સ ને પકડ્યો

રિપોર્ટ: જગત રાવલ
જામનગર,૦૫ ઓગસ્ટ:જામનગર શહેરમાં આગામી જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને કેટલાક ભેજાબાજો ગરીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની પેરવી કરી રહ્યા છે, તેવી માહિતીના આધારે જામનગરની એસ.ઓ.જી શાખાની ટીમે આજે ખોજા નાકા વિસ્તારમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી ભેળસેળ યુક્ત બનાવટી ઘી તૈયાર કરવાનું મસમોટું કૌભાંડ પકડી પાડયું છે, અને ભેળસેળયુક્ત ઘી તેમજ તેને લગતો અન્ય બનાવટી ચીજ વસ્તુ નો જથ્થો કબજે કરી લઈ એક શખ્સની ધરપકડ કરી લીધી છે, અને ફૂડ શાખા ને જાણ કરી આગળની કાર્યવાહી કરવા માટે મદદ લીધી છે.

WhatsApp Image 2020 08 05 at 10.11.40 PM

આ દરોડાની વિગત એવી છે કે જામનગરની એસ.ઓ.જી શાખાની ટુકડી ને ખાનગી રાહે ચોકકસ હકીકત મળી હતી કે, હનિફભાઈ અબ્દુલભાઈ જીંદાણી જાતે કુરેશી ઉ.વ .૩૨ (રહે. ખોજાનાકા, ચાકીવાડ, મચ્છીપીઠની બાજુમા, જામનગર) વાળો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ભેળસેળ યુકત શંકાસ્પદ ઘી બનાવે છે. જેથી બાતમી વાળી
જગ્યાએ જામનગર ના ફુડ સેફટી ઓફીસર ને સાથે રાખી ને રેઇડ કરતા ઉપરોક્ત શખ્સ પોતાના રહેણાંક મકાનમાં વનસ્પતિ ઘી, તથા વનસ્પતિ માખણ તથા એસેન્સ તથા ભેળસેળ માટેના અન્ય પદાર્થ મીશ્રીત કરી તેમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી તૈયાર કરતા મળી આવ્યો હતો.

જેથી એસ.ઓ.જી. ની ટીમે પંચો રૂબરૂ તેના કબજામાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી પ૯૫ કીલો, તથા ભેળસેળ યુક્ત ધી બનાવવા માટે વાપરેલી અન્ય ચીજવસ્તુઓ જેમા (૧), એલ્યુમીનીયમના ભેળસેળ યુક્ત ઘી ભરેલા કિટલા નંગ -૧૮, જેમાં કુલ કિટલા સહીતની કી.રૂ. ૮૨,૮૦૦,(૨), એલ્યુમીનીયમનુ મોટુ કેન જેમા ભેળસેળ યુક્ત -૪૦ કીલો ઘી ભરેલ છે, જે કેન સહીત ૪૦ કીલો ઘી ની કુલ કી.રૂ .૧૨,૩૦૦(૩), વનસ્પતિ ઘી ભરેલા પતરાના ડબા નંગ -૧૭ કુલ કી.રૂ. ૩૪,૦૦૦ (૪), વનસ્પતિ માખણ ૩૦ કીલો કી.રૂ .૩૦૦૦(૫), ભેળસેળ યુક્ત ધી બનાવવા માટે વાપરવામાં આવેલી અન્ય ચીજવસ્તુઓની કુલ કી.રૂ. ૩૮૫૦એમ કુલ કી.રૂ .૧,૩૫,૯૫૦ નું શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી તથા અન્ય ચીજવસ્તુઓ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખાના અધિકારીઓને સાથે રાખી ભેળસેળયુક્ત ઘી વગેરેના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે, અને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આરોપી મકાન માલિક હનીફ અબ્દુલભાઈ જિંદાણી સામે ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.