RMO Smmimer Surat

સ્મીમેરના આર.એમ.ઓ. ડો. જયેશ પટેલ સહિત પરિવારે કોરોનાને હરાવ્યો

RMO Smmimer Surat

સુરત, ૧૬ ઓક્ટોબર: કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં અનેક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અનેક કોરોના વોરિયર્સ કોરોનાનો ભોગ બને છે, પરંતુ ફરજમાં સમર્પિત કોરોના યોદ્ધાઓ સ્વસ્થ થઈને ફરીવાર દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થઇ રહ્યાં છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતાં કોરોના વોરિયર ડો. જયેશ પટેલ અને તેમનો પરિવાર પણ કોરોનાગ્રસ્ત બન્યો હતો. સૌએ કોરોનાને મ્હાત આપી છે. ડો,જયેશ પટેલ સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને પુન: દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થઈ ગયા હતાં.

મૂળ પાટણના વતની ડો.જયેશ પટેલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સિનીયર રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓ જણાવે છે કે, સુરતમાં કોરોનાની શરૂઆતથી જ હું અને મારી ટીમ સ્મીમેર હોસ્પિટલની તમામ વહીવટી જરૂરિયાતો, સંચાલન, જરૂરી દવાઓ અને સંસાધનો ઉભા કરવા, કોરોનાને લગતી તમામ વહિવટી કામગીરીનું અવલોકન અને નિયમન વગેરે જેવી મહત્વની કામગીરી કરી રહ્યાં છીએ. સરકાર દ્વારા સમયાંતરે કોરોનાની નવી ગાઈડલાઈન આવે તો તે બાબતે રોજે રોજે જરૂરી વ્યવસ્થા કરવી, નવુ સેટઅપ કરવું તથા નવા આયોજન કરવામાં મારી ટીમનો ખુબ જ સહયોગ રહ્યો છે

****

Reporter Banner FINAL 1
loading…