upleta sanetizer

ઉપલેટા શહેરમાં સેનિટાઈઝીંગ કામગીરી હાથ ધરાઈ

upleta sanetizer

ઉપલેટા, ૧૩ સપ્ટેમ્બર: ગુજરાત સરકાર કોરોનાને ફેલાતો અટકાવવા અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અનેક જાગૃતિલક્ષી પગલાઓ અને સ્વાસ્થ્ય સુરક્ષિત વ્યવસ્થાઓનું આયોજન કરીને અમલીકૃત કરાયા છે. લોકોના સ્વાસ્થ્યની તકેદારી રાખતા અને નૈતિક ફરજને પ્રાધાન્ય આપતા ઉપલેટા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાની તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવરવાળા જાહેર સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારુ સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જે અંતર્ગત એક લિટર પાણીમાં ૧% સોડીયમ હાઈપોક્લોરાઈડને મિશ્રીત કરીને ઉપલેટા શહેરના રાજમાર્ગ, ગાંધી ચોક, કટલેરી બજાર અને શાકમાર્કેટના વધુ અવરજવર અને ગીચતાવાળા વિસ્તારોમાં છ પંપમેનો દ્વારા સેનિટાઈઝીંગની કામગીરી આવી હતી. આવનારા ત્રણ દિવસમાં શહેરમાં સમગ્ર વિસ્તારમાં સેનિટાઈઝીંગ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, તેમ મામલતદાર શ્રી જી. એમ.મહાવદિયાની યાદીમાં જણાવાયું હતું.

loading…