Sparrow house edited

અંબાજી માં માટી ના ચકલી ઘર(Sparrow house) અને પાણી ના કુંડાઓ નુ પણ નિશુંલ્ક વિતરણ કરવામાં આવ્યુ

Sparrow house

અંબાજી માં માટી ના ચકલી ઘર (Sparrow house) અને પાણી ના કુંડાઓ નુ પણ નિશુંલ્ક વિતરણ કરવામાં આવ્યુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૦ માર્ચ:
20 માર્ચ એટલેકે વિશ્ર્વ ચકલી દિવસ છે ને માંડ ક્યાક જોવામળતી ચકલી ની જાતી ને જીવંત રાખવા વિવિધ પ્રક્રુતી ને પક્ષી પ્રેમીઓ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજે યાત્રાધામ અંબાજી ખાતે માટી ના ચકલી ઘર (Sparrow house) અને ચકલીઓ ને પીવા માટે ના પાણી ના કુંડાઓ નુ પણ નિશુંલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ અંબાજી માં પ્રજાપતી ધર્મશાળા ના મેનેજર દ્વારા છેલ્લા 10 વર્ષ થી ચકલી ની પ્રજાતી ને ટકાવી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

ADVT Dental Titanium

દરવર્ષે પાંચ હજાર જેટલા ચકલી ઘર (Sparrow house)અને પાણી ના કુંડા નુ વિતરણ કરવામાં આવે છે એટલુજ નહી ખાસ કરી ને અંબાજી માં વિવિધ શૈક્ષણીક સંસ્થાના સી.આર.સી અને આચાર્યો ને એકત્રીત કરી ને ચકલી ની જાત ને બચાવવાં સહયોગ લેવામાં આવે છે . જેથી કરી ને શાળામાં ભણતાં બાળકો ને પણ ચકલી પ્રત્યે અવેરનેશ રાખવાં ના પ્રયત્નો કરવામાં આવે….

Whatsapp Join Banner Guj

જોકે આજે દશ વર્ષ ના આ કાર્ય ના પરીણામ સ્વરૂપે ચકલીઓ(Sparrow house)ફરી જોવા મલી રહી છે ને આવનારા સમય માં ચોક્કસ પણે ચકલી ની પ્રજાતી નો ગ્રોથ વધશે તેવુ માળા ને કુંડા વિતરણ કરનાર પક્ષી પ્રેમી રમેશભાઈ પ્રજાપતી માની રહ્યા છે.

આ પણ વાંચો…..મહિલાને પીરિયડ્સ દરમિયાન આંખોમાંથી લોહીના આંસુ (Bloody Tears In Periods) નીકળવાની તકલીફ- વાંચો સંપૂર્ણ વિગત