vegetable seminar 3

આંગણે શાકભાજી કેમ વાવવા,જામનગરમાં યોજાયો સેમિનાર.

ઓર્ગેનિક શાકભાજી ના વાવેતરમાં લોકો બન્યા ઉત્સાહી, હોલ ભરાઈ ગયો

રાજકોટ નવરંગ નેચર કલબના વી.ડી.બાલા એ સચોટ માહિતી પૂરી પાડી

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૭ ડિસેમ્બર:
જામનગર માં નવરંગ નેચર ક્લબ રાજકોટ અને લીલાવતી નેચર ક્યોર અને યોગ સેન્ટર દ્વારા આંગણે વાવો શાકભાજી ના વિનામુલ્યે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર માં ખૂબ મોટી સંખ્યા માં શહેરીજનોએ લાભ લીધો હતો અને શાકભાજી ના ઉછેર, રોગ અને કાળજી અંગે ની માહિતી મેળવી હતી

whatsapp banner 1

 જામનગર માં કુંવારબાઈ ધર્મશાળા ખાતે નવરંગ નેચર ક્લબ રાજકોટ અને લીલાવતી નેચર ક્યોર અને યોગ સેન્ટર દ્વારા ઘર આંગણે વાવો શાકભાજી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આપણે ઘરના આંગણે કે કુંદા માં થોડી મહેનત કરવાથી શાકભાજી વાવી તાજા ઓર્ગેનિક શાકભાજી મેળવી શકીએ છીએ

સેમિનાર માં કુંડાનું કદ, માટીનો પ્રકાર, શાકભાજી ના બિયારણ, શાકભાજી ના રોપા, વેલાવાળા શાકભાજી ની જાતો, કુંદા માં વાવી શકાતા ફૂલછોડ અને વેલાઓ ફૂલછોડ અને શાકભાજી માં રોગ અને તેની કાળજી9 દેશી ખાતર જીવામૃત વગેરે માહિતી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી હતી દરેક ફળિયા માં કે અગાસીમાંથી દર મહિને રૂપિયા 1000 નું શાક જો ઉગાડી શકીએ તો આપના સમય નો સદઉપયોગ પણ થાય અને તાજા ઓર્ગેનિક શાકભાજી પણ મળી રહે આ સેમિનાર માં શહેરીજનોએ ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી સેમિનાર નો લાભ લીધો હતો

આ પણ વાંચો….

loading…