Oxygen contrater

સયાજી હોસ્પિટલને કોવિડ વિભાગ માટે ૨૦ ઓકસીજન કોન્સનટ્રેટર મળ્યા

સયાજી હોસ્પિટલને કોવિડ વિભાગ માટે ૨૦ ઓકસીજન કોન્સનટ્રેટર મળ્યા: હવામાંથી પ્રાણવાયુ શોષક આ સાધન પોર્ટેબલ ઓકસીજન બોટલ જેવું કામ આપી શકે છે

વડોદરા,૦૩ ઓક્ટોબર: રાજ્ય સરકાર દ્વારા વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલના કોરોના વિભાગોને સતત અદ્યતન જીવન રક્ષક ઉપકરણોથી સુસજ્જ કરવામાં આવી રહ્યાં છે.તેની એક કડીના રૂપમાં તાજેતરમાં સયાજી હોસ્પિટલમાં ઉપયોગ માટે ૨૦ અને ગોત્રી માટે ૩૦ મળીને કુલ ૫૦ ઓકસીજન કોન્સનસટ્રેટર પૂરાં પાડવામાં આવ્યા છે.

Oxygen contrater

આ વિશિષ્ઠ તબીબી સાધન હવામાંથી પ્રાણવાયુ શોષીને દર્દીને આપવામાં ખૂબ ઉપયોગી છે તેવી જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.ઓ. બી. બેલીમ એ જણાવ્યું કે આ સાધન ઓકસીજન બોટલનો હાથવગો અને સુવિધાજનક વિકલ્પ બની શકે છે.અહીંનો કોવિડ વિભાગ છ ફ્લોરમાં વહેંચાયેલો છે.ઓકસીજનની જરૂર વાળા દર્દીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફેરવવાની જરૂર પડે અને દર્દીને સતત ઓકસીજન ચાલુ રાખવાનો હોય ત્યારે પોર્ટેબલ ઓકસીજન સિલિન્ડર ની જેમ તેનો સરળતા થી ઉપયોગ થઈ શકે છે. એ હવામાં થી પ્રાણવાયુ ગ્રહણ કરતું હોવાથી પુરવઠો અખૂટ રહે છે અને વીજળી તેમજ બેટરીથી તે ચલાવી શકાય છે.

Reporter Banner FINAL 1

જ્યારે ઓકસીજન પર હોય તેવા દર્દીને એક દવાખાનેથી બીજા દવાખાને લઈ જવાનો હોય ત્યારે પણ આ યંત્રનો દર્દિવાહિનીમાં સતત ઓકસીજન આપવા માટે ઉપયોગ થઈ શકે છે.આમ,આ યંત્ર વિવિધ રીતે ઉપયોગી છે અને ઉપયોગ કરવામાં ખૂબ સરળ અને સુવિધાજનક છે.
હાલમાં આ વિભાગ પાસે સવાસો જેટલાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને તાજેતરમાં ૬૦ જેટલાં મોનીટર રાજ્ય સરકારે આપ્યાં છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ સમયાંતરે અત્રે માનવ સંપદા,સાધન સુવિધા સહિત ની બાબતો ની ઉપલબ્ધિની મુશ્કેલીઓની સમીક્ષા કરીને ,તેનું નિરાકરણ કરે છે.

આ યંત્ર ડોકટરોની સાથે નર્સિંગ અને પેરા મેડિકલ સ્ટાફ ખૂબ સરલતાથી ઉપયોગમાં લઇ શકે છે.હાલમાં જે નર્સિંગ સહાયકો નીમવામાં આવ્યાં છે તેમને માટે પણ દર્દીઓ માટે તેનો ઉપયોગ સુવિધાજનક છે. આમ,દર્દીઓને સમુચિત અને અદ્યતન સારવાર મળી રહે તેવી તકેદારી સતત લેવામાં આવી રહી છે.તબીબો અને સ્ટાફ ખૂબ જ સમર્પિત રીતે કાર્યરત છે જેની નોંધ લેવી ઘટે.

loading…