JMC Hanuman ji 2

છોટી કાશી થી પ્રસિદ્ધ જામનગરમાં હનુમાનજી ને ચાંદી ની ગદા અર્પણ કરાય.

હાલ ચાલી માગશર મહિના માં હનુમાનજી ભગવાન નો અનેરો મહિમા રહેલો છે ત્યારે જામનગર ના ચૌહાણ પરિવાર દ્વારા મહાબલી હનુમાનજી ને ચાંદી ની ગદા અર્પણ કરવામાં આવી હતી ઉપરાંત અન્નકોટ અને મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું

whatsapp banner 1

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૭ ડિસેમ્બર:
આપણાં ગુજરાતી મહિનાઓમાં આધ્યાત્મિક રીતે માગશર મહિનાનો ખાસ મહત્વ રહેલું છે તેમાં પણ માગશર મહિનો મહા પરાક્રમી અને મહાબલી ભગવાન હનુમાન જી નો મહિનો માનવામાં આવે છે ત્યારે જામનગર ના પંચેશ્વર ટાવર પાસે આવેલ રામદુત હનુમાન મંદિરે જામનગર ના ચૌહાણ પરિવાર દ્વારા મહા પરાક્રમી ભગવાન શ્રી રામ પરમ ભક્ત હનુમાનજી ને રજતજડિત ચાંદીની ગદા અર્પણ કરવામાં આવી હતી

ચૌહાણ પરિવારને ભગવાન હનુમાનજી પર ખૂબ શ્રધ્ધા હોવાથી અને હનુમાનજી ની પરિવાર પર કૃપા હોવાથી શ્રધ્ધાથી અંદાજે 1 લાખ 20 હજાર ની કિંમત ની ચાંદીની ગદા હનુમાનજી ના ચરણો માં અર્પણ કરવામાં આવી હતી આ ઉપરાંત માગશર મહિના નિમિતે હનુમાનજી ને અન્નકોટ અને 108 દિવાની મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું

આ પણ વાંચો….

loading…