WhatsApp Image 2020 10 03 at 4.55.11 PM

એચ.આઈ.વી. સાથે જીવતા લોકો માટે રાજ્યના નવ જિલ્લામાં વિહાન મોડેલ કેર સપોર્ટ સેન્ટર્સનો શુભારંભ

WhatsApp Image 2020 10 03 at 4.55.11 PM

એચ.આઈ.વી. સાથે જીવતા લોકો માટે રાજ્યના નવ જિલ્લામાં વિહાન મોડેલ કેર સપોર્ટ સેન્ટર્સનો શુભારંભ

HIV પીડિતો માટે આધારરૂપ સપોર્ટ સેન્ટર્સનું આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું

૦૯ જિલ્લાના ૨૨૦૦૦ થી વધુ એચ.આઈ.વી. ગ્રસ્ત લોકોને કાળજી અને સારસંભાળલક્ષી સેવાઓ સુલભ બની છે: આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત, ૦૩ ઓક્ટોબર: રાજ્ય સરકાર દ્વારા અભિનવ પહેલના ભાગરૂપે એચ.આઈ.વી. સાથે જીવતા લોકો માટે રાજ્યના નવ જિલ્લામાં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવીંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ (જીએસએનપી)ના ઉપક્રમે વિહાન મોડેલ કેર સપોર્ટ સેન્ટર્સનો શુભારંભ કરાયો છે. આરોગ્ય રાજ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીના હસ્તે HIV પીડિતો માટે આધારરૂપ ૦૯ સપોર્ટ સેન્ટર્સનું સુરત ખાતેથી એકસાથે ઈ-લોકાર્પણ કરાયું હતું. જેમાં હાલ ૨૨ હજારથી વધુ HIV પીડિતોને સારવાર- સારસંભાળની સેવાઓનો લાભ મળશે.

ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ (જીએસએનપી+) એચ.આઈ.વી. સાથે જીવતા લોકોનું રાજ્ય કક્ષાનું સામુદાયિક સંગઠન છે. આ સંગઠનના ૯ જિલ્લામાં વિહાન મોડેલ કેર સપોર્ટ સેન્ટર શરૂ કરવાં માટે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એપ્રિલ-૨૦૨૦થી મંજૂરી આપવામાં આવી છે.

HIV Center 2

ઈ-લોકાર્પણમાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડો.રાજેશ ગોપાલે સામુદાયિક કામગીરીને પ્રોત્સાહન આપી HIV પીડિતોના જીવનમાં ઉજાસ પથરાય તેવા રાજ્ય સરકારના પ્રયાસો વિષે છણાવટ કરી હતી. તેમણે ઉમદા સહયોગ બદલ આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ, આરોગ્ય કમિશ્નરશ્રી શ્રી જયપ્રકાશ શિવહરેનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

WhatsApp Image 2020 10 03 at 4.55.10 PM 1

મંત્રીશ્રી શ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ૯ જિલ્લામાં વલસાડ, ભરૂચ, આણંદ, વ્યારા, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, પાટણ, અને ગાંધીનગર જિલ્લાના ૨૨૦૦૦ થી વધુ એચ.આઈ.વી. સાથે જીવતા લોકોને કાળજી અને સારસંભાળલક્ષી સેવાઓ મેળવી રહ્યા છે. સરકારશ્રીની આરોગ્યલક્ષી વિભિન્ન યોજનાઓનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર સંવેદનશીલ અભિગમ સાથે એચ.આઈ.વી. સાથે જીવતા લોકોના હિતાર્થે જરૂરી દરેક સહાય અને સહયોગ માટે કટિબધ્ધ છે.

મહાનુભાવોએ નવ કેર સપોર્ટ સેન્ટર ની વિડીયો લાઈવ વર્ચ્યુઅલ મુલાકાત કરી હતી.
વર્ચ્યુલ કાર્યક્રમમાં ઈન્ડિયા HIV/AIDS અલાયન્સના સી.ઈ.ઓ. શ્રી આસીમ ચોવલા, જી.એસ.એન.પી.+ના પ્રમુખશ્રી રસિકભાઈ ભુવા, મંત્રી શ્રીમતી દક્ષા પટેલ, ૯ જિલ્લાના એ.આર.ટી. સેન્ટર ટીમ, વિહાન સેન્ટરના પ્રોજેક્ટ સ્ટાફ અને અન્ય અગ્રણી સ્થાનિક સહયોગીઓ સહિત લાભાર્થીઓ જોડાયા હતાં.

loading…