Manoj Agrawal

અનલોક -૪ અન્વયે પોલિસ કમિશ્નરશ્રીએ જારી કરેલા પ્રતિબંધક હુકમોની મુદત તા.૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

Manoj Agrawal

રાજકોટ, ૦૩ સપ્ટેમ્બર: કોરોના મહામારીને અટકાવવા માટે અનલોક-૪ અન્વયે રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના વિસ્તારમાં નીચે મુજબના કરેલા હુકમોની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઇ છે.રાજય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના ઠરાવ અન્વયે જાહેરમાં થુંકવા બદલ વ્યક્તિ રૂા.પ૦૦ અને ચહેરો બરાબર ન ઢંકાવા બદલ વ્યક્તિ રૂા. ૧૦૦૦ના દંડને પાત્ર થશે.

કન્ટેઇનમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરેલ વિસ્તાર તેમજ ભવિષ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે વિસ્તારમાં તા.૩૦મી સપ્ટેમ્બર સુધી માત્ર જીવનજરૂરી વસ્તુઓ  અનેતબીબી કારણોસર જ હેરફેર કરી શકાશે.કામદારો, કર્મચારીઓ,  દુકાનના માલિકો  જેમના ઘર/મકાનો કન્ટેઇનમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવે છે તેમને કન્ટેઇનમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાંથી બહાર જવા ઉપર પ્રતિબંધ રહેશે.

સમગ્ર રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં સક્ષમ સત્તાધિકારીશ્રીની પરવાનગી વગર અનધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવું નહીં. કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા જેવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહી.તમામ ઉદ્યેાગો પોતાની ૧૦૦ ટકા કેપેસીટી સાથે ચાલુ રહેશે પરંતુ સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે અને સતત પ્રક્રિયાવાળા ઓદ્યોગિક/વાણિજ્ય એકમો/કારખાનાઓ કામના સ્થળેથી કામદારોની અવરજવર  ન થાય તે રીતે ચાલુ રાખી શકાશે.

હોટલ, કલબો,  રેસ્ટોરન્ટ, ભોજનાલયો, મોલ અને મોલમાં આવતી તમામ દુકાનો એસ.ઓ.પી. મુજબ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે ખુલ્લા રહેશે. રેસ્ટોરન્ટ અને ભોજનાલયો રાત્રીના ૨૩/૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. તમામ પ્રકારની શૈક્ષણિક, તાલીમ, સંશોધન અને કોચીંગ સંસ્થાઓ બંધ રહેશે.(વહીવટી કાર્યાલય ચાલુ રાખી શકાશે.) ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. અને તેને પ્રધાન્ય આપવાનું રહેશે. તા.૨૧/૦૯/૨૦૨૦ પછી કન્ટેન્મેન્ટ ઝોનનીબહાર શૈક્ષણીક સંસ્થાએામાં ૫૦ ટકા શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઇન શિક્ષણ/ ટેલીકાઉન્સીલીંગ માટે બોલાવી શકાશે. ભારત સરકાર દ્વારા બહાર પડનાર એસ.ઓ.પી. પ્રમાણે આ કામગીરી શરૂ કરી શકાશે. કન્ટેનમેન્ટ ઝોનની બહાર તા.૨૧/૦૯/૨૦૨૦ પછી ધોરણ-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ શિક્ષકો પાસે માર્ગદર્શન મેળવવા સ્વેચ્છાએ તેઓની શાળાની મુલાકાત લઇ શકશે.

પરંતુ તેમાં વાલીઓની પુર્વમંજૂરી આવશ્યક રહેશે અને આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એસ.ઓ.પી.નો ચુસ્ત અમલ કરવાનો રહેશે. તેમજ તે મુજબ સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઇનસ્ટીટયુટ શરૂ કરી શકાશે. ટકેનીકલ અને પ્રોફેશ્નલ પ્રોગામ તથા  પી.એચ.ડી કે અન્ય માસ્ટર ડીગ્રી તાલીમ કે જેમાં લેબ અને પ્રાયોગીક કાર્ય આવશ્યક છે. તે બાબતે ગૃહમંત્રાલયના પરામર્શમાં રહી નિર્ણય લેવામાં આવશે.   

જીમ અને યોગા કલાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એસ.ઓ.પી. મુજબ ચાલુ રાખી શકાશે .લાયબ્રેરી ૬૦ ટકાની કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.  નાટયગૃહ, સાંસ્કૃતિક થીયેટર કાર્યક્રમો, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, પ્રાણી સંગ્રહાલય, પુરાતત્વીય સ્થળો, પર્યટન સ્થળો, એમ્યુઝમેન્ટ પાર્ક, સીંગલ સ્ક્રીન  અને મલ્ટી સ્ક્રિન સીનેમાઘરો અને મલ્ટીપ્લેકસ વિગરે સ્થળો બંધ રહેશે. પરંતુ ઓપનએર  થીયેટરો તા.૨૧/૦૯/૨૦૨૦ પછી ખોલી શકાશે.બાગ બગીચા ખુલ્લા રહેશે.

તમામ ધાર્મિક સ્થળો લોકો માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે ચાલુ રહેશે. તમામ ધાર્મિક સ્થળો ખાતે ધાર્મિક મેળાવડાઓ/ધાર્મિક કાર્યક્રમો યોજવા અંગે પ્રતિબંધ રહેશે. પાર્ટી પ્લોટ, મેરેજ હોલ,  લગ્નવાડી, હાટ બજાર કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તે તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા.

        સામાજીક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક કે અન્ય જાહેર જગ્યાઓએ મોટી સંખ્યામાં માણસો ભેગા થતા હોય તેવી તમામ પ્રવૃતિઓ વધુમાં વધુ ૧૦૦ માણસો સાથે તા.૨૧/૦૯/૨૦૨૦થી આયોજન કરી શકાશે. આવી પ્રવૃતિ દરમયાન સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસક તથા સેનેટાઇઝરનો ફરજયાત પણે ઉપયોગ કરવાનો રહેશે.     

દફનવિધિ કે અંતિમ સંસ્કારમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે અને આવા પ્રસંગે ૨૦થી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં.

લગ્નના કિસ્સામાં વર-કન્યા પક્ષના વ્યક્તિઓ તથા વિધિ કરનાર સહિત વધુમાં વધુ પચાસ વ્યક્તિઓથી વધુ એકઠા થઇ શકશે નહીં.  જી.એસ.આર.ટી.સી.ની બસ સેવાઓ રાજકોટ શહેર વિસ્તારથી સમગ્ર રાજયમાંચાલુ રહેશે. પ્રાઇવેટ બસ સેવા .  જી.એસ.આર.ટી.સી.ની એસ.ઓ.પી. પ્રમાણે કન્ટેન્મેન્ટ ઝોન/માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન બહાર ૬૦ ટકા કેપેસીટી અને ‘નો સ્ટેન્ડીંગ’ સાથે ચાલુ રહેશે.

કન્ટેઇનમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બહાર ૬૦ ટકા સીટીંગ કેપેસીટી અને ‘નો સ્ટેન્ડીંગ’ સાથે સીટી બસ સર્વીસ ચાલુ રહેશે. ઓટો રિક્ષા, કેબ્સ, ટેકસી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટ કાર ડ્રાઇવર તથા બે મુસાફરો સાથે પરિવહન કરી શકશે અને કેબ્સ, ટેકસી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટ કારમાં છ કે તેનાથી વધારે કેપીસીટી હોય તો કાર એક ડ્રાઇવર તથા ત્રણ મુસાફર સાથે પરિવહન કરી શકશે. ટુ-વ્હીલરમાં બે વ્યક્તિ પરિવહન કરી શકશે. તમામ માલવાહક ટ્રકો રાજય અને આંતરરાજયમાં પરિવહન કરી શકશે. 

૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, સગર્ભા બહેનો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમજ બિમાર વ્યક્તિઓએ તબીબી કારણ ન હોય તો ઘરમાં રહેવાની સલાહ અપાઇ છે. આ ઉપરાંત ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તા.૨૯/૦૮/૨૦૨૦ તથા ગુજરાત સરકારના તા. ૦૧/૦૯/૨૦૨૦ના હુકમમાં દર્શાવેલ પ્રતિબંધો સહિત    

ઉપરોકત હુકમો તા.૩૦ સ્પટેમ્બર સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરની હકૂમત હેઠળના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે તેમાં ભવિષ્યમાં જો કોઇ સુધારો આવશે તો તે પ્રતિબંધો પણ અમલમાં રહેશે.

સરકારી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થા તરફથી જાહેર હિતમાં કરવામાં આવતા કોઇ પણ કાર્યક્રમો, સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી/ અર્ધ સરકારી એજન્સીઓ જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમને, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમો/દુકાનોને આ હુકમો લાગુ પડશે નહીં.આ હુકમોમાં ભવિષ્યમાં કોઇ પ્રકારનો સુધારો કરવામાં આવશે તો તેમાં જણાવાયેલા અપવાદોને તે લાગુ પડશે નહીં.    

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ જી.પી.એકટ કલમ ૧૩૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે રાજકોટ શહેરમાં ફરજ બજાવતા સંયુકત પોલિસ કમિશ્નરશ્રીના દરજ્જાથી હેડ કોન્સ્ટેબલનો હોદ્દો ધરાવતા અધિકારીઓને જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ અધિકૃત  કરવામાં આવે છે.