jayson roy R QCTWEVctU unsplash

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર-મકાઈ-બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી

jayson roy R QCTWEVctU unsplash
Photo by Jayson Roy on Unsplash

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત, ૦૩ ઓક્ટોબર: રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા.૧૬ થી તા.૩૧/૧૨/૨૦૨૦ દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ડાંગર માટે ૯૨, મક્કાઈ માટે ૬૧ અને બાજરી માટે ૫૭ જેટલા ગોડાઉન કેન્દ્રો/એપીએમસી ખરીદ કેન્દ્ર ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર (કોમન)રૂ. ૧૮૬૮/-પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે રૂ.૧૮૮૮ પ્રતિ ક્વિન્ટલ, મકાઇ માટે રૂ.૧૮૫૦ પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ.૨૧૫૦ પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે.

લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સંબંધીત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તાલુકા ગોડાઉન ખાતે તા.૧/૧૦/૨૦૨૦ થી શરૂ થશે જે તા.૨૦/૧૦/૨૦૨૦ સુધી ચાલુ રહેશે તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેમ કે આધાર કાર્ડની નકલ/ આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો, અધ્યતન ૭-૧૨, ૮-અ રેકોર્ડ્સની નકલ, ફોર્મ નં -૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામે આઇ.એફ.એસ.સી કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજિસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નં.- ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૩૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. સુરત જિલ્લામાં લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવા માટે સુરત જિલ્લાના બારડોલી, મઢી, મહુવા, માંડવી, માંગરોળ, નવાગામ, ઓલપાડ, કીમ, કડોદરા ખાતેના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન કેન્દ્ર ખાતે સંપર્ક કરવાનો રહેશે. વધુમાં સુરત જિલ્લાના બારડોલી, મઢી, મહુવા, માંડવી(APMC), માંગરોળ (કોસંબા-APMC), નવાગામ, ઓલપાડ, કીમ, કડોદરા તાલુકા ખાતેના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. અને આ તમામ ખરીદી સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા. વિભાગની સૂચનાઓ મુજબ કરવામાં આવશે.

loading…